’14 મહિનાથી સરકારી કચેરીઓમાં રિપોર્ટ માગી માગીને થાકી ગયો છું’ વડોદરાના આ દીકરાની વ્યથા તમને રડાવી દેશે

સરકારના કાયદા કાનૂન ક્યારેક માણસનો જીવ બચાવી લે છે તો અમુક કાયદાઓ લોકોના પલ્લે નથી પડી રહ્યા. તો વળી અમુક કાયદાઓ એવા છે કે સત્ય સાબિત કરવામાં લોકોના વર્ષોના વર્ષો વિતી જતાં હોય છે. હાલમાં વડોદરામાં એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને આખું ગુજરાત તેની ચર્ચા કરી રહ્યું છે. તો આવો વિગતે જાણીએ કે આખરે શું મામલો છે. તો વાત કઇક એમ છે કે વડોદરામાં રહેતો એક દીકરો પિતાની ઓળખ માટે લાચાર બની ગયો છે. બન્યું એવું કે પિતાની લાશની ઓળખ માટે DNA ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સરકારી પ્રક્રિયાને કારણે છેલ્લા 14 માસથી DNA રિપોર્ટ ન આવતાં પુત્ર સરકારી ચોપડે પોતાના જ પિતાનો વારસદાર બની શકતો નથી અને મેટર હજુ અટવાયેલી પડી છે.

image source

આ સમગ્ર કેસ વિશે વાત કરતા પુત્રએ જણાવ્યું હતું કે હવે રિપોર્ટ સરકારી કચેરીઓમાં રિપોર્ટ માગીને થાકી ગયો છું. મળતી માહિતી અનુસાર વાત કરીએ તો વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા કંકુબા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા ગણેશભાઈ જ્યોતિબા ભંડારે તારીખ 7 ઓક્ટોબર 2019ના રોજ ઘરેથી પાવાગઢ જવા નીકળ્યા હતા. પરંતુ બન્યું એવું કે એમના ગયાના ત્રણ-ચાર દિવસનો સમય થયો છતાં ઘરે પરત ન આવ્યા. પછી તેમના પુત્ર રમેશભાઈ ગણેશભાઈ ભંડારેએ વારસિયા પોલીસ સ્ટેશન અને પાવાગઢ ચાંપાનેર પોલીસ સ્ટેશનમાં પિતાના ગુમ થવાની ફરિયાદ લખાવી. જેમાં કહ્યું કે મારા પિતા ગણેશભાઈ હજી સુધી ઘરે પરત આવ્યા નથી. એ ફરિયાદ બાદ નવેમ્બર મહિનામાં તેમના પુત્રને હાલોલ પોલીસમાંથી ફોટો મોકલી જાણકારી આપી હતી કે આ તમારા પિતા છે કે કેમ એની જાણકારી લેવા તેઓ હાલોલ પોલીસ ખાતે મુલાકાતે આવો અને માહિતી આપો

image source

પછીની જો વાત કરીએ તો પોલીસના મેસેજ બાદ પુત્ર હાલોલ ગયા અને પિતાની લાશની ઓળખ કરી હતી, પરંતુ પોલીસે પછી એવી વાત કરી કે આ વ્યક્તિનું તારીખ 11 ઓક્ટોબર 2019ના રોજ મૃત્યુ થયું છે અને તે તમારા પિતાનો મૃતદેહ છે એ સાબિત કરવા માટે તેમનો DNA રિપોર્ટ કરાવવો પડશે. અને પછીથી દીકરાની અસલી વ્યથા શરૂ થઈ. પછી બન્યું એવું કે મૃત્યુ પામેલા ગણેશભાઈ ભંડારેનો ડી.એન.એ. રિપોર્ટ કઢાવવા માટે પિતાના મૃતદેહનાં દાંત અને હાડકું તેમજ પુત્રના લોહીનો નમૂનો સુરતની DNA લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલાના પુત્ર અને તેમનાં પરિવારજનોએ ફોટા પરથી તેમના પિતા હોવાનું પોલીસને જણાવ્યું હતું અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટની માગણી કરી હતી, જેથી તેમનું ડેથ સર્ટિફિકેટ મળી શકે, પરંતુ હાલોલ પોલીસે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે તેનો DNA રિપોર્ટ આવ્યા બાદ જ પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ મળશે અને ત્યાર બાદ જ તમે ડેટ સર્ટિફિકેટ મેળવી શકશે. હવે હજુ સુધી કઈ થયું નથી અને દીકરો લાચાર બની ગયો છે અને છેલ્લા 14 મહિના દરમિયાન પુત્ર રમેશભાઈ ભંડારેએ હાલોલ પોલીસનો અવાર-નવાર સંપર્ક કરતા રહ્યા છે.

image source

હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો દીકરાએ સુરત ખાતેની DNA લેબોરેટરીના સત્તાવાળાઓનો પણ સંપર્ક કરી મૃત્યુ પામેલા ગણેશભાઈ ભંડારેનો DNA રિપોર્ટ વહેલી તકે મોકલી આપે એવી વિનંતી પણ કરી હતી. પણ કેહવાય ને કે આતો થાય તો ભલું. એ ત્યારની વાત છે પણ હજુ આજદિન સુધી DNA રિપોર્ટ નહીં આવતાં પરિવારજનો વિમાસણમાં મુકાઇ ગયાં છે.

image source

સમગ્ર મામલે વાત કરતા અને પોતાની વ્યથા નું વર્ણન કરતાં પુત્ર રમેશભાઇએ જણાવ્યું હતું કે મારા પિતાનું અવસાન થઇ ગયું છે. મૃતદેહ પણ મારા પિતાનો હતો, પરંતુ DNA રિપોર્ટ આવ્યો ન હોવાથી હું સરકારી ચોપડે મારા પિતાનો વારસદાર બનવાથી વંચિત છું. સરકારી પ્રક્રિયાથી હું થાકી ગયો છું.

image source

જો કે પરિવારજનોએ તેમના પિતાના મૃતદેહના ફોટોગ્રાફ્સ જોઈને પોલીસને જણાવ્યું હતું કે તેમના પિતાનો મૃતદેહ છે, પરંતુ જ્યાં સુધી પિતા-પુત્રનો DNA મેચ થાય નહીં ત્યાં સુધી પોલીસ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવા તૈયાર નથી. ત્યારે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે ક્યારે આ દીકરાને ન્યાય મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત