મહેસાણાનાં આ ગામના વૃદ્ધો રોજ બે ટાઇમનું જમવાનું જમે છે સાથે જ, કારણ જાણીને તમે પણ કહેશો ક્યા બાત…

વર્તમાન સમયમાં આધુનિક જીવનશૈલીના કારણે એક પરીવારમાં બે સગા ભાઈ હોય તો તે પણ મોટાભાગે અલગ થઈ જાય છે. ઘણા લોકો સાથે રહેતા હોવા છતાં એક રસોડે જમતા નથી હોતા. તેવામાં જો તમને કહીએ કે એક આખું ગામ છે જ્યાં વૃદ્ધો સવાર સાંજ બંને ટાઈમ એક સાથે જ જમે છે તો ? વાત પહેલા તો માનવામાં જ આવશે નહીં. પરંતુ માનવું પડશે કારણ કે આજના સમયમાં પણ એક ગામ છે જ્યાં એક રસોડે એક બે પરીવાર નહીં આખું ગામ જમે છે.

 કેતન પટેલ, મહેસાણા: દિવસેને દિવસે સંયુક્ત કુટુંબની (family) ભાવના ઓછી થતી જાય છે, દિવસે દિવસે ભાઈચારો ઓછો થઈ રહ્યો છે ત્યારે મહેસાણાના (Mahesana) બહુચરાજીનું (Bahuchraji) એક ગામ જ્યાં આજે તમામ લોકો માટે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, એવું પણ બની શકે જ્યાં આખું ગામ (vllagers lunch and dinner at one place) એક રસોડે જમી શકે ? હાલ ના આ સંકુચિત અને આધુનિક યુગમાં આખું ગામ તો શું પણ બે ભાઈઓ કે પોતાના માતા પિતા સાથે જમવાનું તો શું પણ સાથે રહેવાનું પણ પસંદ નથી કરતા . ત્યારે  ન્યૂઝ18ગુજરાતીની ટીમે એવા ગામની મુલાકાત લીધી જ્યાં ગામના તમામ વૃદ્ધ બે ટાઈમ એક જ રસોડે જમે છે.
image source

આ ગામ આવેલું છે. મહેસાણાના બહુચરાજીમાં. બહુચરાજીના નાનકડા ગામ ચાંદણકીમાં ગામલોકો આજે પણ એક રસોડે જમે છે. અહીંના ઘરે ઘરના વડિલો રોજ એક જગ્યાએ એકત્ર થાય છે અને તેઓ ત્યાં જ જમે છે.

 આ ગામની અન્ય વિશેષતા એ પણ છે કે, આઝાદીથી આજ દિન સુધી સ્થાનિક સરપંચની ચૂંટણી પણ યોજાઈ નથી. સમરસ ગ્રામ પંચાયત રહી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીનું આ છે નાનું એવું ગામ ચાંદણકી  જ્યાં ગામલોકો રોજ એક જ  રસોડે જમે છે.  આ ગામમાં આજે પણ એકતા અને ભાઈચારાનું ઉમદા ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ગામના મોટા ભાગના વૃદ્ધ હાલ એકજ રસોડે જમે છે.
image source

ચાંદણકી ગામની આમ તો આ ખાસિયત સૌથી અલગ છે. આખા ગામના વડિલો એક રસોડે જમે છે તેનું કારણ છે કે અહીંની નવી પેઢી એટલે કે યુવાનો કમાણી કરવા આસપાસના મોટા શહેરો એટલે કે અમદાવાદ, નવસારી કે સુરતમાં સ્થાયી થયા છે તો કેટલાક ઘરના યુવાનો વિદેશમાં સ્થાયી થઈ ચુક્યા છે. હવે ગામમાં રહ્યા વૃદ્ધો. તો તેઓ એકબીજા સાથે સુખેથી રહે છે અને આ ભાઈચારો જળવાઈ રહે તે માટે એક જ રસોડે સવારે અને સાંજે એમ બંને ટાઈમ જમે છે.

 વાત એમ છે કે,  આ ગામનું યુવાધન મોટેભાગે અમદાવાદ, સુરત, નવસારી કે પછી વિદેશમાં સ્થાઈ થયું છે. યુવાધન તો ત્યાં વેલસેટ થઈ ગયું પણ તેમના માતા પિતા માટે શહેરી વાતાવરણ અનુકૂળ નહોતું એટલે તે પોતાના વતન એટલે કે ગામડે જ રહેવાનું પસંદ કરે છે. અહીં રહેતા તમામ લોકો 55-60થી વધુ ઉંમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી પડે તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેનાથી માતાઓ અને વડીલો બંને ખુશ છે.
image source

આ ગામમાં રહે છે તેમાંથી મોટાભાગના લોકોની ઉંમર 55 વર્ષથી વધુની જ છે. જો કે એવું પણ નથી કે તેમને તેમના સંતાનો રાખતા નથી. પરંતુ જેમણે વર્ષો સુધી આવા ભાઈચારાવાળા વાતાવરણમાં રહેવાનું પસંદ કર્યું હોય તેવા વડિલોને શહેરનું વાતાવરણ અનુકૂળ આવતું નથી. તેથી તેઓ અહીં જ રહે છે. તેમના સંતાનોએ જ ગામમાં આ એક રસોડાની વ્યવસ્થા કરી છે. માતાપિતા પોતાના નિવૃત જીવનનો આનંદ એકબીજા સાથે માણે તે માટે યુવાનોએ આ વ્યવસ્થા ઊભી કરી દીધી છે. બધા માટે ભોજન તૈયાર થઈ જાય એટલે એક ઘંટનાદ થાય છે. આ અવાજ આવે એટલે લોકો પોત પોતાના ઘર બંધ કરી ભોજન કરવા આવી જાય.

 ગામનો સાક્ષરતા દર 100 ટકા છે. 900થી વધુ લોકો બહારગામ રહે છે. 90 અમેરિકામાં રહે છે, જેમાં 6 તબીબ અને 19 ઇજનેરનો સમાવેશ થાય છે અને નવાઈની વાત છે કે, આ ગામમાં અત્યાર સુધી કદી ચૂંટણી જ યોજાઈ નથી ત્યારે આના કરતાં બીજું એકતાનું ઉદાહરણ આપણને ક્યાં જોવા મળે? જમવામાં પણ બપોરે દાળ, ભાત, શાક, રોટલી, રોટલો અને છાસ તેમજ સાંજે શાક, ભાખરી, ખીચડી અને દૂધ હોય. એટલે કે સિનિયર સીટીઝન લોકો ને ભાવે તેવું ભોજન જમવાનું પીરસવામાં આવે છે.
image source

આ ગામની અન્ય એક ખાસિયત એ પણ છે કે અહીં આઝાદી પછીથી વર્તમાન સમય સુધીમાં ક્યારેય સરપંચની ચૂંટણઈ યોજાઈ નથી. અહીં સમરસ ગ્રામ પંચાયત છે. આ ગામને નિર્મળ ગામ સહિતના અનેક એવોર્ડ પણ મળ્યા છે. કારણ કે ગામનો સાક્ષરતા દર 100 ટકા છે. અહીંના 900થી વધુ લોકો બહારગામ વસે છે અને 90 લોકો અમેરિકામાં વસે છે. ગામના યુવાનો ડોક્ટર, ઈજનેર જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : NEWS 18 ગુજરાતી)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!