અભિષેક અને ઐશ્વર્યા રાયનો ફ્લેટ છે આટલો મોંઘો, જોઇ લો અંદરનો નજારો તસવીરોમાં, પણ ખાસ જોજો રૂમમાં લાગેલો પંખો કારણકે…

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને બોલીવુડમાં એક સફળ કપલ તરીકે ઓળખવામાં આવે છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લગ્ન પછીથી જ બચ્ચન પરિવાર સાથે જુહુમા આવેલા એમના જલસા બંગલામાં રહી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે આ કપલ પાસે મુંબઈના બાંદ્રા વિસ્તારના કુરલા કોમ્પ્લેક્સમાં એક આલિશાન લકઝરી એપાર્ટમેન્ટ પણ છે. તો ચાલો આજે જોઈ લઈએ એમના આ આલિશાન બંગલાની એક ઝલક.

21 કરોડમાં ખરીદ્યું હતું આ ઘર.

image source

બોલિવુડના રોયલ કપલ તરીકે ઓળખાતા ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને બંદરના કુરલા કોમ્પ્લેક્સમક એક આલિશાન લકઝરી એપાર્ટમેન્ટ ખરીદેલુ છે. 5500 સ્કેવર ફૂટમાં ફેલાયેલા આ લકઝરી એપાર્ટમેન્ટની કિંમત લગભગ 21 કરોડ જાણવા મળી છે.

વર્ષ 2015માં લીધો હતો એપાર્ટમેન્ટ.

image source

મળેલી માહિતી અનુસાર ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને આ એપાર્ટમેન્ટ વર્ષ 2015માં ખરીદ્યું હતું. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને આ આલિશાન એપાર્ટમેન્ટ માટે 38000 રૂપિયા પ્રતિ સ્કેવર ફૂટ લેખે ચૂકવ્યા છે.

ઘરને સજાવ્યું છે કંઈક આ રીતે.

image source

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના એપાર્ટમેન્ટને આલિશાન અને સુંદર રીતે ડિઝાઇન કર્યું છે તલટી પંથકી એસોસિયેટસે. તમને જણાવી દઈએ કે તલટીએ જ બીજા સેલેબ્સ જેવા કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા અને કંગનાને ઘરને પણ ડિઝાઇન કર્યું છે.

image source

જો વાત કરી આ ફ્લેટની અંદર ની તો તે ખૂબ જ સુંદર છે અને ત્યાં તમામ સુખ-સુવિધાઓ પણ છે. ઘરના લિવિંગ રૂમમાં તેમણે આરામદાયક સોફા લગાવ્યા છે અને સાથે જ ઘરની લગભગ દરેક દિવાલ ઉપર તેમણે સુંદર ફોટાઓ રાખ્યા છે.

તેમના એપાર્ટમેન્ટ ની અંદર સ્વિમિંગ પૂલ પણ છે, આ ઉપરાંત તેમના આખા ઘરમાં ડ્યુરેબલ વુડન ફ્લોરિંગ પણ જોવા મળી છે.

સોનમ છે ઐશ્વર્યા રાયની પડોશી.

ખાસ વાત એ છે જે કોમ્પ્લેક્સમાં ઐશ્વર્યા અને અભિષેકનું ઘર છે એ જ કોમ્પ્લેક્સમાં સોનમ કપૂરનું પણ ઘર છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ છે પડોશી.

image source

જાણકારી અનુસાર ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પાસે વર્લીમાં એની બેસેન્ટ રોડ પર આવેલા સ્કાઈલાર્ક ટાવરમાં પણ એક ઘર છે જે 37મી માળે છે. સ્કાઈ લાર્કમાં જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પણ 5 બીએચકેનો ફ્લેટ લીધેલો છે.

દુબઈમાં પણ છે કરોડોનો વીલા.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે મુંબઈથી મિલો દૂર પણ પોતાનું નવું ઘર વસાવેલું છે. દુબઈની પોઝ પ્રોપર્ટી જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનું એક વીલા છે. તમે જાતે જ અંદાજો લગાવી શકો છો કે આ વિલાની કિંમત કેટલા કરોડ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત