ગુગલની આ એપમાં આવી રહ્યું છે આ જબરદસ્ત ફીચર, જે ટ્રુ કોલરને આપશે ટક્કર!

ઇન્ટરનેટના આ યુગમાં દરરોજ અવનવી એપ્લિકેશન બનતી હોય છે અને તેમાં યુઝર માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ મળતી હોય છે. આ પૈકી ઘણી ખરી સુવિધાઓ ખરેખર લાજવાબ અને ઉપયોગી પણ હોય છે. વળી, અમુક વિશ્વાસપાત્ર એપ પણ સમયાંતરે અપડેટ થયા કરે છે અને તેમાં નવા નવા ફીચર્સ પણ એડ થયા કરે છે.

image source

છેલ્લા કેટલાક સમયથી ગૂગલની ડાયલર એપને સારી એવી લોકપ્રિયતા મળી રહી છે. શરૂઆતના સમયમાં આ ડાયલર એપ માત્ર ગૂગલ પિકસલ અને એન્ડ્રોઇડ વન દિવસ માટે જ ઉપલબ્ધ હતી. બાદમાં તેને શાઓમી અને વન પ્લસ જેવી કંપનીઓના ફોનમાં આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ એપમાં એક ખૂબ જ અગત્યનું અને લાજવાબ ફીચર એડ કરવામાં આવ્યું છે. આ ફીચર એડ થઈ ગયા બાદ આ ગૂગલ ડાયલર એપ સીધી જ ટ્રુ કોલર એપ સમકક્ષ થઈ જશે એવું મનાય છે.

image source

આ અંગેના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગૂગલ ડાયલર એપમાં ઇનકમિંગ કોલ માટે કોલર આઈડીની સુવિધા જોડવામાં આવી રહી છે. આ ફીચર માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. આ ફિચરને ટેક વેબસાઈટ XDA એ ગૂગલ ફોન એપના લેટેસ્ટ વર્ઝનમાં સ્પોટ કર્યું છે. જો કે હાલ આ ફીચર એપના સીમિત યુઝરો માટે જ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં તે અન્ય યુઝરો માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

અજાણ્યા નંબર પરથી ફોન આવશે તો દેખાશે નામ

image source

અસલમાં ગુગલ ડાયલર એપ આ ફીચર દ્વારા જે યુઝર ફોન પર ગૂગલ ફોન એપને ડિફોલ્ટ ડાયલર એપ તરીકે સેટ કરેલ છે તેઓ હવે નંબર સેવ થયેલ હોવા છતાં એ ઓળખી શકશે કે તેને કોણ ફોન કરી રહ્યું છે. એક રીતે આ ફીચર એકદમ ટ્રુ કોલરના કોલર આઈડી ફીચરની જેમ જ કામ આપે છે. એટલે કે તમે ફોન રિસીવ કર્યા પહેલા એ અંદાજો લગાવી શકશો કે કોલ કરનાર વ્યક્તિ કોણ છે અને તેની સાથે શું વાત કરવી.

image source

જો કે એવું પણ બની શકે કે ગુગલ ડાયલર એપની આ સુવિધા તેના બધા યુઝર માટે ઉપલબ્ધ ન થઈ શકે. એટલે જો તમે પણ વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઘરે રહીને લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરો છો તો માઈક્રોસોફ્ટ નું યોર ફોન એપ પણ લાજવાબ અને કામની સુવિધા પૂરી પાડે છે. અસલમાં તેનાં દ્વારા યુઝર તેના ફોનની નોટિફિકેશન લેપટોપ કે કોમ્પ્યુટરમાં પણ જોઈ શકે છે. સાથે જ યુઝર લેપટોપ દ્વારા જ કોલ પણ કરી શકે છે.