એક હાથ નથી તો પણ સેનિટાઈઝેશનની ઉઠાવી જવાબદારી

બિહારના દરભંગા જિલ્લાની એક ઘટના આજે લોકમુખે ચર્ચાઈ રહી છે. આ ચર્ચા થવાનું કારણ છે અહીંના સ્થાનિકોની સેનિટાઈઝેશન કરતી ટીમ. આમ તો ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઈઝેશનનું કામ સમયાંતરે કરવું તેવું સરકારે પણ નક્કી કર્યું છે. પરંતુ સરકાર આ કામ કરી ન શકતા સ્થાનિકોએ આ બીડુ ઝડપ્યું છે. જો કે આ કામમાં ઉત્સાહપૂર્વક એક વડિલ જોડાયા હતા. જેની તસવીર ઈંટરનેટ પર છવાઈ ગઈ છે.

image source

કોરોના કાળમાં લોકોને સંક્રમણથી બચાવવા માટે સેનિટાઈઝેશનની જવાબદારી લેનાર બાબૂ શાહનું નામ ચર્ચામાં એટલા માટે છે કારણ કે તેઓનો એક હાથ નથી. તેમ છતાં લોકહિતના આ કામમાં તે ઉત્સાહથી જોડાયા છે. જ્યારે લોકોએ તેમને પુછ્યું કે તેમનો એક હાથ નથી તો પણ તે શા માટે આ કામ કરી રહ્યા છે ત્યારે તેનો સણસણતો જવાબ સાંભળી લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા તેમણે કહ્યું હતું કે તેનો એક હાથ નથી છતાં તે અપંગ નથી પરંતુ સરકાર પાસે બધું જ હોવા છતાં તે અપંગ થઈ ચુકી છે.

image source

જ્યારે બાબૂ શાહ નામના આ વડિલને પુછવામાં આવ્યું કે તેમને એક હાથ નથી તો તેમને કામ કરવામાં કોઈ પ્રકારની સમસ્યા થાય છે ? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે તેને કોઈ સમસ્યા થતી નથી. તેની સાથે અન્ય લોકો પણ હતા. તેમણે બધા વચ્ચે હળવા અંદાજમાં કહ્યું કે તે ક્યારેય તેના કપાયેલા હાથને જોતા જ નથી. તે ફક્ત એટલું જોવે છે કે તેની સાથે કેટલા બધા હાથ છે. આ જોઈ અને તેનું મનોબળ વધી જાય છે.

image source

જણાવી દઈએ કે દરભંગા જિલ્લામાં બડા બઝાર નામની જગ્યા છે અહીં એક ટુકડીએ સેનિટાઈઝેશનની જવાબદારી લીધી છે. આ ટુકડીમાં લાલ બાબૂ શાહ પણ જોડાયા છે. નગર નિગમ અને સરકારી સહાયતા ન મળવાથી પરેશાન સ્થાનિકોએ જાતે જ સેનિટાઈઝેશનની જવાબદારી સ્વીકારી લીધી છે. આ ટીમમાં દરેક વર્ગના લોકો જોડાયા છે. ટીમના સભ્યો દરેક શેરી, ગલી અને સોસાયટીઓને સેનિટાઈઝ કરે છે. દરેક કામ ટીમના સભ્યો સમાન રીતે કરે છે. આ કામ કર્યા બાદ તેઓ પોતાના કામમાં લાગી જાય છે.

image source

આ ટીમ રોજ સાંજે 5 કલાકે નીકળે છે અને એક પછી એક સોસાયટીઓ અને ઘરને બ્લીચિંગ પાવડર છાંટી સેનિટાઈઝ કરે છે. જ્યારે એક વ્યક્તિ થાકે છે તો બીજી વ્યક્તિ તેનું કામ હાથમાં લઈ લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!