Site icon News Gujarat

મ્યુકરમાઇકોસિસ રોગનો હાહાકાર: સારવાર માટે 300થી વધુ દર્દીઓ દાખલ, રોજ આવતા કેસનો આંકડો જાણીને ફાટી જશે આંખો

મ્યુકરમાઈકોસીસ બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થતા સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધી ચાર વોર્ડ શરુ કરવામાં આવ્યા છે જયારે હવે પાંચમો વોર્ડ ૧૨૦૦ બેડની વ્યવસ્થાની સાથે કોવિદ હોસ્પીટલમાં શરુ કરવાની સાથે જ ૨૪ કલાક ઓપરેશન થીયેટર કાર્યરત રહે તેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે જરૂરી એમ્ફોટેરીસીન ઇન્જેક્શનનો સ્ટોક પૂરો થઈ જવાના લીધે દર્દીઓના પરિવારના સભ્યોને આ ઇન્જેક્શન બહારથી લાવવું પડી રહ્યું છે. ગઈકાલણી પરિસ્થિતિર હોસ્પિટલમાં મ્યુકર માઈકોસીસના ફક્ત ૩૦ કલાકમાં જ ૬૦ થી ૭૦ જેટલા બીજા દર્દીઓને એડમિટ કરાવવામાં આવ્યા હતા. આવી રીતે અત્યારે ૩૦૦ કરતા વધારે દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસણી સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સંખ્યામાં થયો વધારો.

image source

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લ્હેર દરમિયાન કોરોના વાયરસની સાથે સાથે મ્યુકરમાઈકોસીસ બીમારીથી પીડિત દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે. તેના પરિણામ સ્વરૂપ સિવિલ હોસ્પિટલમાં ૪ વોર્ડ શરુ કરવાની ફરજ પડી છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસ બીમારીથી પીડિત ૩૧૦ જેટલા દર્દીઓ ટ્રીટમેન્ટ લેવા માટે એડમિટ થયા છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની પણ માંગ વધી ગઈ છે.

૧૨૦૦ બેડ ધરાવતી હોસ્પિટલમાં ૨૪ કલક સક્રિય રહેશે ઓપરેશન થીયેટર.

image source

ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ સિવિલ હોસ્પિટલમાં ૨૨૧ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ૧૨૦૦ બેડ ધરાવતી કોવિદ હોસ્પિટલમાં એડમિટ દર્દીમાં મ્યુકરમાઈકોસીસના કોઈ લક્ષણ જોવા મળે દર્દીઓ માટે ૧૨૦૦ બેડ ધરાવતી કોવિદ હોસ્પિટલમાં હજી એક વોર્ડ અલગથી શરુ કરવામાં આવશે. એટલું જ નહી, ફંગસ ઇન્ફેકશનને આગળ વધતું રોકવા માટે હોસ્પિટલમાં જ ૨૪ કલાક ઓપરેશન થીયેટર કાર્યરત કરાવવામાં આવ્યું છે.

મ્યુકરમાઈકોસીસથી પીડિત દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઇન્જેક્શનની અછત સર્જાઈ છે.

image source

હોસ્પિટલ સત્તાધીશ તરફથી જણાવવામાં આવ્યા મુજબ, મ્યુકરમાઈકોસીસથી પીડિત દર્દીઓની સંખ્યામાં વધારો થતા એમ્ફોટેરીસીન ઇન્જેક્શન માટે મુશ્કેલી જોવા મળી રહી છે, પરંતુ જીએમએસસીએલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પુરા પાડવામાં આવે છે, જેથી કરીને દર્દીના પરિવારના સભ્યો પાસે બહારથી ઇન્જેક્શન મંગાવવામાં આવતા નથી.

ડાયાબીટીસના દર્દીઓને મ્યુકરમાઈકોસીસનો ખતરો વધી જાય છે.

image source

મ્યુકરમાઈકોસીસ બીમારીમાં દર્દીના દાંત મજબુત હોવા છતાં પણ એકાએક હલવા લાગે છે, પેઢામાં રસી થવી, તાળવાનો રંગ બદલાઈ જવો, ગાલ પર સોજો આવી જવો, ગાલનો રંગ બદલાઈ જવો,ઉપરનુ જડબું, નાકનું હાડકું ખવાઈ જાય છે. કોરોના વાયરસના દર્દીને ડાયાબીટીસ હોય, કોરોના વાયરસની સારવાર દરમિયાન સ્ટેરોઈડની દવાની જરૂરિયાત પડી હોય, કોરોના વાયરસની સારવાર દરમિયાન પાંચ કે તેના કરતા વધારે દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હોય તો આવા દર્દીઓને મ્યુકરમાઈકોસીસ બીમારી થવાની સંભાવના વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version