Site icon News Gujarat

તૌકતે વાવાઝોડાને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, IMDએ જાહેર કર્યુ અલર્ટ, રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 15 મેના દિવસે દ્વારકા, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી, અમરેલી અને કચ્છ, તાપી, આહવા, દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદની શક્યતા. IMDએ કહ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 18 મેના રોજ અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત પર તૌકતેનું સંકટ

image source

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જ્યારે આજે 50થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે.  16 મેથી દરિયામાં વાવાઝોડું સર્જાઇ શકે છે અને 16 થી 19 મે સુધી વાવાઝોડાની અસર જોવા મળશે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જો વાવાઝોડું ગુજરાતને અથડાય તો 100 કિમી કરતા વધુ ઝડપે પવન ફુંકાઇ શકે છે જેના દરિયાકાંઠા વિસ્તારોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં NDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવી છે અને 29 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતની સાથે 4 રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળશે.

image source

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફત આવી પડે છે. કોરોના બાદ હવે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ તો તૌકતે વાવાઝોડાની દહેશતને પગલે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપા દેવામાં આવી છે તો અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં 1-નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદની મોટા ભાગની બોટો મધ દરિયે હોવાથી તમામ બોટને પરત ફરવા સૂચના અપાઇ છે. તમામ બોટોને કિનારે લાવવાનો તંત્રએ આદેશ કર્યો છે. આ તરફ દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ અલર્ટ બન્યું છે. સંભવિત વાવાઝોડાના પગલે કલેકટરે અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી ચર્ચા કરી હતી. જેમાં દરિયાકાંઠાના ગામોનો સર્વે કરાયો હતો, સંભવિત વાવાઝોડાને પગલે પાણી, ફૂડપેકેટ અને અન્ય વ્યવસ્થાનું આયોજન કરી દેવા તમામ અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી દીધી છે.

મ્યાનમારે આપ્યું છે આ વાવાઝોડાનું નામ

image source

IMDએ કહ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 18 મેના રોજ અત્યંત ભારે વરસાદ પડી હકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાને તૌકતે નામ મ્યાનમારે આપેલું છે જેનો અર્થ થાય છે ગરોળી. નોંધનીય છે કે ભારતીય તટ પર આ વર્ષનું આ પહેલું વાવાઝોડું છે.

તૌકતે એટલે શું?

image source

તૌકતે નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે જેનો બર્માની ભાષામાં તેનો અર્થ થાય છે કે વિશિષ્ટ પ્રકારની મુખર ગરોળી. નોંધનીય છે કે દુનિયામાં જેટલા પણ વાવાઝોડા કે ચક્રવાત આવે છે તેમના નામ વર્લ્ડ મેટેરોલોજીકલ ઓર્ગનાઇઝેશન (WMO) દ્વારા નક્કી કરવામાં આવે છે. આ નામ પહેલેથી નક્કી જ હોય છે પછી જેમ જેમ ચક્રવાત બનતા જાય તેમ ક્રમાનુસાર નામ આપવામાં આવે છે.  ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી 31મેથી કેરળમાં ચોમાસાનો પ્રરંભ  થઈ શકે છે.  હવામાન વિભાગનું માનીએ તો 31 મેથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો પ્રરંભ થઈ શકે છે. કેન્દ્રીય હવામાન વિભગે વરસાદની આગાહી કરતાં કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષે દેશમાં 96થી 104 ટકા વરસાદ રહેવાનું અનુમાન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version