ભગવાન ભોળાનાથનું આ દિવ્ય ધામ છે હજારો વર્ષો જુનું, જાણો સમ્પૂર્ણ માહિતી…

મિત્રો, ભગવાન શંકરને ઘણા નામથી ઓળખવામાં આવે છે. તેઓ વિશ્વમા તેના અનેકવિધ સ્વરૂપો માટે જાણીતા છે. કેટલાક લોકો તેમની મૂર્તિની પૂજા કરે છે તો કેટલાક લોકો તેમની પવિત્ર લીંગની પૂજા કરે છે. ધાર્મિક અને જ્યોતિષશાસ્ત્રમા એવુ કહેવામા આવે છે કે, શિવલિંગની પૂજા એ લોકો માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે.

image source

આ જ કારણ છે કે, માત્ર દેશમા જ નહી પરંતુ, દેશની બહાર પણ અનેકવિધ પ્રકારના મંદિરો સ્થિત છે કે જ્યા અમુક વિશેષ નીતિ-નિયમો દ્વારા તેમની પૂજા કરવામા આવે છે. આજે આ લેખમા અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્યા પ્રભુ શંકર લગભગ ૫૦૦૦ વર્ષથી બિરાજમાન છે.

આપણે આજે જે મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, તે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામા પણ છે. જે ખુબ જ લોકપ્રિય છે અને તેના વિશે અનેકવિધ માન્યતાઓ પણ પ્રચલિત છે. અહી જે શિવલિંગ સ્થાપિત છે તે લગભગ પાંચ હજાર વર્ષ જૂનુ છે. તેથી, વિલંબ ના કરતા ચાલો આપણે આ વિશેષ મંદિર વિશે અને તેનાથી સંબંધિત રસપ્રદ માન્યતાઓ વિશે માહિતી મેળવીએ.

image source

આપણા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડીપાડા તાલુકાના કોકમ ગ્રામ્ય વિસ્તારમા સ્થિત આ મંદિરમા ફક્ત શિવભક્તો જ નહી પરંતુ, દેશના લગભગ અનેકવિધ પ્રકારના લોકો શ્રદ્ધા ધરાવે છે. અહી ખાસ કરીને શ્રાવણ માસમા ભક્તોની વધારે પડતી ભીડ જોવા મળે છે. અહીની લોકપ્રિય માન્યતાઓ પ્રમાણે આ મંદિર લગભગ પાંચ હજાર વર્ષ જૂનુ છે.

અહીના લોકો જણાવે છે કે, ૧૯૪૦ના વર્ષમા જ્યારે પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરવામા આવ્યુ હતુ ત્યારે તે સમય દરમિયાન તેમને પાંચ હજાર વર્ષ જૂનુ એક શિવલિંગ મળી આવ્યુ હતુ. આ સમય દરમિયાન પુરાતત્વ વિભાગને ઘણી કિંમતી ચીજવસ્તુઓ મળી હતી. આ મંદિર સાથે સંબંધિત પુરાવાનો ઉલ્લેખ કર્યા બાદ પુરાતત્વ વિભાગે આ શિવલિંગને પાંચ હજાર વર્ષ જૂનુ છે તેમ જણાવ્યુ હતુ.

હજારો વર્ષ જૂના શિવલિંગ ધરાવતા આ મંદિરને “જલેશ્વર મહાદેવ મંદિર” તરીકે પણ ઓળખવામા આવે છે. જેની સાથે શિવભક્તોની ઊંડી શ્રદ્ધા અને આસ્થા પણ જોડાયેલી છે. એવુ કહેવામા આવે છે કે, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહી આવી પહોંચે છે અને ભગવાન શિવનું અદ્ભુત દર્શન કરીને પુણ્ય કમાય છે.

image source

તેથી, આ મંદિર વિશે આપણા પૌરાણિક શાસ્ત્રોમા જે પણ વર્ણન કરવામા આવ્યુ છે. શાસ્ત્રો મુજબ મંદિરની નજીક વહેતી નદીને “પૂર્વા નદી” તરીકે ઓળખવામા આવે છે. અમુક માન્યતાઓ મુજબ આ નદીમા સ્નાન કરવાથી શિવલિંગના દર્શન કરવાથી તમામ પાપોથી મુક્તિ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ