Site icon News Gujarat

સમુદ્ર કિનારે આવેલા અક્ષયના આલિશાન બંગલામાં ખાસ જોજો ગણેશજીની મૂર્તિ, જે જોઇને તરત બોલી ઉઠશો WOW

વર્ષ 1991માં સોગંધ ફિલ્મથી બોલીવુડમાં કરિયરની શરૂઆત કરનાર અક્ષય કુમાર હવે બોલીવુડમાં ખેલાડી કુમાર તરીકે પણ ઓળખાય છે. અક્ષય કુમાર હાલમાં જ કોરોના સંક્રમણથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. વર્ષમાં ત્રણ ચાર ફિલ્મો કરનાર અક્ષય કુમાર ઘણી જ લકઝરી લાઈફ જીવે છે. એ મુંબઈના પ્રાઈમ બીચ જુહુના લકઝરી બંગલામાં રહે છે. આજે અમે તમને આ બંગલાના ફોટા બતાવવા જઈ રહ્યા છે

image source

અક્ષય કુમાર હાલ લગભગ 1870 કરોડ રૂપિયાની સંપત્તિના મલિક છે. અક્ષય કુમારની મોટાભાગની કમાણી બ્રાન્ડ પ્રમોશનથી થાય છે. અક્ષય કુમાર મુંબઈના પ્રાઈમ બીચ જુહુના એક લકઝરી ઘરમાં રહે છે. એમનું આ ઘર કોઈ મહેલથી જરાય ઓછું નથી. અક્ષય કુમાર પાસે એક નહિ પણ ઘણા બંગ્લા છે અને એ પણ મુંબઈમાં નહિ પણ કેનેડા અને ગોવા જેવી સુંદર જગ્યાઓ પર પણ તમે જે ફોટા જોઈ રહ્યા છો, એ મુંબઈવાળા બંગલાની છે.

image source

ઘરનું ઇન્ટિરિયર અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રીમાંથી લેખિકા બનેલી ટ્વીનકલ ખન્નાએ કર્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ એરિયા, ડાઇનિંગ એરિયા, કિચન, હોમ થિયેટર અને અક્ષય કુમારનું ક્લોઝેટ છે.

image source

અક્ષય કુમારનો આ બંગલો સમુદ્ર કિનારે છે. અહીંયા એકટર પોતાના પરિવાર સાથે રહે છે આ ઘરમાં એમને સ્વિમિંગ માટે પુલ પણ બનાવડાવ્યું છે. સાથે જ બંગલાની ગ્રીનરી પર પણ ઘણું જ ધ્યાન આપવામાં આવ્યું છે.

image source

ઘરેથી જુહુ બીચનો નઝારો ચોખ્ખો ચોખ્ખો દેખાય છે. ફર્સ્ટ ફ્લોર પર બેડરૂણ, પેન્ટ્રી, ટ્વીનકલ ખન્નાની ઓફીસ અને બાલ્કની બનાવેલી છે. જ્યાં અક્ષય કુમાર પોતાની ફેમીલી સાથે લુડો અને અન્ય ઇન્ડોર ગેમ્સ રમે છે

image source

અક્ષય કુમારના આ ઘરમાં એ બધી જ સુવિધાઓ છે જે એક સ્ટારના ઘરમાં હોવી જોઈએ. હાલ અક્ષય કુમાર કોરોનાને માત આપીને આ ઘરમાં આરામ કરી રહ્યા છે. ટ્વીનકલ ખન્નાએ પોસ્ટ કરીને અક્ષય કુમાર ઘરે પરત ફર્યા એની જાણકારી આપી હતી.

image source

અક્ષય કુમાર બોલિવુડના એકદમ ફિટ એક્ટરમાના એક છે. અને આ ઉંમરે પણ તે એકદમ ચુસ્ત શરીર ધરાવે છે.

image source

એક્ટરના વર્ક ફ્રન્ટની વાત તો આ વર્ષે એમની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. સૌથી વધુ ચર્ચા એમની રોહિત શેટ્ટી સાથે ની ફિલ્મ સૂર્યવંશીને લઈને છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક પોલીસવાળાના રોલમાં દેખાવાના છે. જો કે કોરોના વાયરસના કારણે આ ફિલ્મની રિલીઝ પર પણ અસર પડી છે.

Exit mobile version