Site icon News Gujarat

અમરેલીના જાફરાબાદ બંદરના ડ્રોન કેમેરાના દ્રશ્યો, ચારોતરફ ભાંગેલી બોટોનું બિહામણું દ્રશ્ય, તાઉ-તે એ વેરેલા વિનાશની ભયાનક તસવીરો

તા. ૧૭ મે, ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારો પર ત્રાટકેલ ‘તાઉ તે’ વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ ગઈ છે. ગુજરાત રાજ્યના ૬ જેટલા જીલ્લાઓમાં વાવાઝોડાએ પોતાનો આકરો કહેર વર્તાવ્યો છે. આ ૬ જિલ્લાઓમાં સૌથી વધારે અસરગ્રસ્ત થનાર જીલ્લાઓ ગીર- સોમનાથ, અમરેલી અને ભાવનગર જીલ્લાઓ છે. અમરેલી જીલ્લામાં આવે રાજુલા- જાફરાબાદ પંથકમાં તાઉ તે વિનાશ વેરી દીધો છે. વાવાઝોડાની અસર પૂરી થઈ ગયા બાદ જાફરાબાદ બંદર પરના વિનસના દ્રશ્યો સામે આવ્યા છે. જાફરાબાદ બંદરના વિનાશના ભયંકર દ્રશ્યોને ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો જોઈને જાણી શકાય છે કે, તાઉ તે વાવાઝોડાએ જાફરાબાદ બંદર પર કેટલો વિનાશ કર્યો છે.

ડરામણા દ્રશ્યો જોવા મળ્યા.

image source

જાફરાબાદ બંદર પર મુકવામાં આવેલ માછીમારોની તમામ નાવડીઓનો ભુક્કો થઈ ગયો છે. ડ્રોન કેમેરાના વિડીયોમાં જોઈ શકાય છે કે, તૂટી ગયેલ નાવડીઓ જેટી પર ચડી ગયેલ જોવા મળે છે. તાઉ તે વિનાશક વાવાઝોડાના પ્રભાવને ડ્રોન કેમેરાની મદદથી આખા શહેરને ડ્રોન કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યું છે. તાઉ તે વાવાઝોડાએ સૌથી વધારે દરિયા કિનારાના બંદરો પર નુકસાન કર્યું છે. એવું બંદર પર ગયેલ માછીમારોનું કહેવું છે.

આવનાર સિઝનમાં પણ માછીમારો આ વિનાશ માંથી ઉભા થઈ શકશે નહી.

image source

જાફરાબાદના માછીમારોના કહેવા મુજબ આવનાર સિઝનમાં પણ માછીમારો વાવાઝોડાથી થયેલ નુકસાન માંથી બહાર આવી શકશે નહી તેવા પ્રકારનું નુકસાન થયું છે. એક બાજુ જ્યાં મોટી બોટો તૂટી ગઈ છે અને તણાઈ ગઈ છે જયારે કેટલીક બોટો બંદર પર જ ભાંગી ગઈ છે જયારે દરિયામાં લાંગરવામાં આવેલ કેટલીક બોટો જેટી પર ચડી ગઈ હતી.

રોજગાર વિહોણા થઈ ગયા માછીમારો: બોટ એસોસીએશનના પ્રમુખ.

બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડાના કારણે માછીમારો રોજગાર વિહોણા થઈ ગયા છે. સરકાર દ્વારા બોટો માટે પણ વિચારણા કરવામાં આવી તે આવશ્યક છે. માછીમારોને આટલું બધું નુકસાન આની પહેલા ક્યારેય થયું નથી જેટલું આ વાવાઝોડાના લીધે થયું છે.

મોટા બાજો (ટગ) આવી જવાના લીધે થયું વધારે નુકસાન: ચેતનભાઈ શિયાળ.

image source

જાફરાબાદના અગ્રણી ચેતનભાઈ શિયાળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોટા બાદ બોટોની પાસે ફિશરીઝ વિભાગ દ્વારા રખાવવામાં આવ્યા હતા. જેના લીધે બોટોને વધારે નુકસાન થયું છે. બાજ (ટગ) દુર કરવા માટે આની પહેલા પણ આગેવાનો તરફથી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ બાજ (ટગ)ને દુર નહી લેવામાં આવતા બોટો તૂટી ગઈ છે. બોટોને ઈન્સ્યોરન્સ પણ મળતો નથી જેના લીધે વધારે નુકસાન થયું.

imag
e source

માછીમારોની બોટોને કોઈપણ પ્રકારનો ઈન્સ્યોરન્સ પણ આપવામાં આવતા નથી. જેના લીધે માછીમારો પાયમાલ થઈ ગયા છે. વાહનોને જેવી રીતે ઈન્સ્યોરન્સ મળે છે તેવી રીતે બોટોને પણ ઈન્સ્યોરન્સ મળવો જોઈએ. પરંતુ આમ કરવામાં આવતું નહી હોવાથી અત્યારના સમયમાં માછીમારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version