ધૈર્યરાજની સારવાર શક્ય બનશે, લોકોની દરિયાદિલીથી રૂ.16 કરોડનું દાન એકઠું થઈ ગયું, ગુજરાતીઓ મોજમાં

છેલ્લા 3 મહિનાથી ગુજરાતના દરેક ગામોમાં એક નામ ગુંજી રહ્યું છે અને લોકો પણ જેના માટે ખોબલે ને ખોબલે દાન આપી રહ્યા છે એવા ધૈર્યરાજસિંહને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને તમારું હૈયું પણ ફૂલી જશે અને ગોરવ પણ થશે. વાત કંઈક એમ હતી કે આ મધ્યમવર્ગના પરિવાર માટે દવાના 16 કરોડ રુપિયા ભેગા કરવા સપના સમાન હતું, પણ એક મદદની હાકલને લોકોએ મન મૂકીને ધૈર્યરાજને દવા માટે મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે તેને 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ ગઈ છે, જેમાં 2 કરોડથી વધુ રોકડ પણ મદદના રૂપમાં આવી છે. ત્યારે આ પ્રસંગે ધૈર્યરાજસિંહના પિતાએ વાત કરી હતી કે મને લોકો અને મિત્રો પાસેથી ખૂબ મદદ મળી છે. આજે મારા દીકરાની સારવાર માટેના 16 કરોડ ભેગા થઈ ગયા છે.

image source

જો વિગતે વાત કરીએ તો ધૈર્યરાજસિંહના પિતાએ વાત કરી હતી કે હવે ટેક્નિકલ પ્રક્રિયા પૂર્ણ કરીને હવે દવા મગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક વખત દવા માટે ઓર્ડર અપાઈ જાય ત્યાર બાદ 15 દિવસમાં એ આવી જાય છે. ત્યાર બાદ હવે મારા દીકરાની સારવાર શરૂ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ત્યાં બાળકનો જન્મ થતાં માતા-પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પ્રસર્યો હતો, પરંતુ માતા-પિતાને ક્યાં ખબર હતી કે બાળક એક ગંભીર બીમારી સાથે જન્મ્યું છે.

42 દિવસમાં ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડથી વધુનું દાન મળ્યું છે. - Divya Bhaskar
image source

ઘટના કંઈક એવી બની કે પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઇ જતાં ચકાસણી દરમિયાન નિષ્ણાત ર્ડોક્ટરે જણાવ્યું હતું કે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે, જેને એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવાં બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતો નથી, જેને લીધે ન્યુરોન્સનો સ્તર અપૂરતો હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. કહેવામાં આવે છે કે આ રોગ માટેનાના ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી માગવું પડે છે. હવે આ પૈસા ભેગા થઈ ગયા છે અને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી ભારત-ઇંગ્લેન્ડની ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમ બહાર દાનની અપીલ કરાઈ હતી.
image source

જો બિમારીના ઈલાજ માટે વાત કરવામાં આવે તો ડોક્ટરોએ વાત કરી છે કે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે. જેના માટે બાળકના પિતાએ 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો હતો, ત્યારે તેઓ ચિંતા કર્યા વગર ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં પોતાનું ખાતું ખોલાવી એમાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી લીધી. ત્યારે તેમણે આ રકમ ભેગી કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી અને બધા ગુજરાતીઓએ ફૂલ નહી તો ફુલની પાંખડી આપી પરંતુ 16 કરોડ રૂપિયા રકમ ખૂબ મોટી હોવાથી વધુ ને વધુ મદદ મળી રહે એવી રાજદીપસિંહ આશા સેવી રહ્યા હતા અને આ આશા હવે પુરી પણ થઈ ગઈ છે જેનો દરેકને આનંદ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *