પલ્સ લાઇન શેપ હેરકટમાં હાર્દિક પંડ્યાનો જબરદસ્ત લૂક વાયરલ, શ્રીલંકા ટૂર પહેલા ‘ક્રિકેટિંગ રોકસ્ટાર’ લુકમાં સિક્કા પાડ્યાં
હાર્દિક પંડ્યા ભારતની ટીમનો એવો ખેલાડી છે કે જેને સ્ટાઈલમાં રહેવું ગમે છે. તે અવાર નવાર પોતાની સ્ટાઈલને લઈ ચર્ચામાં આવતો રહે છે. ત્યારે હવે ફરીથી કંઈક આવો જ સ્ટાઈલિશ લૂક વાયરલ થયો છે. ત્યારે હાલમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો નવો લુક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. હાર્દિક અત્યારે શ્રીલંકા ટૂરમાં જતા પહેલા મુંબઇમાં ક્વોરન્ટીન હોવાની માહિતી સામે આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે હાર્દિકના આ લુકને પ્રખ્યાત હેર ડિઝાઇનરના સોશિયલ મીડિયા હેન્ડલે શેર કર્યો છે. પંડ્યાએ પોતાના વાળ ટૂંકા કરાવી નાખ્યા છે અને દાઢી પણ ટ્રીમ કરાવી હોવાનું તસવીરમાં જોઈ શકાય છે.
હાલમાં BCCIએ ભારતીય ટીમને 2 ભાગમાં વહેંચી નાખી છે. સીનિયર ખેલાડીઓની ટીમ અત્યારે સાઉથહેમ્પટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી રહી છે. તો બીજી બાજુ ભારતની યુવા ટીમ શ્રીલંકા પ્રવાસ જવા માટે સજ્જ છે. એવામાં હાર્દિક પંડ્યાનો નવો રોકસ્ટાર લુક હેર ડ્રેસર આલિમ હકીમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતાં હવે ચર્ચાનો વિષય બન્યો છે.

આ તસવીર વિશે વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ પોતાના વાળ સાવ આછ્છા કરાવ્યા હોવાની સાથે માથામાં રોકસ્ટાર પલ્સના કટ્સ પણ કરાવ્યા હોવાનું જોઈ શકાય છે. આલિમ હકીમ અત્યારે બોલિવૂડના જાણીતા હેર ડ્રેસર છે. ‘રોકસ્ટાર’થી લઇને ‘બરફી’ સુધી રણબીર કપૂરની હેર સ્ટાઇલ આલિમે જ સેટ કરી હતી જેની ફેન્સએ નોંધ લેવી. આ સાથે જ જો ટીમ વિશે વાત કરવામાં આવે તો શિખર ધવનની આગેવાનીમાં આ ટીમ 28 જૂન પહેલા શ્રીલંકા પહોંચશે. ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર પહેલા 3 વનડે સિરીઝ રમશે. આ મેચ 13,16 અને 18 જુલાઈના રોજ રમાશે. ત્યાર બાદ 21,23 અને 25 જુલાઈના રોજ 3 ટી-30 મેચની સિરીઝ રમશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

શ્રીલંકા માટે ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો એમાં બેટ્સમેન તરીકે શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, નીતીશ રાણા છે. આ સાથે જ વિકેટકિપર તરીકે ઈશાન કિશન અને સંજુ સેમસન તો વળી ઓલરાઉન્ડરમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને કુષ્ણપ્પા ગૌતમ છે. એ જ રીતે બોલરમાં યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. હવે આ ટીમ ધૂમ મચાવવા માટે તૈયાર છે.