WHO એ જાહેર કરી એવી ખાસ ચેતવણી, ભારત સહિત 124 દેશોમાં ફેલાયો છે કોરોનાનો ખતરનાક વેેરિઅન્ટ

દુનિયાભરના દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે. આ સ્થિતિને જોઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ ચેતવણી જાહેર કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આવનારા કેટલાક મહિનાની અંદર હા જીવલેણ વેરિયન્ટ વધુ પ્રભાવી થઈ જશે. ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિયંટ નો પહેલો કેસ ભારતમાં જ નોંધાયો હતો. પરંતુ હવે આ વેરિએન્ટ દુનિયાના 124 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

image source

અમેરિકામાં નોંધાતા કેસમાંથી 80 ટકા કેસ આ વેરિએન્ટના હોય છે. આવી જ સ્થિતિ બ્રિટન સહિત અનેક યુરોપીય દેશોની છે. દક્ષિણ કોરિયામાં તેના કારણે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં એક દિવસમાં 1700થી વધુ કેસ સામે આવ્યા હતા. આ જ રીતે ઈરાનમાં પણ નવા કેસ નોંધાવા મામલે રેકોર્ડ સર્જાયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર એક સપ્તાહમાં ડેલ્ટા વેરિયંટના કેસ ત્રણ અન્ય દેશોમાંથી પણ સામે આવ્યા છે. આ સિવાય ઘણા મોટા દેશોમાં છેલ્લા ત્રણ સપ્તાહથી આ વેરિએન્ટ ના કેસ વધી રહ્યા છે. તેવામાં સંગઠન તરફથી આ મહામારી ને લઈને જે અપડેટ જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર એ સંભાવનાને નકારી ન શકાય કે આવનારા સમયમાં કોરોના વાયરસનું આ વેરિઅંટ દુનિયાભરમાં ડોમિનેન્ટ બની જશે.

image source

અત્યાર સુધીમાં કોરોનાના ડેલ્ટા, આલ્ફા, બીટા અને ગામા વેરિયન્ટ સામે આવી ચૂક્યા છે. જણાવી દઈએ કે આલ્ફા વેરિયન્ટ કે જેનો પહેલો કેસ બ્રિટનથી સામે આવ્યો હતો, બીટા વેરિયન્ટનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાંથી નોંધાયો હતો અને ગામ વેરિયન્ટનો પહેલો કેસ બ્રાઝિલમાં સામે આવ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હાલ વેરિયંટને ઓફ કંસર્નની યાદીમાં રાખ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની અપડેટેડ જાણકારી અનુસાર ફરી અત્યાર સુધીમાં દુનિયાના 180 દેશોમાં, બીટા વેરિએન્ટ 130 દેશમાં હની ગામમાં વેરિએન્ટ 78 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. જોકે આ તમામ વચ્ચે આવેલી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સૌથી વધુ જોખમી ગણે છે.