Site icon News Gujarat

આલિયા અને રણબીરની ક્યૂટ કેમેસ્ટ્રી થઈ રહી છે વાયરલ, એકબીજાના પ્રેમમા ગળાડૂબ થઈને આપ્યાં બોલ્ડ પોઝ

આલિયા અને રણબીરની કેટલીક તસવીરો વાઇરલ થઇ રહી છે જેમાં, બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ચાહકો આતુરતાથી બંનેને મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યા છે, જો કે બ્રહ્માસ્ત્ર ફિલ્મ રિલીઝમાં હજી ટાઈમ છે, પરંતુ તે પહેલા બંને એક એડમા જોવા મળશે. આલિયા અને રણબીરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં બંને સ્ટાર્સ ડિરેક્ટર ગૌરી શિંદે સાથે પોઝ આપતા નજરે પડે છે. આલિયા ગ્રીન કુર્તા અને ગુલાબી દુપટ્ટા પહેરેલી જોવા મળી રહી છે. રણબીર કપૂર પોલો ટી-શર્ટ અને મેચિંગ ટ્રેક પેન્ટમાં જોવા મળ્યા હતા.

image source

આ જોડીની કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. તેથી જ ટીવી કોમર્શિયલ પણ આ દંપતીના ચાહકોમાં આલિયા અને રણબીર ચર્ચાનો વિષય બન્યાં છે. અહીં એક એડ શૂટના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની એક એડ તાજેતરમાં જ બહાર પડી છે અને આ એડ બહાર પાડવાની સાથે તરત જ ચાહકોમાં ઘણી લોકપ્રિય થઈ ગઈ છે. વાત કરીએ આ વીડિયોની તો આ વીડિયોમાં આલિયા અને રણબીરની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ચોક્કસ, આ એડ તેના ચાહકો માટે યાદગાર રહેશે. તાજેતરમાં અમને આ એડના કેટલાક ફોટા જોવા મળી રહ્યાં છે. આ એડના ડાયરેકટર ગૌરી શિંદે છે.

image source

આ તસવીરોમાં ડાયરેકટર ગૌરી સાથે કેમેરા માટે પોઝ આપતાં જોવા મળી રહ્યાં છે અને તેઓ સાથે મળીને કામ કરતાં ખૂબ ખુશ દેખાઈ રહ્યાં છે. મજાની વાત એ છે કે, આલિયા કમર્શિયલની સાથે ફરી તેની ફિલ્મ ‘ડિયર જિંદગી’ના નિર્દેશક ગૌરીને મળી રહી છે અને તે હંમેશાની જેમ ઉત્સાહિત દેખાતી રહી છે.

image source

મળતી માહિતી મુજબ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તાજેતરમાં જ મુંબઈમાં આ કમર્શિયલ માટે શૂટિંગ પૂર્ણ કર્યું હતું, જેની તસવીરો ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે અને ફેન તેને ખુબ પસંદ પણ કરી રહ્યાં છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો પ્રેમ સંબંધ ઘણીવાર બોલિવૂડમાં હેડલાઇન્સન બનતો રહ્યો છે. આ બંને પર્સનલ અને પ્રોફેશનલ ફ્રન્ટને લઈને વિશે ચર્ચામાં રહેતા હોય છે.

image source

વાત કરીએ જો વાઇરલ થયેલા આ ફોટોની તો આ તસવીરોમાં રણબીર કપૂર વ્હાઇટ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો સુંદર લૂક આપી રહ્યો છે. તો બીજી તરફ આલિયા ભટ્ટ પણ લીલા સલવાર કુર્તીમાં ગુલાબી દુપટ્ટા સાથે એકદમ સુંદર દેખાઈ રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઘણાં ટીવી એડ્સમાં સાથે જોવા મળતાં રહેતાં હોય છે. આ સિવાય, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ઘણા ટીવી એડ્સમાં સાથે કામ કર્યું છે, પરંતુ તેમની પહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની રિલીઝ ડેટ હજુ આવવાની બાકી છે.

image source

રણબીર અને આલિયા બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં સાથે જોવા મળશે. આ બંનેની સાથે પહેલી ફિલ્મ છે. તેની જાહેરાત વર્ષ 2018 માં કરવામાં આવી હતી. આ ફિલ્મમાં આલિયા અને રણબીર સિવાય અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન અને ડિમ્પલ કાપડિયા જેવા સ્ટાર્સ જોવા મળશે. ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે રિલીઝની તારીખ આગળ ધપાવી હતી. આ દિવસોમાં આ કપલનો જે થ્રો બેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં, આમાં રણબીર અને આલિયા એક એવોર્ડ શોમાં જોવા મળી રહ્યા છે.

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version