રસોઈ ગેસ સિલિન્ડરના ભાવવધારાથી મળશે મોટી રાહત, જલ્દી ટ્રાય કરી લો આ ખાસ ઓપ્શન

એલપીજી એટલે કે રસોઈ ગેસની વધતી કિંમતોએ લોકોના ખિસ્સા પર ભાર વધાર્યો છે અને સાથે જ અનેક ગૃહિણીઓનું બજેટ પણ બગાડી દીધું હોય તેવું જોવા મળી રહ્યું છે. રસોઈ ગેસ સિલિન્ડરના વધતા ભાવ, તેલના વધતા ભાવ અને સાથે પેટ્રોલ તથા ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી છે. દિલ્હીમાં પણ ગેસ સિલિન્ડરના ભાવ 843 રૂપિયા થઈ ચૂકયા છે. આજે અમે વાત કરીશું કે તમે કઈ રીતે રાંધતી સમયે ગેસ સિલિન્ડરના બદલે અન્ય ઓપ્શન્સ યૂઝ કરી શકો છો અને તેનાથી તમને ફાયદો પણ થઈ શકે છે.

જાણો કઈ રીતે એલપીજીની સરખામણીએ ઈલેક્ટ્રિક સાધનો સસ્તા રહે છે

image source

એલપીજીની સરખામણીએ ઈલેક્ટ્રિકથી ચાલનારા સાધનો જેમકે ઈન્ડક્શન, ઈલેક્ટ્રીક સ્ટોવ અને ઈલેક્ટ્રીક કૂકર તમને ફાયદો આપે છે. પીએનજી અને એલપીજીથી પણ લગભગ 60 ટકા ફાયદો થાય છે. જો શક્ય હોય તો તમે પણ કેટલાક સમયે આ સાધનોનો ઉપયોગ કરીને તમારા એલપીજી ગેસની બચત કરી શકો છો. આ સમયે તમે વિચારતા હશો કે ગેસની બચત કરીએ તો સામે આ ચીજોમાં લાઈટનો વપરાશ થાય છે તો તેને લઈને પણ ખર્ચ થશે. તો તમને જણાવી દઈએ કે દિલ્હીમાં હાલમાં લાઈટના દર 8 રૂપિયા પ્રતિ યૂનિ છે. જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ 843 રૂપિયા છે. એવામાં જો તમે 10 લિટર પાણી ઉકાળો છો તો એલપીજીના ભાવના આઘારે તમારે 10.15 રૂપિયા ખર્ચ કરવા પડે છે અને આ સમયે જો તમે ઈલેક્ટ્રિક સાધનની મદદ લો છો તો તમને 9.46 રૂપિયાનો ખર્ચ આવે છે. તો તમારા અનેક ગણા રૂપિયા બચી શકે છે. આ સાથે તમારે એ વાત પણ જાણી લેવી જોઈએ કે જે રાજ્યોમાં લાઈટ બિલ પર સબ્સિડી મળે છે ત્યાંના લોકોને આ રીતે ઉપયોગ કરવાના કારણે વધારે ફાયદો થાય છે. તો તમે પણ આ વાતોને જાણો અને સાથે એલપીજીનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરીને આ ઓપ્શન્સ પર તમારી પસંદગી ઉતારો તે જરૂરી છે. તેનાથી તમારા ઘરનો ખર્ચ ઘટશે અને તમને રાહત મળી શકશે.

છેલ્લા 6 મહિનામા 140 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા છે ગેસ સિલિન્ડરના ભાવ

image source

ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ 2021માં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 140 રૂપિયા વધી ચૂકી છે. આ સાથે નવા ભાવ 843 રૂપિયા થયા છે. આ સાથે એ પણ જણાવી દઈએ કે કોરોના મહામારીના સમયમાં સરકારે 2020થી રસોઈ ગેસ સિલિન્ડર પર મળી રહેલી સબ્સિડી પણ બંધ કરી દીધી હતી. આ કારણે હવે ગ્રાહકોને અન્ય કોઈ ફાયદો મળી રહ્યો નથી અને તેઓના ખિસ્સા પર પૂરેપૂરો ભાર આવી રહ્યો છે. જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી રહી છે.

પીએનજીને મળી શકે છે મોટો લાભ

image source

રસોઈ ગેસની મોંઘવારીના કારણે પીએનજીનો વિકલ્પ લોકો પસંદ કરી રહ્યા છે. ઉપભોક્તા તેની તરફ આકર્ષિત થાય છે. રસોઈ ગેસના ભાવ વધ્યા બાદ એલપીજી અને પીએનજીની વચ્ચેની કિંમતોમાં અંતર વધ્યું છે. કિલો કેલેરીના આધારે સરખામણી કરીએ તો પીએનજી એલપીજી કરતાં 60 ટકા સસ્તુ છે. આ સિવાય પીએનજીની સુવિધાની વાત કરીએ તો તે વધારે ને વધારે લોકો સુધી પહોંચે તે હાલમાં શક્ય નથી. પરંતુ અનેક કંપનીઓ આ માટેના પ્રયાસો કરી રહી છે.

image source

તો હવેથી તમે પણ રસોઈ ગેસ સિલિન્ડરના વધતા ભાવની સાથે તમારા ઘરનું બજેટ પણ જાળવી રાખવા ઈચ્છો છો તો તમારે આ સસ્તા ઓપ્શન્સ પર પણ નજર રાખી લેવી જરૂરી છે. જેથી તમે સારી રીતે તમારું બજેટ મેનેજ કરી શકો.