લાલ કિલ્લા કેસનો આરોપી દીપ સિધ્ધુ ઝડપાયો, પોલીસે રાખ્યું હતું એક લાખનું ઈનામ, હવે ખુલશે અનેક રહસ્યો

દિલ્લી શહેરમાં તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર હિંસા ભડકાવવાનાર દોષિત દીપ સિદ્ધુ પર લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ લહેરાવવા માટે અને સામાન્ય જનતાની ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દોષિત દીપ સિદ્ધુ પર દિલ્લી પોલીસ દ્વારા એક લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું.

image source

દિલ્લી પોલીસ તરફથી પ્રાપ્ત થતા સુત્રોના જણાવ્યા મુજબ, દીપ સિદ્ધુ અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં રહેતા એક મિત્રના કોન્ટેક્ટમાં હતા. દીપ સિદ્ધુની આ મિત્ર એક અભિનેત્રી પણ છે. દીપ સિદ્ધુ તેની આ મિત્રને વિડીયો મોકલતા હતાને તે એને દીપ સિદ્ધુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરતા હતા.

કુરુક્ષેત્ર વિસ્તારમાં આજ રોજ મહાપંચાયત, પરંતુ તેની પહેલા જ વિવાદ થઈ ગયો.

image source

કુરુક્ષેત્રમાં આવેલ અનાજ મંડીમાં આજ રોજ મહાપંચાયત ભરવાની હતી. આ મહાપંચાયત ભરાય તેની પહેલા જ વિવાદ ઉત્પન્ન થઈ ગયો છે. અહિયાં ખેડૂતનેતા ગુરનામ સિંહ ચઢુનીને આમંત્રિત કરવામાં આવ્યા હતા નહી, એવું એટલા માટે કેમ કે, કુરુક્ષેત્ર ચઢુનીનો વિસ્તાર છે. ચઢુની દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમને કુરુક્ષેત્ર વિસ્તારની અનાજ મંડીમાં મહાપંચાયત વિષે કોઈ જાણકારી આપવામાં આવી નથી. જેથી તેમને બીજી જગ્યાના કાર્યક્રમમાં જવાનું નક્કી કરી દીધું હતું. એના કારણે તેઓ હવે મહાપંચાયતમાં જઈ શકશે નહી. તેમ છતાં મહાપંચાયતના જસતેજ સંધીનું કહેવું હતું કે, ચઢુનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું એટલું જ નહી, તેમણે મહાપંચાયતમાં આવવા માટે પોતાનો સમય આપવાની પણ વાત કરી હતી.

આવતી કાલે લોકસભામાં ખેડૂતોના મુદ્દા પર વાત કરી શકે છે. મોદી સુત્રો તરફથી પ્રાપ્ત થતી જાણકારી મુજબ, મોદી બુધવારના રોજ લોકસભા દરમિયાન પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ રજુ કરી શકે છે. આ સમય દરમિયાન એકવાર ફરીથી ખેડૂતોના અંદોલન અને કૃષિ કાયદાઓ પર પોતાનું વ્યક્તવ્ય આપી શકે છે.

image source

મોદીએ સોમવારના રોજ રાજ્યસભામાં ખેડૂત આંદોલન વિષે વાત કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખેડૂતોએ
વાતચીત કરવા માટે આગળ આવવું જોઈએ.

નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ખેડૂત આંદોલન કરવા પાછળ ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. જો મુખ્ય બાબત પર ચર્ચા કરવામાં આવી હોત તો વધારે સારું રહેત. કૃષિમંત્રી દ્વારા સારી રીતે પ્રશ્નો પૂછવામાં આવ્યા, તેમ છતાં એનો યોગ્ય જવાબ આપવામાં આવ્યા નહી. થોડુક ગ્રીન રીવોલ્યુશન વિષે વિચાર કરો. કડક નિર્ણય લેવા માટે લાલ બહાદુર શાસ્ત્રીએ પણ ઘણું વિચારવું પડ્યું હતું. તે સમયે પણ કોઈ નેતા કૃષિમંત્રી બનવાની ઈચ્છા ધરાવતું હતું નહી કેમ કે, તેઓને એવું લાગે છે કે, જો ક્યાંક સખ્ત નિર્ણય લેવાના લીધે રાજકારણ સમાપ્ત ના થઈ જાય. આજે જે ભાષા મારા માટે બોલવામાં આવે છે તે ભાષા તે સમયે તેમના માટે બોલવામાં આવી હતી કે, અમેરિકાના ચાલી રહ્યા છીએ.

નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરવામાં આવતા ખેડૂતો ફરીથી એકવાર વાતચીત કરવા માટે તૈયાર થયા છે.

image source

રાજ્યસભામાં નરેન્દ્ર મોદીની સ્પીચ આપ્યાના કેટલાક કલાકો બાદ સંયુક્ત કિસાન મોરચાના સભ્ય શિવ કુમાર કક્કા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેઓ ફરીથી સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. સરકાર સંયુક્ત કિસાન મોરચાના સભ્યો સાથે વાતચીત કરવાનો દિવસ અને સમયની જાણ કરી દે. જો કે, કક્કાએ કહ્યું હતું કે, લોકતંત્રમાં આંદોલન ઘણી અગત્યની ભૂમિકા નિભાવે છે. સામાન્ય જનતાને સરકારની ખોટી નીતિનો વિરોધ કરવાનો પુરેપુરો હક ધરાવે છે. નરેન્દ્ર મોદીના નિવેદન વિષે ટિકૈત દ્વારા કહેવામાં આવ્યું હતું કે, MSP હતા, છે અને રહેશે, પરંતુ એવું ના કહ્યું કે, MSP પર કાયદો બનાવવામાં આવશે. દેશ વિશ્વાસથી ચાલે છે. દેશ બંધારણ અને કાયદાથી ચાલે છે.

image source

તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ દિલ્લી પોલીસ દ્વારા તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ થયેલ હિંસાના માસ્ટર માઈન્ડને
પકડવા માટે ૧ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. દિલ્લી પોલીસ દ્વારા દીપ સિદ્ધુ સહિત જુગરાત સિંહની સાથે અન્ય ચાર વ્યક્તિઓ પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ લોકોએ લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવવાનો અને હિંસા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત