અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું: વેક્સિન નહિં લો તો ગુનો નોંધાશે, જો રસીનું સર્ટી નહીં હોય તો દુકાન સીલ કરીને…વાંચી લો તમામ વિગતો એક ક્લિકે નહિં તો…

અમદાવાદને કોરોનાની પહેલી અને બીજી લહેર વખતે સૌથી વધુ માર પડ્યો છે. કોરોનાની બીજી લહેરમાં તો અમદાવાદ શહેરની સ્થિતિ ભારે ભયાવહ થઈ ચુકી હતી. તેવામાં હવે બીજી લહેરના પ્રકોપથી માંડ શહેર બેઠું થઈ રહ્યું છે. હવે અમદાવાદ શહેરમાં દૈનિક નવા કેસની સંખ્યા 100થી નીચે આવી છે.

image source

કેસની સંખ્યા ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ જેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું તેમ આપણે છૂટ મળી તો બેદરકાર થવાનું નથી તેમ સ્થાનિક વહિવટી તંત્ર પણ કોઈ કચાસ કે બેદરકારી દાખવવાના મૂડમાં નથી. એટલે જ તો આજે જિલ્લા કલેક્ટર દ્વારા કડક નિયમ જાહેર કરવામાં આવ્યો છે.

image source

આજથી અનલોકની પ્રક્રિયા શરુ થતા કેટલીક છૂટછાટો સરકારે આપી છે. પરંતુ આ છૂટના કારણે લોકો કોરોનાનો ભોગ ન બને તે માટે સુપરસ્પ્રેડર્સ માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરના જેટલા પણ લારી, ગલ્લા, ફેરિયા સહિતના ધંધાર્થીઓ છે જે સુપરસ્પ્રેડર્સ બની શકે છે તેમણે રસી લેવી ફરજિયાત છે. તેમણે રસી લીધાનું સર્ટીફિકેટ સાથે રાખવું પડશે. જો તેઓ રસી લેવા તૈયાર ન હોય તેમણે આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવા પડશે. આ રિપોર્ટ 10 દિવસથી વધારે જૂનો હશે તો પણ ચાલશે નહીં. એટલે કે જે રસી ન લે તેમણે દર દસ દિવસે રિપોર્ટ કરાવવા પડશે.

image source

આ સાથે જ કલેક્ટરે જાહેર કર્યું છે કે જાહેરનામા ભંગ કરનાર સુપર સ્પ્રેડર્સ વિરુદ્ધ એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું 11 જુન રાત્રે 12 કલાકથી અમલમાં આવશે અને 11 જુલાઈ એટલે કે 1 મહિના સુધી લાગુ રહેશે.

image source

ઉલ્લેખનીય છે કે આજથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં તમામ નિયમો હળવા કરવામાં આવ્યા છે. આજથી રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતા ના 50 % સાથે ચાલુ રાખી શકાશે. જ્યારે ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે . તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી જીમ અને ધાર્મિક સ્થળો પણ ખુલ્લા મુકાયા છે. તેથી સ્થાનિક વહિવટી તંત્ર પણ વધારે સતર્ક થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *