રાજસ્થાનનાં તડકામાં 50 વર્ષ શેકાયા બાદ 82 વર્ષની ઉંમરે પાક્યો આ વૃધ્ધનો પ્રેમ, ફોરેનરનો પત્ર આવતાં જ…

રાજસ્થાનના થાર રણની મધ્યમાં સ્થિત એક ગામ આવેલું છે જેને ભૂતિયા ટાઉન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ ગામને લોકોએ ધીમે ધીમે છોડી દીધું છે. હાલમાં આ ગામમાં 82 વર્ષના એક વૃધ્ધ ત્યાં ચોકીદારનું કામ કરી રહ્યાં છે. આ ચોકીદારનાં ચર્ચામાં આવવાનું કારણ નવાઈ પમાડનારૂ છે. તેમણે તાજેતરમાં હ્યુમ્નસ ઓફ બોમ્બેના સાથે વાત કરી હતી. કુલધરાના આ પ્રવેશદ્વાર વિશે વાત કરતાં વૃધ્ધ ચોકીદારે કહ્યું છે કે “જ્યારે હું પહેલીવાર મરિનાને મળ્યો ત્યારે મારી ઉમર 30 વર્ષ હતી – તે જેસલમેરમાં ઓસ્ટ્રેલિયાથી આવી હતી.”

राजस्थान के 'भुतहा' गांव के द्वारपाल ने सुनाई अपनी 'अधूरी प्रेम कहानी', पहली नजर में हुआ विदेशी महिला से प्यार और फिर...
image source

આ બાબતે તેમણે વિગતે વાત કરતાં જણાવતાં કહ્યું કે આ 1970ના દાયકાની વાત છે જ્યારે તે અહીંના પ્રવેશદ્વારના ચોકીદાર બન્યા ન હતા. તે જેસલમેરમાં મરિનાને મળ્યાં અને પાંચ દિવસની મુલાકાત દરમિયાન તેણે મરિનાને સવારી કરવાનું શીખવ્યું હતું. આ ચોકીદારે તે સમયને યાદ કરતાં કહ્યું હતું કે ‘અમારા બંને માટે પહેલી વારનો પ્રેમ હતો. આખી મુસાફરી દરમિયાન અમે બન્ને એકબીજા પરથી નજર હટાવી જ નહોતા શક્યા. ‘

image source

તેમણે આગળ કહ્યું કે તે ઓસ્ટ્રેલિયા રવાના થાય તે પહેલાં મરિનાએ તો પોતાની લાગણીઓની કબૂલાત કરી લીધી હતી અને તેણે મને ‘આઈ લવ યુ’ પણ કહ્યું હતું. જો કે મરિનાની કબૂલાત સાંભળીને આ ચોકીદાર કંઈ જ બોલ્યો ન હતો બસ મૌન થઈને ખાલી સંભાળતો જ રહ્યો. જાણવા મળી રહ્યું છે કે આ પછી મરિના તેનું મૌન સમજી ગઈ હતી. જો કે મરિનાના ઓસ્ટ્રેલિયા ગયા પછી બંને સતત સંપર્કમાં રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પછી જ્યારે તેણે તેને ઓસ્ટ્રેલિયા બોલાવ્યો ત્યારે 30,000 રૂપિયાની લોન લીધી અને પરિવારને જાણ કર્યા વિના મેલબોર્ન ચાલ્યો ગયો અને જ્યાં તે મરીના સાથે ત્રણ મહિના રહ્યો. તેમણે તે ત્રણ મહિનાને જાદુઈ હોય તેવાં ગણાવ્યા હતાં. પરંતુ આ બાબતો ત્યારે જટીલ થઈ ગઈ જ્યારે મરિનાએ તેને તેની સાથે લગ્ન કરવા અને તેની સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાનું કહ્યું.

ચોકીદારે વધારે જણાવતાં કહ્યું કે તે ભારત છોડવા તૈયાર નહોતો જ્યારે મરિના ભારતમાં સ્થાયી થવા માટે તૈયાર નહોતી. બસ આજ કારણે બંને છૂટા પડ્યા. તેણે કહ્યું કે ‘તે આ દિવસે ખૂબ રડ્યો જ્યારે અમે બંને છુટા થયા.’ તે પાછો ઘરે આવ્યો. તેણે પારિવારિક દબાણમાં લગ્ન કર્યા અને કુલધારાના ચોકીદાર તરીકેની નોકરી ચાલું કરી. તેણે કહ્યું, ‘હું આ પછી પણ ઘણી વખત મરિના વિશે પણ વિચારતો રહ્યો. મનમાં થતું કે શું તેણીએ લગ્ન કરી લીધાં હશે? કે શું હું હવે ક્યારેય તેને મળી શકીશ?

image source

આ પ્રશ્નોની વચ્ચે પણ તેણે ક્યારેય મરિનાને પત્ર લખવાની હિંમત કરી નહોતી. તેમણે કહ્યું, “સમય જતા ધીમે ધીમે બધી યાદો પણ ઓછી થઈ ગઈ.” તેમના પુત્રો મોટા થયા અને બહાર ચાલ્યા ગયા અને બે વર્ષ પહેલાં, તેમની પત્નીનું અવસાન થયું છે. આ સાથે તેણે જણાવ્યું કે અહીં હું એક 82 વર્ષનો માણસ હતો જે ભારતના કુલાધરામાં ચોકીદાર તરીકે કામ કરી રહ્યો છું.” આ આખી કહાની પછી જે થયું તે એક ચમત્કારથી કંઈ ઓછું ન કહી શકાય. આખરે 50 વર્ષ પછી આ કહાની નવા મોડ પર ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. મરિનાનો એક પત્ર આ રીતે 50 વર્ષ પછી તેની પાસે આવ્યો. ચોકીદાર કહે છે કે આખરે 50 વર્ષ પછી તેણે મને શોધી કાઢ્યો હતો.”

કુલાધરાનો આ ચોકીદાર જણાવે છે કે તે અને મરિના દરરોજ એક બીજા સાથે ફોન પર વાત કરે છે અને તે જલ્દીથી ભારત આવવાનું વિચારી રહી છે. તે કહે છે, ‘મરિનાએ મને કહ્યું હતું કે તેણીના હજી લગ્ન નથી થયા. મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. પરંતુ પહેલો પ્રેમ મારા જીવનમાં પાછો આવ્યો છે અને હું દરરોજ તેની સાથે વાતો કરી રહ્યો છું અને તે હું લાગણીઓને હું શબ્દો દ્વારા વર્ણન પણ નથી કરી શકતો. ચોકીદારની આ પ્રેમ કહાનીને ફેસબુક પેઈજ પર હજારો લોકો કૉમેન્ટ કરી રહ્યાં છે.

image source

આ સાથે જાણવા મળી રહ્યું છે કે હજારથી વધુ લોકોએ આ કહાની વાંચીને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે અને ખૂબ લાઈક પણ મળી રહી છે. ઘણા લોકો તેની આ પ્રેમ કહાનીના ફોલો-અપ વિશે પૂછી રહ્યાં છે. કમેન્ટ સેકશનમાં જોવા મળ્યું કે એક વ્યક્તિએ લખ્યું હતું કે, ‘હું ઓસ્ટ્રેલિયાથી છું. મને તમારી આખી કહાની જાણવી છે. હું સમજી શકું છું કે તમે તમારી ઉત્સાહી સમૃદ્ધ સંસ્કૃતિ અને ઘરને છોડવા માંગતા ન હતા. હું ઈચ્છું છું કે તમે અને મરિના આવનારા સમયમાં મળી જાઓ અને તમારા આગળનાં જીવન માટે હું મંગલ પ્રાથાના કરું છું. આ સાથે એક બીજા વ્યક્તિએ કહ્યું કે, ‘ ખરેખર કેટલી સુંદર આ પ્રેમ કહાની છે. મારે જાણવું છે કે હવે આગળ આ કહાનીમાં શું થાય છે … આ સાથે તેણે કહ્યું છે કે જ્યારે મરિના ભારત આવે છે ત્યારે એમણે જણાવજો અમારે બધાએ આ પ્રેમ કહાનીમાંથી ઘણું શીખવાની જરૂર છે. ‘ હવે ચોકીદાર મરીનાની રાહ જોઈ રહ્યો છે. મરિનાના ભારત આવ્યાં બાદ તે બન્ને પોતાનાં જીવનની નવી શરૂઆત કરશે. લોકો કહી રહ્યાં છે કે ખરેખર આ એક ચમત્કાર જ છે બાકી આટલાં સમય પછી આ રીતે ફરિથી સંપર્કમાં આવવું અને મરિનાનું ભારત આવવું કોઈ સંજોગ ન હોય શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *