Site icon News Gujarat

ખુશખબર: આ વર્ષે ગુજરાતમાં સારા ચોમાસાની અંબાલાલ પટેલે કરી આગાહી, ખેડૂતો ખાસ વાંચી લે આ માહિતી

હાલમાં સમગ્ર રાજ્યામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાના કહેરને કારણે અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેને કારણે નાના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ રાજ્ય માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. તેમના મતે હવામાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં હવામાન અંગે જોતા આ વખતે પરોઢીયાનો અખાત્રીજનો પવન રાજ્યના મોટાભાગોમાં પશ્ચિમનો રહ્યો હતો. જે સારા ચોમાસાનો નિર્દેશ કરે છે. તો બીજી તરફ કેટલાક ઠેકાણે નૈઋત્યના પવનના સમાચાર પણ મળ્યાં છે. એટલે ઘણા ઓછા ભાગોમાં ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહેશે.

image source

તો બીજી તરફ ચોમાસું સમુદ્રના તાપમાનના પરિબળથી જોતા કેરળ કાંઠે 26મી મે સુધીમાં પણ આવી શકે છે. આ અંગે અબાલાલે કહ્યું કે, ચોમાસું આ વર્ષે એકંદરે સારૂં રહેવાની શક્યતા છે. તો બીજી તરફ હાલમાં દક્ષિણ કિનારે એક વાવાઝોડું પણ સક્રિય થઈ રહ્યું છે. જેનો પથ જોતા સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દરિયા કાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. તો બીજી તરફ ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. જેમા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના ભાગો, ડિસાના ભાગો, બેચરાજી, વિરમગામ અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.

image source

આ ઉપરાંત વરસાદ બાદ તા.20 મેથી રાજ્યના અન્ય ભાગોમાં અને દેશના વિવિધ ભાગોમાં સખત ગરમી પડવાની શક્યતા રહેલી છે. તો બીજી તરફ ગંગા જમનાના મેદાનો તપી ઉઠશે અને રાજસ્થાનના ભાગોમાં 1,000 મીલીબારથી ઓછું હવાનું દબાણ થતા સાનુકૂળ ચોમાસાની શક્યતા રહેલી છે. જોકે બીજી તરફ આંધી અને ધૂળની ડમરીઓનું પ્રમાણ વધવાની શક્યતા પણ રહેલી છે. નોંધનિય છે કે, ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી થઈ શકે છે. જ્યારે રાજસ્થાનના કેટલાક ભાગોમાં 48 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગરમી જોવા મળી શકે છે. નોંધનિય છે કે, આ વાવાઝોડા બાદ સમુદ્રનું તાપમાન ઉંચું રહેતા મે માસના અંતમાં આવા વાવાઝોડા બન્યા જ કરશે. કારણ કે આ વખતે હવામાનની સ્થિતિ વિશેષ થશે. આમ અંબાલાલે રાજ્યમાં ચોમાસામે લઈને આગાહી કરી છે.

image source

તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને એક મોટું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વર્ષે 31 મેના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે.

image source

હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન (જૂન-સપ્ટેમ્બર) સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસાની ઋમાં 96-104 ટકા વરસાદ પડે તેવી સંભાવના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version