આમિરે 9 વર્ષ નાની કિરણ સાથે કર્યા હતા લગ્ન, જાણો આમિર-કિરણની ખાસ વાત, રાજવી પરિવારની છે કિરણ રાવ

આમિર ખાન અને કિરણ રાવે અલગ થવાનો નિર્ણય કર્યો છે. બન્નેએ 15 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. આમિર અને કિરણે અલગ થવાં પર સંયુક્ત સ્ટેટમેન્ટ જાહેર કર્યું. એમને કહ્યું કે અમારા બિઝનેસ રિલેશન જળવાઈ રહેશે. એ સિવાય અમે બાળકોનો ઉછેર પણ સાથે મળીને કરીશું. આમિર અને કિરણના ડિવોર્સની ખબર ફેન્સ માટે ખૂબ જ શોકિંગ છે. આમિર અને કિરણે પોતાના દીકરા આઝાદ વિશે કહ્યું કે અમે અમારા દીકરા આઝાદ માટે એક સમર્પિત પેરેન્ટ્સ રહીશું અને એને સાથે જ મોટો કરીશું.

image source

કિરણ રાવે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત આમિર ખાન સ્ટારર ફિલ્મ લગાનમાં સહાયક નિર્દેશક તરીકે કરી. ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારીકરે કર્યું. એ પછી કિરણ સ્વદેશમાં પણ એમને આસિસ્ટ કર્યું. કિરણે ફિલ્મ દિલ ચાહતા હેમા કેમિયો રોલ પણ કર્યો હતો. લગાન દરમિયાન જ કિરણ રાવની પહેલી મુલાકાત આમિર ખાન સાથે થઈ હતી.

image source

આ બાજુ આમિર ખાનના અંગત જીવનમાં પણ ઘણી ચડઉતર આવી રહી હતી. આમિર ખાને બાળપણની મિત્ર રીના સાથે લગ્ન કર્યા પછી લગ્નના 16 વર્ષ પછી ડિવોર્સ લીધા. ડિવોર્સના 3 વર્ષ પછી આમીરની જિંદગીમાં કિરણ રાવ આવી.

image source

કિરણ રાવ સાથેની મુલાકાત વિશે એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાને જણાવ્યું હતું કે ફિલ્મ લગાન દરમિયાન કિરણ બસ મારી ટીમની સભ્ય હતી. ત્યારે એ આસિસ્ટન્ટ ડિરેકટર હતી. રીના સાથે ડિવોર્સ પછી કિરણને મળ્યો, એ એ સમયે મારી સારી મિત્ર પણ નહોતી, ડિવોર્સ પછી હું ટ્રોમાંમાંથી પસાર થઈ રહી હતી. એ દરમિયાન એક દિવસ કિરણનો ફોન આવ્યો.

image source

આમિરે આગળ જણાવ્યું હતું કે કિરણ સાથે મેં લગભગ અડધો કલાક વાત કરી. એની સાથે વાત કરીને મને સારું લાગી રહ્યું હતું. એ કોલ પછી અમે એકબીજાને ડેટ કરવાનો નિણર્ય કર્યો. લાંબા સમયની મિત્રતા પછી મને એવું લાગવા લાગ્યું કે એના વગર મારી કોઈ જીંદગી નથી. બસ પછી શું અમે અમારા સંબંધને એક નવું નામ આપ્યું અને પછી વર્ષ 2005માં લગ્ન કરી લીધા.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ પ્રોડ્યુસર, ડાયરેકટર, સ્ક્રીનરાઇટર અને આમિર ખાનની પત્ની કિરણ રાવ શાહી પરિવારમાંથી છે. એમના દાદા વાનાપાર્થિના રાજા હતા. વાનાપાર્થિ હાલ તેલંગણા રાજ્યમાં છે. કિરણ રાવ, અદિતિ રાવ હૈદરીની બહેન છે. એ પણ રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે.કિરણ રાવનો જન્મ 7 નવેમ્બર 1973ના રોજ તેલંગણા (ત્યારે આંધ્રપ્રદેશ)માં થયો હતો.

image source

કિરણે પોતાનું બાળપણ કોલકાતમાં વિતાવ્યું હતું. ત્યાં તેણે લોરેટો હાઉસથી પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. કિરણે સોફિયા કોલેજ ઓફ વુમનથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને એમજેકે માસ કમ્યુનિકેશન રિસર્ચ સેન્ટરમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી. આમિર અને કિરણનો એક દીકરો છે આઝાદ રાવ ખાન.