બાળકોની વેક્સિનને લઈને ફાઇઝર કંપની કરવા જઈ રહી છે આ મોટું કામ, જાણી લો જલદી કોરોના કાળમાં કામની વાત

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિયેટ પ્રોફેસર, ડૉ. અનીશ સિન્હા કહે છે કે, ”એ બહુ જરુરી છે કે બાળકો માટે કોરોના વાઇરસની રસીનું ટ્રાયલ શરુ થાય કારણ કે જ્યારે પુખ્તવયના લોકોની એક મોટી વસ્તીનું કોરોનાની રસીથી રસીકરણ થઈ જશે ત્યારે બાળકોને ચેપ લાગવાનું સૌથી મોટું જોખમ હશે.” ”હાલમાં બાળકો ઘરે છે પરતું આવનારા દિવસોમાં જ્યારે તેમની ગતિવિધિઓ વધશે અને તેઓ વધુને વધુ ઘરની બહાર રહેતા થશે, ત્યારે તેમની સામે જોખમ પણ વધશે. હજી તો ટ્રાયલ શરુ થયો છે અને ત્રીજા ટ્રાયલના પરિણામો સામે આવતાં વાર લાગશે.

image source

ત્યાં સુધી વાઇરસમાં મ્યુટેશન આવતાં બાળકો માટે જોખમ હજુ વધી જશે.” નિષ્ણાતો મુજબ બાળકોમાં ઇમ્યુનીટી પુખ્તવયની વ્યક્તિની સરખામણીમાં વધારે મજબૂત હોય છે પરતું બાળકોમાં કોરોના વાઇરસના કેસ સામે આવ્યાં છે. જો સંપૂર્ણ વસ્તીનું રસીકરણ કરવું હોય તો બાળકોને બાકાત રાખી શકાય નહીં અને એટલા માટે આ ટ્રાયલ વહેલી તકે પૂર્ણ થાય એ જરુરી છે.

કોરોનાની રસી બનાવનારી કંપની ફાઈઝર 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર મોટા સ્તર પર રસીનું ટ્રાયલ કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે.

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર રસીના ટ્રાયલ શરુ કરવાની તૈયારી

image source

ફાયઝર ઈંક કંપનીએ મંગળવારે કહ્યું કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસીના ટ્રાયલ શરુ કરવા જઈ રહ્યા છે. પરિક્ષણના પહેલા ચરણમાં ડોઝની ઓછી માત્રાની પસંદગી કર્યા બાદ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એક મોટા ગ્રુપમાં પોતાની કોરોના રસીનું પરિક્ષણ શરુ કરશે. મનાઈ રહ્યુ છે કે આ ટ્રાયલ માટે ફાઈઝરે 4500થી વધારે બાળકોની પસંદગી કરી છે. આ બાળકો અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનના રહેશે.

5થી 11 વર્ષની ઉંમરના બાળકોમાં 10 માઈક્રોગ્રામના ડોઝ અપાશે

image source

સામાન્ય એજન્સી રોયટર્સના જણાવ્યાનુસાર કંપનીની માનીએ તો સેફ્ટી, સહનશીલતા અને પહેલા તબક્કામાં 144 બાળકોમાં ઉત્પન્ન એન્ટીબોડી પ્રતિક્રિયાના આધાર પર ફાઈઝરે કહ્યુ કે આ 5થી 11 વર્ષની ઉંમરના બાળકોમાં 10 માઈક્રોગ્રામના ડોઝનું પરિક્ષણ રહેશે. ત્યારે 6 મહિનામાં 5 વર્ષની ઉંમરના ગ્રુપ અને 3 માઈક્રોગ્રામના ડોઝનું પરિક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે વયસ્કો માટે બનેલી રસીના ડોઝીની માત્રા 30 માઈક્રોગ્રામ હોય છે.

ઈમરજન્સી મંજૂરી માટે નિયામકોની સામે આવેદન કરી શકે

image source

ફાઈઝરના પ્રવક્તાએ કહ્યું કે કંપનીની આશા છે કે સપ્ટેમ્બર સુધી 5થી 11 વર્ષના બાળકોના પરિક્ષણના ડેટા મળી જશે. એટલું જ નહીં. શક્ય છે કે તે મહિનાના અંતમાં આની ઈમરજન્સી મંજૂરી માટે નિયામકોની સામે આવેદન કરવામાં આવી શકે.  ત્યારે તેમણે કહ્યું કે 2થી 5 વર્ષના બાળકો માટે ડેટા પણ તે બાદ જલ્દી આવી શકે છે. ફાઈઝરને આશા છે કે ઓક્ટોમ્બર અથવા નવેમ્બરમાં ક્યારેય પણ 6 મહિનાથી 2 વર્ષની ઉંમરના લોકોના ડેટા ઉપલબ્ધ થઈ  જશે.

ફાઈઝરે આ રસીને પોતાના જર્મન પાર્ટનર સાથે મળીને બનાવી

image source

ફાઈઝરની રસીને પહેલા અમેરિકા અને યુરોપીય સંઘમાં 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે લગાવવાની મંજૂરી અપાઈ ચૂકી છે. જો કે આ મંજૂરી ઈમરજન્સી ઉપયોગ માટે જ આપવામાં આવી છે. ફાઈઝરે કોરોનાની આ રસીને પોતાના જર્મન પાર્ટનર બાયોએનટેકની સાથે મળીને બનાવી છે. આ કંપનીની રસીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો સૌથી પહેલા પોતાની મંજૂરી આપી દીધી હતી. અમેરિકામાં લગભગ 7 મિલિયન કિશોરોને ઓછામાં ઓછી રસીનો એક ડોઝ મળશે.