લોકડાઉનમાં કંઈ કામ ન મળતા આ બે અભિનેત્રીઓ બની ગઈ વેશ્યા, પોલીસે મોટા સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે બધાના કામ ધંધા પણ ઠપ છે. ખાસ કરીને બોલિવૂડમાં પણ ફિલ્મ શુટિંગ બંધ છે અને કોઈ પાસે કંઈ જ કામ નથી. જેની સાઈડ ઈફેક્ટ તરીકે હાલમાં એક એવો કેસ સામે આવ્યો છે કે જે જાણીને આખું ગામ ધ્રુજી ઉઠશે. કારણ કે થાણે ક્રાઈમ બ્રાંચ યુનિટ 1 ની ટીમે બુધવારે બપોરે થાણેના પાચપાખડી વિસ્તારમાં એક મકાનમાં દરોડો પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી બે અભિનેત્રીઓ, બે મહિલા એજન્ટો અને એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

image source

જ્યારે આ મામલે પૂછપરછ કરવામાં આવી તો એ દરમિયાન આ લોકોએ પોલીસને જણાવ્યું હતું કે અમને લોકડાઉનમાં કામ મળ્યું ન હતું તેથી વેશ્યાવૃતિનો ધંધો શરૂ કર્યો હતો. આ કેસ વિશે વાત કરતાં ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું છે કે થાણે ક્રાઇમ બ્રાંચ યુનિટ -1 ની ટીમને મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચ યુનિટ -1 ની ટીમે દરોડો પાડી આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ બંને અભિનેત્રીઓ પાસે લોકડાઉનમાં કંઈ કામ નહોતું. આવી સ્થિતિમાં પૈસાની તંગી ઉભી થઈ અને તેણે આ વ્યવસાય શરૂ કર્યો. બંને અભિનેત્રીઓ મુંબઈના એક મોટા સેક્સ રેકેટ એજન્ટના સંપર્કમાં હતી.

image source

આ કેસમાં એક વાત એ પણ કહેવામાં આવી રહી છે કે વેશ્યાવૃત્તિ માટે તેણે થાણે શહેર પસંદ કર્યું કારણ કે તે અહીંના પોલીસથી એટલો ડર નહોતો. જો કે તેનો અંદાજો ખોટો પડ્યો અને હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

prostitution
image source

દલાલોએ એક રાતના ભાવ માટે ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની માંગ કરી હતી. કઈ રીતે પ્લાન હતો એ વિશે વાત કરી કે નિર્ધારિત સમય મુજબ બંને અભિનેત્રીઓ થાણેની પાચપાખડી નટરાજ સોસાયટીમાં આવી હતી. તાત્કાલિક પોલીસને તેમના આગમનની બાતમી મળી હતી અને સ્થળ ઉપર જ ક્રાઇમ બ્રાંચ યુનિટ -1 ના સિનિયર ઈન્સ્પેક્ટર કોકણેએ દરોડો પાડ્યો હતો.

image source

જ્યારે પોલીસે જોયું તો બધા ચોંકી ગયા. કારણ કે દરોડા દરમિયાન પોલીસે બે અભિનેત્રીઓ, બે મહિલા એજન્ટો અને એક પુરુષ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. આ કેસ વિશે વાત કરતાં પોલીસ પણ કહે છે કે આ એક હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ છે, તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

image source

પકડાયેલા લોકોની પૂછપરછ કર્યા બાદ પોલીસ હવે તેની સાથે જોડાયેલા વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ધરપકડ બાદ બંને અભિનેત્રીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ કામ નથી. તેને પૈસાની તીવ્ર જરૂર હતી. ક્યાંય કોઈ મદદ પણ મળી રહી નથી. તેથી મજબૂરીમાં તેને આ વ્યવસાયમાં પ્રવેશ કરવો પડ્યો. જો કે લોકો આ વાત સાથે સહેમત નથી થતાં અને ફિટકાર વરસાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!