Site icon News Gujarat

આજે જ ટ્રાય કરો આ ઘરેલૂ ઉપાયો અને મેળવો નાકના ડાર્ક કોર્નરથી છૂટકારો

ગરમીની સીઝનમાં તડકા અને પ્રદૂષણના સંપર્કમાં આવવાના કારણે સ્કીન કાળી પડે છે. આ ડાર્ક સ્કીનથી છૂટકારો મેળવવા આપણે અનેક ઉપાયો કરીએ છીએ. પણ નાકની પાસેની સ્કીન પર ડાર્કનેસ જોવા મળતી રહે છે. નાક પર પડતા ડાર્ક કોર્નર ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. એવામાં ઘરેલૂ ઉપાય બતાવી રહ્યા છીએ જે તમારી મદદ કરી શકે છે.

image source

લીંબુનો રસ કરશે મદદ

લીંબુમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે નાકના ડાર્ક કોર્નરને હટાવવામાં મદદ કરે છે. નાકના જે ભાગમાં ડાર્કનેસ છે ત્યાં લીંબુના રસને થોડીવાર સુધી ઘસો, જ્યારે રસ સૂકાઈ જાય તો ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો.

અલોવેરા જેલ

image source

સ્કીન પરની ડાર્કનેસને હટાવવા માટે એલોવેરા જેલ મદદ કરે છે. નાકના ડાર્ક કોર્નરથી છૂટકારો મેળવવા માટે શુદ્ધ અલોવેરા જેલને એ ભાગમાં ઘસો. ડાર્કનેસ વાળા ભાગમાં થોડી વાર સુધી તેને ઘસ્યા બાદ તેને સૂકાવવા દો. સૂકાયા બાદ ફેસ વોશ કરી લો.

ઈંડાનો ઉપયોગ

image source

એક ઈંડું લો અને સાથે તેની અંદરના સફેદ ભાગને તમારા નાક પર લગાવો. જ્યારે તે સૂકાઈ જાય તો તેને ઘસો અને પછી ધોઈ લો. તે નાકના ડાર્ક કોર્નરને હટાવવામાં મદદ કરે છે.

વિનેગર

વિનેગર એટલે કે સિરકા પણ ડાર્કનેસ ઘટાડવાનું કામ કરે છે. સિરકાના થોડા ટીપાને એક ચમચી પાણીમાં નાંખો. આ પાણીના ટીપાને કોટન પેડની મદદથી નાક પર લગાવો. આમ કર્યા બાદ તેને પાણીથી ધોઈ લો.

ટામેટા

image source

ટામેટાને સારી રીતે ગ્રાઈન્ડરમાં ફેરવીને તેની પેસ્ટ બનાવી લો. તે બ્લેક હેડ્સ હટાવવામાં તમારી મદદ કરશે. તેને નાક પર લગાવીને 15 મિનિટ સુધી મસાજ કરો. જો કે તમે તેને આખા ફેસ પર પણ યૂઝ કરી શકો છો. આ પછી ફેસને ઠંડા પાણીથી ધોઈ લો.

દહીં

દહીંમાં લેક્ટિક એસિડ મળે છે. તેની અસર ત્વચા પર બ્લીચનું કામ કરે છે. તમારે બસ એ કરવાનું છે કે દહીંને ચહેરા પર લગાવો અને સાથે તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.

નારંગી

image source

2 ચમચી નારંગીનો પલ્પ લો. તેમાં થોડી હળદર મિક્સ કરો. તેની પેસ્ટ બનાવો અને રાતે સૂતા પહેલા તેને નાક પર લગાવી લો. સવારે પાણીથી ફેસ ધોઈ લો.

મધ

image source

ડ્રાય સ્કીન નાકના કોર્નર પરની ડાર્કનેસનું મુખ્ય કારણ હોય છે. મધ સ્કીનને મોશ્ચરાઈઝ કરે છે. મધને નાક પર લગાવીને રહેવા દો અને સૂકાવવા દો. તે સૂકાઈ જાય તો તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.

Exit mobile version