કોરોના વાયરસની મહામારીથી છેલ્લા કેટલાક મહિનાઓથી દુનિયા ભરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પણ હજી આ જીવલેણ બીમારી થોભવાનું નામ નથી લઈ રહી. જો કે હવે કોરોના વાયરસની વેકસીન પણ ભારતમાં પહોચી ચુકી છે જેનાથી કદાચ હવે કોરોના વાયરસના સંક્રમણ પર લગામ લાવી શકાશે.
પણ આ બધાની વચ્ચે એનાથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા પણ રોકાવાનું નામ નથી લઈ રહી. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ શરૂઆતથી જ આ જીવલેણ વાયરસની અસર જોઈ શકાય છે. તો હવે વધુ એક ટેલિવિઝન અભિનેતા કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે અને એ અભિનેતા છે મોહીત મલિક.
આ વાતની જાણકારી મોહિત મલિકે જાતે જ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. મોહિત મલિકે એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે 3 કોરોનાથી સંક્રમિત થયા છે. એમને આગળ એ પણ જનવાયું છે કે એમની પત્ની અદિતિ મલિક એકદમ સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અદિતિ મલિકે પોતાની પ્રેગ્નનસીનું એનાઉન્સમેન્ટ કર્યું હતું.
મોહિત મલિકે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એમને લખ્યું છે કે ” જેટલું આપણે આપણી તરફથી બેસ્ટ પ્રયત્ન કરી શકીએ છીએ, આપણે એટલી સાવધાની રાખીએ છીએ. મને તાવ આવ્યો અને મારી પહેલી પ્રતિક્રિયા એવી હતી કે કોવિડ- 19 ટેસ્ટ કરાવવો છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌભાગથી અદિતિ એકદમ સુરક્ષિત છે. પણ અમે બંનેએ પોતાની જાતને આઇસોલેટ કરી લીધા છે.”
મોહિત મલિકે આગળ લખ્યું છે કે “મેં મારી જાતને કોરોન્ટાઇન કરી લીધી છે. હું બધાને અનુરોધ કરું છું કે જે લોકો હાલમાં જ મારા સંપર્કમાં આવ્યા હતા, એ સાવધાની રાખે અને જો કોઈ લક્ષણ દેખાય તો કોરોના ટેસ્ટ કરાવે. પ્રાર્થના કરો કે આપણે આ અઘરી પરિસ્થિતિમાંથી જલ્દી જ બહાર નીકળી જઈએ, ફક્ત આપણે જ નહીં પણ જે લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ બધા જ.”
તમને જણાવી દઈએ કે મોહિત મલિક હાલમાં લોકડાઉન કી લવ સ્ટોરી સીરિયલમાં દેખાયા હતા. મોહિત અને અદિતિએ થોડા સમય પહેલા જ માતા પિતા બનવાની ખુશી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મોહિત અને અદિતિએ ડિસેમ્બર 2010માં લગ્ન કર્યા હતા. હવે બંને લગ્નના 10 વર્ષ પછી પહેલીવાર માતા પિતા બનવા જઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત