આ વિદ્યાર્થી આજે હજારો લોકોના પેટ ઠારવાની કરે છે જોરદાર સેવા, વાંચો પ્રેરણા મળી શકે એવી મસ્ત સ્ટોરી

હૈદરાબાદથી અભ્યાસ માટે આવેલા મલેશ્વર રાવ કહે છે કે હું તો હૈદરાબાદથી આવ્યો હતો. મારી ઈચ્છા બીટેક કરવાની હતી, પેરન્ટ્સને કંઈ તેના વિશે ખબર ન હતી. એક મિત્રની સલાહથી કેટરિંગમાં જોડાયો જેમાંથી મને થોડા રૂપિયા પણ મળી શકે તેમ હતા. તો મેં પણ ફ્રી ટાઈમમાં કેટરિંગનું કામ શરૂ કર્યું.

image source

આઉટડોર કેટરિંગ એટલે કે નાની મોટી પાર્ટીઓમાં કેટરિંગના ઓર્ડર મળતા. એક દિવસ 1000 લોકોના એક ઓર્ડર બાદ ફૂડ વધ્યું તો તેઓએ કહ્યું કે તમે પણ ખાઈ લો અથવા લઈ જાઓ. આ દિવસે મિત્રની મદદથી ફૂડ પેક કર્યું અને અનેક બેગ્સ બનાવી. પછી મેં અને મિત્રોએ 500-600 પેકેટને હૈદરાબાદની હોસ્પિટલથી સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન સુધી આ પેકેટ પહોંચાડ્યા. આ ગ્રૂપ હોસ્પિટલના દર્દીઓને પણ ફૂડની સગવડ આપે છે.

આ નામથી ચલાવે છે સેવા

image source

ડોન્ટ વેસ્ટ ફૂડ નામનું ગ્રૂપ અનેક જગ્યાઓએથી વધેલા ભોજનને એકઠું કરે છે અને સાથે જ તેને સારી રીતે પેકેટમાં પેક કરીને ગરીબોને આપવા સુધીનું કામ મિત્રો સાથે કરે છે. આ ગ્રૂપ રોજના 2000 લોકોને ખાવાનું આપવાનું કામ કરે છે. ગરીબોને ખાવાનું ખવડાવ્યા બાદ તેમને સંતોષ મળે છે.

કેવી રીતે આવ્યો વિચાર

image source

એક વાર મેં એક વ્યક્તિને ખાવાનું આપ્યું. ત્યારે તે પેકેટને ખોલવાની પણ રાહ જોવા ન રોકાયો. તેણે ખાવાનું જોઈને તરત જ પેકેટ ફાડીને ખાવાનું શરૂ કર્યું. આ સમયે તેની ભૂખ જોઈને ગરીબ લોકોની ભૂખને સંતોષવાનો વિચાર આવ્યો હતો. ખરેખર તો જ્યારે કોઈ ગરીબને પણ આપણે ખાવાનુ આપીએ તો તે હાથ ધૂએ છે અને એક સારી જગ્યા જોઈને ખાવા બેસે છે,પણ આ લોકોએ તો એવું પણ કરવાની તસ્દી ન લીધી અને ભૂખ સંતોષવા લાગ્યા.

image source

તો તમે પણ હવે ખાવાનું ફેંકશો નહીં. જો કોઈ પાર્ટી બાદ ખાવાનું બચી જાય તો આવી સંસ્થાઓ ચલાવનારાને ફોન કરો અને તેઓ તમારે ત્યાંથી ખાવાનું લઈ જઈને ભૂખ્યા લોકોને જમાડશે. આજકાલ આવી અનેક સંસ્થાઓ અને ગ્રૂપ કામ કરી રહ્યા છે. ફૂડ વેસ્ટ કરવાને બદલે તેનાથી કોઈનું પેટ ભરી તમે પણ પુણ્યના ભાગીદાર બની શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!