Site icon News Gujarat

અમિતાભે ખરીદ્યો આટલા કરોડમાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ, સની લિયોનીએ પણ આ જ સ્કીમમાં ખરીદ્યો છે ફ્લેટ, કિંમત જાણીને આંખો થઇ જશે પહોળી

મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં જ મુંબઈમાં એક ડુપ્લેક્સ ખરીદ્યું છે. જેની કીંમત અંદાજે 31 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ એક ડુપ્લેક્સ ફ્લેટ છે. આ ડુપ્લેક્સની સાઈઝ 5184 સ્ક્વેર ફૂટ છે. અમિતાભ બચ્ચન આ પ્રોપર્ટીના ખરીદ્યા બાદ ચર્ચામાં આવ્યા છે.

image source

અમિતાભ બચ્ચનને આ પ્રોપર્ટીમાં રોકાણ ગત વર્ષે ડિસેમ્બરમાં કર્યું હતું અને તેનું રજિસ્ટ્રેશન એપ્રિલ 2021માં થયું છે. રિપોર્ટનું માનીએ તો આ પ્રોપર્ટી માટે મહાનાયકે એક સ્કેવર ફૂટ દીઠ 60 હજાર રૂપિયા ચુકવ્યા છે. આ પ્રોપર્ટી માટે તેમણે 62 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.

અમિતાભ બચ્ચને આ ડુપ્લેક્સ ક્રિસ્ટલ ગૃપના અટલાંટિસ પ્રોજેક્ટમાં ખરીદ્યો છે. ક્રિસ્ટલ ગૃપ ટીયર-2 લેવરના બિલ્ડર છે. રિપોર્ટ પ્રમાણે અમિતાભ બચ્ચને ડિસેમ્બર 2020માં પોતાના માટે આ ડુપ્લેક્સ પ્રોપર્ટી ખરીદી હતી. પરંતુ એપ્રિલ 2021માં તેમણે તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેથી આ વાત હવે સામે આવી છે. અમિતાભ બચ્ચને પોતાના નવા ડુપ્લેક્સના રજિસ્ટ્રેશન પર 62 લાખની ડ્યુટી પણ ભરી છે.

image source

અમિતાભ બચ્ચનની નવી પ્રોપર્ટીની વાત કરીએ તો તેમના અપાર્ટમેન્ટ સાથે 6 કારનું પાર્કિંગ પણ મળ્યું છે. આ ઈમારત 28 માળની છે અને અમિતાભ બચ્ચનનો ફ્લેટ 27માં માળે છે. જાણવા એમ પણ મળે છે કે મહાનાયક ઘણા સમયથી સારી પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છતા હતા તેવામાં તેમણે આ પ્રોજેક્ટમાં રોકાણ કરી તક ઝડપી લીધી છે.

image source

અમિતાભ બચ્ચન સાથે આ નવી પ્રોપર્ટીમાં અન્ય બોલિવૂડ સ્ટાર્સે પણ રોકાણ કર્યું છે જેમાં સૌથી પહેલું નામ આવે છે સની લિયોનીનું. જી હાં સની લિયોનીએ આ ઈમારતમાં 12માં માળે ઘર લીધું છે. તે પોતાના પરિવાર સાથે અહીં શિફ્ટ થવાની છે. આ ઘરની કિંમત 16 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય બોલિવૂડ ફિલ્મ નિર્દેશક આનંદ એલ રાયએ પણ આ પ્રોપર્ટીમાં પોતાનું રોકાણ કર્યું છે. તેમણે પણ ડુપ્લેક્ષ ખરીદ્યો છે. તેની કીંમત 25 કરોડ છે. આ બધા ફ્લેટ હજુ નિર્માણાધિન છે. આ બિલ્ડિંગમાં માત્ર 34 મકાન બનશે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ સંક્રમણના કારણે સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ આપી હતી જેનો લાભ પણ અમિતાભ બચ્ચનને મળ્યો છે. જણાવી દઈએ કે ઓગસ્ટ 2020માં મહારાષ્ટ્ર સરકારે સરકારને પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યૂટી 5 ટકાથી ઘટાડી 2 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી રિયલ એસ્ટેટને સપોર્ટ મળી શકે. આ છૂટ 31 ડિસેમ્બર 2020 સુધી આપવામાં આવી હતી. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે આ છૂટ 31 માર્ચ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે અને સ્ટેમ્પ ડ્યૂટી 3 ટકા કરવામાં આવી છે. તેવામાં આ નવા પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચન સહિત અનેક સ્ટાર્સ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ફ્લેટ ખરીદ્યા છે.

Exit mobile version