Site icon News Gujarat

મોટા સમાચાર: સૌરાષ્ટ્રના પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર જાડેજાનું કોરોનાના કારણે નિધન, પરિવારમાં શોકનો માહોલ

કોરોનાની બીજી લહેરમાં અનેક દિગ્ગજ ખેલાડીઓને ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોનાની બીજી લહેર હજારો લોકોના જીવ લઈ ચુકી છે અને લાખો લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જો કે હવે કોરોનાની બીજી લહેર શાંત પડી છે અને ધીરેધીરે કોરોનાના સંક્રમણના કેસ પણ ઘટી રહ્યા છે. જો કે હજુ પણ કોરોનાથી સતર્ક રહેવાની જરૂર તો છે. ક્રિકેટના ચાહકો માટે રવિવારનો દિવસ માઠા સમાચાર લાવ્યો છે. ભારતીય ટીમના એક દિગ્ગજ ખેલાડી આજે કોરોના સામે જીવનની જંગ હારી ગયા છે.

image source

કોરોનાના સંક્રમણના કારણે સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર રાજેન્દ્રસિંહ જાડેજાનું નિધન થયું છે. 66 વર્ષીય જાડેજા ભારતીય ક્રિકેટ બોર્ડના રેફરી પણ રહી ચુક્યા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘે રવિવારે આ જાણકારી આપી હતી. એસસીએના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે એસસીએમાં બધા જ રાજેન્દ્રસિંહ જાડેજાના આકસ્મિક નિધનથી દુખી છે. જે સૌરાષ્ટ્રના ભૂતકાળના સૌથી શાનદાર ક્રિકેટરમાંથી એક હતા. કોવિડ 19 વિરુદ્ધની લડાઈમાં આજે તેમનું સવારે નિધન થયું હતું.

image source

જાડેજા જમણા હાથે ઉમદા અને ફાસ્ટ બોલિંગ કરતા હતા. તે સારા ઓલરાઉંડર હતા. તેમમે 50 પ્રથમ શ્રેણી અને 11 લિસ્ટ એ મેચમાં ક્રમશ 134 અને 14 વિકેટ લીધી હતી. તેમણે આ બંને પ્રારુપોમાં ક્રમશ 1536 અને 104 રન પણ બનાવ્યા હતા. જાડેજા 53 પ્રથમ શ્રેણી, 18 લિસ્ટ એ અને 34 ટી 20 મેચમાં બીસીસીઆઈના આધિકારિક રેફરી પણ હતા.

image source

તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘના સિલેક્ટર, કોચ અને ટીમ મેનેજર પણ રહ્યા હતા. બીસીસીઆઈ અને એસસીએના પૂર્વ સચિવ નિરંજન શાહે કહ્યું હતું કે રાજેન્દ્રસિંગ જાડેજા સ્તર, શૈલી, નૈતિકતા અને શાનદાર ક્રિકેટ ક્ષમતાવાળા વ્યક્તિ હતા. ક્રિકેટ પ્રત્યે તેમનું સમર્પણ અને યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

image source

એસસીએ અધ્યક્ષ જયદેવ શાહે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે વિશ્વ ક્રિકેટનું આ મોટું નુકસાન છે. રાજેન્દ્ર સર સૌથી શાનદાર વ્યક્તિઓમાંથી એક હતા. તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તેમના મુખ્ય કોચ, મેનેજર અને માર્ગદર્શક તરીકેના કાર્યકાળમાં ઘણા મેચ રમ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version