આ ગામમાં તો જબરું થયુ હોં…લગ્ન પ્રસંગમાં બાંધેલો મંડપ 3 યુવકોને લઈ 40 ફૂટથી વધુ ઊંચે ઊડ્યો! ત્રણેય થયા ઇજાગ્રસ્ત

હાલમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે કેટલીક મહત્વની ગાઈડલાઈનો જારી કરી છે જેમાં લગ્ન પ્રસંગમાં ૫૦ અને મરણમાં ૨૦ જ લોકોને પરવાનગી આપવામાં આવી છે.તેવામાં હાલ ગુજરાત સહીત બીજા અનેક રાજ્યોમાં લોકો લગ્ન પ્રસંગો મનાવી રહ્યા છે.તેની વચ્ચે હવામાંન વિભાગે કેટલીક આગાહી પણ કરી હતી કે શુક્રવારથી આવતા ત્રણ દિવસોમાં વરસાદ પડી શકે છે.તેની વચ્ચે છોટા ઉદેયપુરમાં બોડેલીના કથોલા ગામે એક લગ્ન પ્રસંગમાં એકાદ દિવસ અગાઉ ગ્રહ શાંતિની વિધિ ચાલી રહી હતી તેવામાં અચાનક વાવાઝોડું આવ્યું અને તેમાં મંડપ ઉડાવી ગયો હતો. જેનો એક વિડિઓ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થયો હતો.આ વાવાઝોડું એટલું ભયાનક હતું કે,મંડપ નીચેથી થાંભલાઓની સાથે  ઉડી ગયો હતો જેને પકડવા જતા ૩ જેટલા યુવાનોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી.

image source

બોડેલી તાલુકાના અંતરિયાળ કથોલા ગામે યુવતીના લગ્ન પ્રસંગે ઘર આંગણે બાંધેલો મંડપ અચાનક આવેલા વંટોળિયામાં તૂટીને આશરે 40થી 50 ફૂટ ઊંચે ઊડ્યો હતો. મંડપના થાંભલાને પકડીને ઊભેલા 3 યુવકો પણ મંડપ સાથે ઊડ્યા હતા. જેમાં ત્રણેયને ઇજા પહોંચી હતી.

લગ્ન હોવાથી મંડપ બાંધવામાં આવ્યો હતો

image source

ઘટનાનો વીડિયો વાઇરલ થતાં જ પોલીસે પરવાનગી વિના અને ડીજે સાથે 100થી વધુ લોકોની હાજરીમાં યોજાયેલા લગ્ન બદલ આયોજક સામે ગુનો નોંધ્યો હતો. બોડેલી તાલુકાના વાલોઠી બમરોલી નજીક કથોલા ગામે ડુંગર ફળિયામાં રહેતા અરવિંદ રાઠવાની દીકરીના લગ્ન નજીકમાં જ આવેલા પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામના યુવક સાથે નક્કી કર્યા હોય તે નિમિત્તે 5 મેના રોજ ઘર આંગણે મંડપ બાંધ્યો હતો.

અચાનક વંટોળ આવ્યું ને ત્રણ લોકો ઉડ્યાં

image source

બપોરે 100થી વધુ લોકોની હાજરી વચ્ચે ગ્રહશાંતિ ચાલી રહી હતી. લગ્ન માટે ડીજે સાથે વરઘોડો પણ આવ્યો હતો ત્યારે ઓચિંતું વંટોળિયું આવતાં મંડપ હાલક-ડોલક થવા લાગ્યો હતો. જેથી મંડપ તૂટે નહિ તે માટે 3 યુવકોએ થાંભલો પકડ્યો હતો. જોકે વંટોળ એટલું તેજ ગતિએ આવ્યું કે, મંડપ તૂટીને 40થી 50 ફૂટ ઊંચે ઊડ્યો હતો, સાથે ત્રણેય યુવકો પણ ઊડ્યા હતા. આ ઘટનામાં ત્રણેય યુવકોને ઈજા થઈ હતી. લગ્ન પ્રસંગે ચાલતી ગ્રહશાંતિવેળા ઘટના બનતાં ગ્રામજનોમાં દોડધામ મચી હતી.

4 પૈકી 1 યુવકે થાંભલો છોડી દેતાં બચી ગયો

ગ્રહશાંતિ ચાલતી હતી તે વેળાએ વંટોળ આવતાં મંડપ ન ઊડે તે માટે 4 યુવકો ચારેય થાંભલા પકડીને ઊભા હતા. જોકે તેજગતિનું વંટોળિયું આવતાં એક યુવકે થાંભલો છોડી દીધો, પણ ત્રણ યુવકોએ થાંભલો પકડી રાખ્યો હોવાથી મંડપ સાથે તેઓ પણ ઊંચે ઊડ્યા અને બે યુવકો છાપરા પર પટકાયા હતા, જ્યારે એક યુવક જમીન પર પડ્યો હતો.ત્રણેને ઇજા થઇ હતી. આમ, વાતાવરણનો આ પલટો જીવલેણ સાબિત થયો હતો. અહીંયા વાવાઝોડામાં એટલો ભયંકર અને ભારે પવન ફૂંકાયો હતો એમાં આ મંડપ ઉડીને ક્યાંય દૂર જતો રહ્યો હતો.આ મંડપને વાવાઝોડાથી બચાવવાની માટે લગ્નમાં આવેલા લોકોએ ઘણો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પવન એટલો ભયાનક હતો કે જેથી કોઈ રોકી શક્યું નહતું અને મંડપ ઉડી ગયો હતો.આ સમગ્ર ઘટનાનો એક વિડિઓ પણ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!