GMDCમાં બનેલી 900 બેડની હોસ્પિટલ શરુ થતા પહેલાં જ ચર્ચામાં, સરકારે આ લોકોને સોંપી જવાબદારી, જે જાણીને ચોંકી ઉઠશો તમે પણ

રાજ્યમાં કોરોનાના કારણે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને તેમની હાલત ગંભીર પણ ઝડપથી થતા તેમને ઓક્સિજન, ઈન્જેકશન સહિતની સારવારની તુરંત જરૂર પડી રહી છે. મોટા પ્રમાણમાં દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ છે અને તેનાથી વધારે સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવા રાહ જોઈ રહ્યા છે. હાલ તો સ્થિતિ એવી છે કે દર્દીઓને પહોંચી વળવા માટે ડોક્ટરો સહિતનો સ્ટાફ ખુટે છે અને મેડિકલ સાધનો પણ ઓછા પડી રહ્યા છે.

image source

આ સ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ ખાતે નવી 900 બેડની હોસ્પિટલ રાતોરાત ઊભી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહે પણ આ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. જો કે આ હોસ્પિટલમાં હજુ દર્દીઓને દાખલ કરવામાં નથી આવી રહ્યા. આ વાતને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ હોસ્પિટલને લઈને વધુ એક વાત પણ ચર્ચાનો વિષય બની છે. આ વાત છે કે આ 900 બેડની હોસ્પિટલની જવાબદારી કોને સોંપવામાં આવી છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે આ હોસ્પિટલની જવાબદારી અધ્યાપકોને સોંપવામાં આવી છે. જી હાં અમદાવાદની 900 બેડની હોસ્પિટલમાં સંચાલન સહિતની જવાબદારી અધ્યાપકોને સોંપવામાં આવી છે. આ જવાબદારી જેમને સોંપાઈ છે તેમાં 4 આચાર્ય સહિત 20 પ્રોફેસર છે. ઉલ્લેખનીય છે કે હાલ કોલેજો બંધ હોવાથી અધ્યાપકોને હોસ્પિટલનું સંચાલન કરવાની જવાબદારી આપી દેવામાં આવી છે. હાલ આટલા અધ્યાપકોને જવાબદારી અપાઈ છે પરંતુ થોડા સમય બાદ અન્ય પ્રોફેસરોને આ જવાબદારી સોંપવામાં આવશે.

image source

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે દર્દીને સારવાર મળે તે પહેલા જ તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા એટલી છે કે મેડિકલ સ્ટાફ પણ ઓછો પડે છે. ત્યારે આ નવી બનેલી હોસ્પિટલમાં ગુજરાત સરકાર દ્વારા અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી છે. જો કે માત્ર અધ્યાપકોને જ નહીં પરંતુ અલગ અલગ સરકારી વિભાગના સ્ટાફને પણ કોરોનાની સારવાર સંબંધિત જવાબદારી સોંપવામાં આવી રહી છે. આ પહેલા શિક્ષકોને પણ કેટલાક કામની જવાબદારી સોંપવામાં આવી હતી.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે ઝડપી કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી સરકારે હવે ક્લિનિકથી લઈ દરેક હોસ્પિટલને કોરોનાના દર્દીની સારવાર કરવાની છૂટ આપી દીધી છે. તેવામાં અમદાવાદ ખાતેના GMDCમાં યુનિવર્સિટી હોલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ તાબડતોપ ઊભી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!