બાપ રે બાપ! આલિયા તો પહોંચી ગઇ રણબીરની બિલ્ડિંગમાં, અને પછી જાહેર કરી એવી વાત કે…

આલિયા ભટ્ટ બોલીવુડની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાંથી એક છે. આલિયા ભટ્ટની છેલ્લી ફિલ્મોએ બોક્સ ઓફીસ પર જબરદસ્ત કમાણી કરી હતી. આલિયા ભટ્ટ હાલ મુંબઈના જુહુ વિસ્તારમાં પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે રહે છે. હવે આલિયા ભટ્ટે મુંબઈમાં જ એક આલિશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ એમના બોયફ્રેન્ડ રણબીર કપૂરના જ કોમ્પ્લેક્સમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈના બાંદ્રા સ્થિત વાસ્તુ એપાર્ટમેન્ટમાં રણબીર કપૂર સાતમા માળે રહે છે, હવે આલિયા ભટ્ટે પણ આ જ ટાવરમાં પાંચમા માળે એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ 2450 સ્કવેર ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. આ મુંબઈનો સૌથી પોઝ એરિયામાં બનેલું છે. એટલે કે હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું સરનામું એક જ થઈ જશે.

image source

ખાસ વાત એ છે કે 12 માળના આ કોમ્પ્લેક્સમાં કપૂર પરિવારના કૃષ્ણા રાજ બંગલા પાસે છે. આ એપાર્ટમેન્ટ માટે આલિયા ભટ્ટે એક ખૂબ જ મોટી રકમ ચૂકવી છે. એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટે આ ફ્લેટ 32 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે આ ઘર ઉપરાંત આલિયાએ આ પહેલા જૂહુમાં પણ 13.11 કરોડ રૂપિયાનું એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.

image source

આલિયા ભટ્ટે પોતાના આ નવા એપાર્ટમેન્ટમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગની જવાબદારી શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનને આપી છે. ગૌરી ખાને જ રણબિર કપૂરના એપાર્ટમેન્ટનજ ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું હતું. જેના ફોટા પણ એ સમયે ખૂબ જ વાયરલ થયા હતા.

image source

એવી પણ ખબર આવી રહી છે કે આલિયા ભટ્ટે પોતાના આ નવા ઘરમાં હવન અને લક્ષ્મી પૂજન પણ કરાવ્યું હતું. એમાં પરિવારના લોકોની સાથે સાથે રણબીર કપૂર, કરણ જોહર અને અયાન મુખર્જી પણ સામેલ થયા હતા. આશા રાખવામાં આવે છે કે આલિયા ભટ્ટ જલ્દી જ પોતાના આ ઘરમાં બહેન શાહીન ભટ્ટ સાથે શિફ્ટ થઈ શકે છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. લોકડાઉન દરમિયાન આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે એમના જ ફ્લેટમાં રહેવા લાગી હતી. હાલના દિવસોમાં બંને પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. તો બીજી બાજુ થોડા થોડા દિવસે બંનેના લગ્નના સમાચાર પણ આવતા રહે છે.

image source

જોનકે મીડિયા દ્વારા જ્યારે લગ્ન અંગે પુછવામાં આવતા આલિયાએ ખુબ મજેદાર જવાબ આપ્યો હતો આલિયાએ કહ્યું- આજકાલ દરેક લોકો મને આ જ સવાલ કરી રહ્યાં છે. તેને કહ્યું હજુ તો હુ માત્ર 25 વર્ષની જ છું, અને આટલી જલ્દી લગ્ન કેવી રીતે કરી શકુ. જો કોઇને કોઇ સવાલ હોય તો મારા કામ વિશે કરે. લગ્ન જ્યારે થશે ત્યારે બતાવી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!