અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં, જાણો ટ્વિટ કરીને ફેન્સને શું આપ્યો ખાસ મેસેજ…

બોલિવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર કોરના પોઝિટિવ થયા છે. એકટર અક્ષય કુમારે થોડીવાર પહેલા જ પોતામાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે અક્ષય કુમારે કહ્યું છે કે છેલ્લા થોડા દિવસમાં એમની નજીક જેટલા પણ લોકો આવ્યા છે એ બધા જ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.

image source

છેલ્લા કેટલાક દિવસથી બોલિવુડના ઘણા મોટા કલાકારો કોરોનાનો શિકાર બન્યા છે. તો બીજી બાજુ ઘણા કલાકારોએ કોવિડ 19ની વેકસીન પણ લગાવી રહ્યા છે. હાલમાં જ આલિયા ભટ્ટને પણ કોરોના વાયરસ થયો છે. એટલે એ હાલના દિવસોમાં પોતાના ઘરે જ હોમ કોરોન્ટાઇન છે. એટલું જ નહીં અક્ષય કુમારે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતે કોરોના પોઝિટીવ થયા હોવાની જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ” હું બધાને સૂચિત કરવા માગું છું કે આજે સવારે મેં મારો કોવિડ 19 ટેસ્ટ કરવાયો હતો અને એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને મેં તરત જ પોતાની જાતને કોરોન્ટાઇન કરી લીધી છે. હું ઘરે જ કોરોન્ટાઇન છું. હું એ બધા લોકોને વિનંતી કરું છું જે મારા સંપર્કમાં આવ્યા છે, પોતાનો કોવિડ 19 ટેસ્ટ કરાવી લે અને પોતાનું ધ્યાન રાખે, જલ્દી જ મળીશું.”

image source

અક્ષય કુમાર હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મોના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત હતા. જે કારણે એકટર અક્ષય કુમારને કોઈ સેટ પર જ કોરોના વાયરસે ઝપેટમાં લીધા છે. અક્ષય કુમાર ઘણા દિવસથી સતત શૂટિંગ કરી રહ્યા છે.જ્યાં હાલમાં જ અક્ષય કુમારે પોતાની ફિલ્મ અતરંગી રેનું શૂટિંગ પૂરું કર્યું છે. અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી આ મહિનાના અંત સુધીમાં રિલીઝ થવા જઈ રહી છે. તો હવે એવું લાગી રહ્યું ચર કે હવે પછીના 10 થી 12 દિવસ અક્ષય કુમાર પોતાની આ ફિલ્મનું પ્રમોશન નહિ કરી શકે. હવે એ જોવાનું છે કે અક્ષય કુમાર ક્યારે પોતાના કામ પર પરત ફરે છે

image source

કોરોના વાયરસે આખા ભારતમાં ફરી એકવાર માથું ઉંચકીને લોકોમાં ફરી ડરનો માહોલ ફેલાવી દીધો છે. ઘણા કલાકરો પણ અત્યાર સુધી કોરોના વાયરસનો શિકાર બની ચુક્યા છે. કાર્તિક આર્યન, રણબીર કપિર, આમિર ખાન, આલિયા ભટ્ટ, કૃતિ સેનન, પરેશ રાવલથી લઈને ઘણા ટીવીના કલાકારો પણ શૂટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ થયા છે. હાલમાં જ ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *