અમદાવાદ: આ નંબર પર ફોન કરશો એટલે ઓટો એમ્બ્યુલન્સ થઇ જશે હાજર, નહિં લે સેવાના પણ પૈસા, નોંધી લો આ નંબર

કોરોનાની બીજી લહેરખીએ લોકોને રઝળતા કરી મુક્યા છે. કોરોનાના કેસમાં એ હદે વધારો થઈ રહ્યો છે કે એમ્બ્યુલન્સ પણ ખૂટી પડી છે. એમાં પણ લોકોને વેઇટિંગ મળી રહ્યું છે.એવામાં અમદાવાદ શહેરના રિક્ષા ચાલકો દેવદૂત બનીને સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ રીક્ષા ચાલકો દ્વારા શહેરમાં ઓટો એમ્બ્યૂલન્સની શરૂઆત કરવામાં આવી છે. આ રિક્ષા દ્વારા દર્દીઓને વિના મૂલ્યે હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. આ રીક્ષા ચાલકો હવે ફક્ત એક કોલમાં જ PPE કીટમાં સજ્જ થઈ દર્દીઓને સેવા આપશે.

image source

આ સેવા વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે એ હેતુથી એક હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. આ સેવા માટે દર્દી પાસે
કોઇ ચાર્જ નહી વસૂલાય. અને 7600660760 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે આ રિક્ષા ચાલકોને આ ભલા કામ માટે પનાહ નામની એક સંસ્થા ભાડુ આપશે. હાલ તો 10 રિક્ષા એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રિપોર્ટ કરાવવા અને દવા લાવવા માટે પણ મદદ પૂરી પાડવામાં આવશે.

image source

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક મહિનાથી કેસ સતત વધી રહ્યા છે ત્યારે આજે કોરોનાના 14, 352 નવા કેસ સામે આવ્યા છે જયારે 24 જ કલાકમાં સરકારી આંકડા અનુસાર 170 લોકોના મોત થયા છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં 24 કલાકમાં 7803 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે..

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસના આંકડાઓની ગતિમાં હવે ધીમે ધીમે ઘટાડો જોવાં મળ્યો છે. ગઇકાલે રાજ્યમાં 14,340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14,352 કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે. હાલની વાત કરીએ તો હાલ રાજ્યમાં કોરોના વાયરસના સતત વધતાં કેસના કારણે અત્યારે 1,27,840 એક્ટિવ કેસ છે જ્યારે તેમાંથી 418 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે તથા અત્યાર સુધીમાં 6656 ગુજરાતીઓ કોરોના વાયરસને લીધે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે

image source

ગુજરાતના સુરત અને અમદાવાદમાં કોરોનાની અસર સૌથી વધુ જોવા મળી રહી છે.. અમદાવાદ શહેરમાં આજે 5669 કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 1858 કેસ નોંધાયા છે અને 23 દર્દીઓના મોત થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *