Site icon News Gujarat

લોકડાઉનમાં આ વિદ્યાર્થિનીએ શરૂ કરી સ્ટ્રોબેરીની ખેતી, અત્યારે કરે છે લાખોનું ટર્ન ઓવર

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના ઝાંસીની રહેવાસી ‘ગુરલીન ચાવલા’ નો ઉલ્લેખ કર્યો હતો. ઝાંસીની ગુરલિન આ દિવસોમાં બુંદેલખંડમાં સ્ટ્રોબેરીની ખેતીના કરાણે ચર્ચામાં છે. પીએમ મોદીએ ઝાંસીમાં યોજાયેલા સ્ટોબેરી ફેસ્ટિવલ અને સ્ટ્રોબેરી ખેતીના સફળ પ્રયોગ અંગે વાત કરી હતી.

દરેકને આશ્ચર્ય થાય છે કે સ્ટ્રોબેરી અને બુંદેલખંડ

image source

પીએમ મોદીએ મન કી બાતમાં વધુમાં કહ્યું કે, થોડા દિવસ પહેલા ઝાંસીમાં એક મહિના સુધી ચાલનારો સ્ટ્રોબેરી ફેસ્ટિવલ શરૂ થયો. દરેકને આશ્ચર્ય થાય છે કે સ્ટ્રોબેરી અને બુંદેલખંડ, પરંતુ, આ સત્ય છે. હવે બુંદેલખંડમાં સ્ટ્રોબેરીની ખેતી માટેનો ઉત્સાહ વધી રહ્યો છે, અને તેમા મોટી ભૂમિકા ભજવી છે ઝાંસીની એક પુત્રી ગુરલીન ચાવલાએ. લોની વિદ્યાર્થિની ગુરર્લીને પહેલા તેના ઘરે અને ત્યારબાદ તેના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતીનો સફળતાપૂર્વક ઉપયોગ કરીને વિશ્વાસ અપાવ્યો કે ઝાંસીમાં પણ આવું થઈ શકે છે. ઝાંસીનો ‘સ્ટ્રોબેરી ફેસ્ટિવલ’ ‘Strawberry festival’ Stay At Home concept’ પર ભાર મૂકે છે. અમે તમને યુપીની પુત્રી ગુરલીન ચાવલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દોઢ એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી

image source

ગુરર્લીન ચાવલા ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં રહે છે. ગુરલીન પુણેની પ્રતિષ્ઠિત લો કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરે છે. કોરોના સમયગાળા દરમિયાન, લોકડાઉનને કારણે તેને ઝાંસી આવવું પડ્યું. સ્ટ્રોબેરી ખાવાની શોખીન ગુરલીને શરૂઆતમાં તેના ઘરના કુંડામાં સ્ટ્રોબેરીના છોડ રોપ્યા હતા. તેમા સારૂ પરિણામ આવતા તેણે પિતાના ફાર્મ હાઉસમાં લગભગ દોઢ એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી. ગુરલીનને જોઇને હવે ઘણા ખેડુતો સ્ટ્રોબેરીની ખેતી તરફ આકર્ષાયા છે અને સરકાર પણ સ્ટ્રોબેરી ફેસ્ટિવલ દ્વારા ખેડૂતોને સ્ટ્રોબેરી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

ઝાંસીમાં પ્રથમ વખત સ્ટ્રોબેરી ફેસ્ટિવલનું આયોજન

image source

ઝાંસીમાં પ્રથમ વખત સ્ટ્રોબેરી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 17 જાન્યુઆરીથી શરૂ થયો હતો, જે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએમ યોગીએ કહ્યું કે ઝાંસીમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન અને અહીં થતો સ્ટ્રોબેરી ફેસ્ટિવલ કોઈ ચમત્કારથી ઓછો નથી. આ ફેસ્ટિવલ બુંદેલખંડ વિશે રાજ્ય અને દેશની જે ધારણા હતી તેને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. હવે એવું માનવામાં આવે છે કે આનાથી આ વિસ્તારમાં મોટુ પરિવર્તન આવશે.

પીએમ મોદીએ કરી પ્રશંશા

image source

‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાંસીમાં ચાલી રહેલા સ્ટ્રોબેરી ફેસ્ટિવલનો જ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ ગુરલીન ચાવલાના પ્રયત્નોની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું, ‘મારા વહાલા દેશવાસીઓ, જો હું તમારી સાથે બુંદેલખંડ વિશે વાત કરીશ તો તે કઈ બાબતો છે જે તમારા મગજમાં આવશે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો આ પ્રદેશને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે જોડશે. કેટલાક લોકો સુંદર અને શાંત ‘ઓરછા’ વિશે વિચારશે. કેટલાક લોકોને આ પ્રદેશમાં રહેલી આત્યંતિક ગરમી પણ યાદ હશે, પરંતુ આ દિવસોમાં અહીં કંઈક અલગ જ થઈ રહ્યું છે, જે એકદમ પ્રોત્સાહક છે અને જેના વિશે આપણે જાણવું જ જોઇએ. ગત દિવસોમાં ઝાંસીમાં સ્ટ્રોબેરી ફેસ્ટિવલ શરૂ થયો છે. દરેક લોકોને આશ્ચર્ય થાય છે કે સ્ટ્રોબેરી અને બુંદેલખંડ, પરંતુ આ જ સત્ય છે. જેમાં મોટી ભૂમિકા ભજવી છે ઝાંસીની દીકરી ગુરલીન ચાવલાએ.

20 હજાર સ્ટ્રોબેરીના છોડ ખરીદી લાવ્યા

image source

તમને જણાવી દઈએ કે ગુરલીને સ્ટ્રોબેરીની ખેતી ઓનલાઈન શીખી હતી. તેમણે જણાવ્યું કે આ પ્લાન્ટ્સને જોઈને પપ્પાએ મને સપોર્ટ હતો. તેઓએ કહ્યું કે હવે આપણે તેનુ વિસ્તરરણ કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, અમારી પાસે ચાર એકર જમીન હતી જે પપ્પાએ એક વર્ષ પહેલાં જ ખરીદી હતી. તેમાં કોઈ જ વાવેતર કરવામાં આવ્યું નહોતુ. ગયા વર્ષે ઓક્ટોબરમાં માર્કેટમાંથી 20 હજાર સ્ટ્રોબેરીના છોડ ખરીદી લાવ્યા હતા જેને અમે 1.5 એકર જમીનમાં વાવ્યા હતા. જેનો પાક ડિસેમ્બરમાં વેચવા માટે તૈયાર થઈ ગયો હતો.

ગુરલીનને ખેતી કરતા હજુ પાંચ મહિના જ થયા છે

image source

સ્ટ્રોબેરીની ખેતી અંગે આગળવાત કરતા ગુરલીને કહ્યું કે, ‘જ્યારે ફ્રુટ્સ તૈયાર થઈ ગયા ત્યારે અમે લોકલ માર્કેટમાં વેચવાનો પ્રયત્ન કર્યો, તે લોકોને અમારો પાક પસંદ આવ્યો. ત્યાર બાદ અમે તેમને પ્રોડક્ટ સપ્લાઈ કરવા લાગ્યા. તો બીજી તરફ અનેક સુપર માર્કેટમાં પણ અમે સ્ટ્રોબેરી મોકલીએ છીએ.’ તો બીજી તરફ તેમણે ઝાંસી ઓર્ગેનિક્સ નામથી નવી વેબસાઈટ પણ બનાવી છે. જ્યાંથી લોકો ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. તમને જણાવી દઈએ કે સ્ટ્રોબેરીની સાથે સાથે ગુરલીન હવે શાકભાજી પણ ઉગાડે છે. તેમની પાસે હાલમાં સાત એકર જમીન છે તમને જણાવી દઈએ કે, તેમના ફાર્મમાંથી દરરોજ 70 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે અને રોજના 250થી વધુ ઓર્ડર મળે છે જેને લઈ દરરોજ 30 હજાર રૂપિયાનું વેચાણ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુરલીનને ખેતી કરતા હજુ પાંચ મહિના જ થયા છે. તો બીજી તરફ હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેઓને ઝાંસીમાં આયોજિત સ્ટ્રોબેરી ફેસ્ટિવલના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે. જ્યાં તેઓ પોતાનો પાક વેચવાની સાથે સાથે લોકોને સ્ટ્રોબેરીની ખેતીની ટ્રેનિંગ પણ આપે છે. તો બીજી તરફ ગુરલીનના પિતા હરજીત સિંહ ચાવલા એક બિઝનેસમેન છે. તેમને ટ્રાંસપોર્ટનો બિઝનેસ છે. પ્રધાનમંત્રીની પ્રશંસા બાદ અમારી ખુશીમાં વધારો થયો છે.

અનેક ગુણઓથી ભરપૂર છે સ્ટોબેરી

image source

સ્ટ્રોબેરીની ખેતી વિશે વાત કરીએ તો, તેના માટે બલુઇ માટી કે દોમટ માટી સારી માનવામાં આવે છે. આ ખેતી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વાવવામાં આવે છે. નોંધનિય છે કે સ્ટ્રોબેરીની ખેતી માટે તાપમાન 30 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ. જો તાપમાનમાં વધારો થાય તો પ્લાન્ટ્સને નુકસાન થઈ શકે છે. ફ્રુટ્સ ખરાબ થઈ જાય છે. નોંધનિય છે કે બુંદેલખંડમાં 35 ડિગ્રીથી વધુ તાપમાનમાં ગુરલીન ખેતી કરે છે જેને લઈને સૌ કોઈ ગુરલિનની પ્રશંશા કરે છે. તમને જણાવી દઈએ કે સ્ટ્રોબેરીમાં અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદાકારક હોય છે. ઉલ્લેખનીય છે કે, તેમાં વિટામિન C, વિટામિન A, વિટામિન K મળે છે. જે ચહેરાની ચમક વધારવામાં અને ચહેરા પરથી ખીલ, આંખોનું તેજ વધારવાની સાથે સાથે દાંતનીચમક વધારવામાં પણ મદદ કરે છે. તે સાથે જ જેલી, આઈસ્ક્રીમ અને કેટલીક મિઠાઈઓના ઉત્પાદરમાં પણ સ્ટ્રોબેરીનો ઉપયોગ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version