શું તમે આ દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો રહેવા દેજો, જાણી લો કેમ

ગુજરાત રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગની શરુઆત પોતાના ધમાકેદાર અંદાજમાં કરી દીધી છે. ચોમાસાની ઋતુની શરુઆતમાં જ મેઘરાજાએ વિરામ લઈ લીધો છે અને આ વિરામ બાદ સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે સર્જાયેલ લો પ્રેશર અને સાઈકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના લીધે હવે ફરીથી એકવાર ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ સક્રિય થઈ ગઈ છે. ત્યારે હવે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી, જયારે સૌરાષ્ટ્રમાં આજ રોજ અને આવતીકાલના દિવસે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

image source

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવનાર ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જયારે સૌરાષ્ટ્રમાં આજ રોજ અને આવતીકાલના દિવસે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આવેલ નવસારી, વલસાડ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જયારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૭ તાલુકામાં વરસાદ.

image source

સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં સાંજના સમયે અને રાતના સમયે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદ પડવાની આગાહીના લીધે માછીમારોને આવનાર બે દિવસ માટે દરિયો નહી ખેડવા સુચના આપી દેવામાં આવી છે. જયારે બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકની સ્થિતિ વિષે વાત કરીએ તો ગુજરાત રાજ્યના ૧૪૭ તાલુકાઓમાં વરસાદ આવ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો ૧૯.૭૨% વરસાદ પડી ગયો છે તેવી નોંધ કરાઈ છે.

રાજ્યભરમાં સીઝનનો ૧૯.૭૨% વરસાદ પડ્યો છે.

image source

આખા રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન આ વર્ષની સિઝનમાં ગત દિવસ સુધીમાં કુલ ૧૯.૩૧% જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે, તેમાંથી કચ્છ વિસ્તારમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ ૨૩.૨૯% વરસાદ નોંધાયો છે. જયારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો ૧૭.૮૭% વરસાદ નોંધાયો છે. ત્યાં જ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો ૧૮.૮૬% વરસાદ નોંધવામાં આવ્યો છે. જયારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યાર સુધીમાં સીઝનનો ૧૯.૯૭% વરસાદ પડી ગયો છે.

અમદાવાદ શહેરમાં મંગળવારના રોજ ૩૫.૬ ડીગ્રી તાપમાન.

image source

એક બાજુ જ્યાં વરસાદી વાતાવરણ પ્રસરી રહ્યું છે અને તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને ગરમીમાં કેટલાક અંશે રાહત મળી છે તેમ છતાં હજી પણ લોકોને બફારો સહન કરવો પડે છે. મંગળવારના રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતા ૧.૪ ડીગ્રીનો વધારો થતા ૩૫.૬ ડીગ્રી નોંધવામાં આવ્યું છે જયારે લઘુત્તમ તાપમાન ૨૭.૦ ડીગ્રી નોંધવામાં આવ્યું હતું.