દેશના 10 શહેરની સ્થિતિ છે ભયંકર, સત્ય જાણી ભલભલાનું કાળજું જાય કંપી

કોરોનાની બીજી લહેરમાં માણસ લાચાર થયેલો જોવા મળે છે. આ વખતે સરકાર પાસે લોકો માંગ કરી રહ્યા છે કે જરૂરી હોય તો લોકડાઉન કરો પણ આ મોતના તાંડવને રોકવામાં આવે. જો કે દેશમાં સ્થિતિ એવી છે કે જાણે તેના પર કોઈને કંટ્રોલ નથી. વાત અહીં કોઈના મનમાં ભય પેદા કરવાની નથી પરંતુ સત્ય દર્શાવવાની છે. કારણ કે માણસ જો સત્ય જાણશે તો જ આ સ્થિતિમાં તે ઘરમાં રહેવાનું મહત્વ સમજી શકશે.

image source

હાલનો સમય એવો છે કે જો તમે ઘરમાં જ રહેશો અને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળશો તો જ તમે સુરક્ષિત છો. આ વાત તમને કદાચ દેશના આ 10 શહેરોની આ કપરી સ્થિતિ વિશે જાણીને વધુ સારી રીતે સમજાશે. દેશમાં 10 શહેરો એવા છે જ્યાં સ્મશાન ગૃહમાં એક ચિતા ઠંડી થતી પણ નથી ત્યાં તેના પર બીજાની ચિતા સળગાવવી પડે છે. એક તરફ સામાજિક અંતરની વાત કરવામાં આવે છે પરંતુ કબ્રસ્તાનમાં દફનવિધિ માટે પણ બે ગજ જમીન ખૂટી પડી છે.

આ ભયાનક સ્થિતિ વચ્ચે દેશના 10 શહેરોની દર્શનાક સ્થિતિ પર એક નજર કરવાથી જાણવા મળશે કે કોરોના સામે માણસ કેટલો લાચાર છે અને સરકાર કેટલી નબળી સાબિત થઈ રહી છે. પહેલી તસવીર છે વારાણસીની. અહીંના જૌનપુરની રહેવાસી એક વૃદ્ધ માતા પોતાના જુવાનજોધ દિકરાને સારવાર માટે લઈને નીકળી હતી. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકતાં ભટકતાં તેના દિકરાએ માતાના પગમાં પડ્યા પડ્યા જ દમ તોડી દીધો હતો.

image source

આ સાથે જ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના ભૈસકુંડ સ્મશાનની તસવીર અને વીડિયો પણ વાયરલ થયા હતા. અહીં એક સાથે 184 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવા પડ્યા હતા. જો કે અહીં પણ સરકાર તો 10થી 25 મોત થયા હોવાનું જ જણાવે છે.

image source

એક તસવીર કાનપુર શહેરની પણ સામે આવી હતી. અહીં દરેક કોવિડ હોસ્પિટલમાં રોજ 10થી 20 લોકોના મોત થાય છે તે વાતનો પુરાવો તસવીરે આપ્યો હતો. જિલ્લાના દરેક સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં સામાન્ય દિવસ કરતાં વધુ સંખ્યામાં રોજ મૃતદેહ આવે છે.

image source

એક તસવીર દિલ્હીની પણ છે અહીં મૃતદેહને દફન કરવા કબ્રસ્તાનમાં જગ્યા નથી. મેનેજમેન્ટનું કહેવું છે કે અહીં રોજ 50થી 60 મૃતદેહ આવી રહ્યા છે.

image source

વાત કરીએ જમ્મુની તો અહીં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં 123 ટકાનો વધારો થયો છે. જેના કારણે વાહન પણ ઓછા પડે છે. અહીં એક વાહનમાં 5થી 7 મૃતદેહને સાથે લઈ જવામાં આવે છે.

image source

ગુજરાતના અમદાવાદની સ્થિતિ પણ કંઈક આવી જ છે. અહીં સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં કોવિડના પ્રોટોકોલ અનુસાર રોજ 100થી 125 લોકોના અંતિમ સંસ્કાર થાય છે. જો કે સરકાર તો રોજના 20થી 25 મોત જ દર્શાવે છે.

પશ્ચિમ બંગાળના કોલકત્તામાં પણ સ્થિતિ આવી જ છે. કોરોનાથી જીવ ગુમાવનારના પરીવારને દર્દીનું છેલ્લીવાર મોં જોવાની તક પણ મળતી નથી.

image source

મુંબઈમાં પણ દિવસ રાત લોકો કોરોનાના કારણે પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. જેના કારણે હવે સ્થિતિ એવી છે કે કબ્રસ્તાનમાં જગ્યા ભરાઈ ચુકી છે અને મૃતદેહોને બહારના વિસ્તારમાં દફન કરવામાં આવી રહ્યા છે.

image source

કર્ણાટકના બેંગલુરુ શહેરમાં લોકો પોતાના સ્વજનના મૃતદેહ લઈ બોમાનહાલી ઘાટ પહોંચે છે. પરંતુ અહીં અઢળક એમ્બ્યુલન્સ પહેલાથી જ લાઈનમાં હોય છે. અહીં પણ રોજ 100થી 200 લોકોના મોત થાય છે. પરંતુ સરકારી આંકડા માત્ર 50થી 70 મોત પર જ અટકેલા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *