ઓક્સિજનની અછત વચ્ચે USથી લેઉવા પાટીદાર ગુજરાતનાં 5 ગામ માટે મોકલશે આટલા બધા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન

કોરોના મહામારીમાં ઓક્સિજનની અછતથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના ઘણા શહેરોમાં લોકોના જીવ જોખમમાં મુકાયા છે. આ ખરાબ સમયમાં કોરોનાના દર્દીઓની મદદ કરવા અમેરિકામાં વસેલા ગુજરાતીઓ આગળ આવ્યા છે.

image source

અમેરિકામાં વસતા પાટીદાર સંગઠને ઉત્તર ગુજરાતના પાંચ ગામને ઓક્સિજનની મદદ કરી છે. પાટણ તાલુકાના બાલિસણા, સંડેર, મણુંદ સાથે વિસનગર તાલુકાના ભાંડુ અને વાલમ ગામ માટે અમેરિકાથી 40 લાખને ખર્ચે 110 ઓક્જિન કોન્સેંટ્રેટર મશીન ભારત આવશે. આ મશીન શનિવાર સુધીમાં ભારત પહોંચી જશે.

image source

કોરોનાના દર્દીને ખાસ કરીને ઓક્સિજનને લઈને ભારે સમસ્યા થઈ રહી છે. આ સમસ્યા આમ તો દેશભરના રાજ્યોમાં છે. ઓક્સિજનની અછતના કારણે પરિસ્થિતિ ભયંકર થઈ રહી છે. ઘણી હોસ્પિટલમાં તો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ઓક્સિજન ન મળવાથી દર્દીઓના મોત પણ નીપજ્યા છે. આવા ખરાબ સમયમાં વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ઉપરોક્ત પાંચ ગામના લેઉવા પાટીદાર સમાજના સેવાભાવી લોકોએ વતનના લોકોની મદદ કરવા અનોખી પહેલ કરી છે.

આ લોકોએ અમેરિકામાં 110 ઓક્સિજન કોન્સેંટ્રેટર મશીન ખરીદ્યા છે. આ એક મશીનની કિંમત 450થી 500 રૂપિયા છે. આવા 110 મશીન 5 ગામો માટે ખરીદવામાં આવ્યા છે. અમેરિકાથી આ મશીન થોડા દિવસમાં રવાના થશે અને શનિવાર સુધીમાં ભારત આવી જશે. આ મશીન ભારત પહોંચશે ત્યારબાદ તેને ઉત્તર ગુજરાતના પાટણ તાલુકામાં પહોંચતા કરવામાં આવશે. અહીંથી બાલિસણા ગામમાં 25 મશીન, 17 મશીન સંડેર ગામમાં, 17 મશીન મણુંદ ગામમાં મોકલાશે જ્યારે વિસનગર તાલુકાના ભાન્ડુ ગામમાં 17 અને વાલમ ગામમાં 25 મશીન મોકલાશે. આ સિવાય 9 મશીન રિઝર્વ રાખવામાં આવશે.

image source

મણુંદ ગામના અગ્રણી દિક્ષિતભાઈ પટેલનું આ અંગે કહેવું છે કે કોરોનાના દર્દીનું ઓક્સિજનની ખામીના કારણે મૃત્યુ ન થાય તે વાતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ જ કારણ છે કે અમેરિકામાં વસતા આ પાંચ ગામના સેવાભાવી લોકોએ ઓક્સિજનની આપૂર્તિ માટે તત્પરતા દેખાડી છે. આ મદદ ઉપરાંત તેઓ દવા સહિતની અન્ય મદદ કરવા પણ તૈયાર છે.

બાલિસના અને મનુંદ ગામમાં કોવિડ કેર સેન્ટર એક સ્થાનિક સમિતિ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમણે પાટણ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ એક એમબીબીએસ ડોક્ટરને મુકવાની પણ માંગ કરી છે. આ બંને કેન્દ્રને સમિતિ આધુનિક બનાવવા ઈચ્છે છે. જેમાં દર્દીને દવા, ઓક્સિજન, જ્યૂસ, યોગ, ભોજન સહિતની સુવિધા મળે. આ કેન્દ્રમાં અમેરિકાથી આવનાર ઓક્સિજન મશીન રાખવામાં આવશે.

image source

ઓક્સિજન કોન્સેંટ્રેટર એક એવી મશીન છે જેમાં ઓક્સિજન ભરવાની જરૂર નથી હોતી તે હવામાંથી જ ઓક્સિજન બનાવી લે છે. આ મશીન જાતે જ ઓક્સિજન બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!