બંગાળ ચૂંટણીમાં બીજેપીની નૈયા પાર કરાવશે રામાયણના રામ, અરૂણ ગોવિલ ભાજપમાં થયા સામેલ

ભાજપે ગુરુવારે પશ્ચિમ બંગાળની ચૂંટણીના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. તેમા 148 નામ છે. આ યાદીમાં 8 મુસ્લિમ ઉમેદવારો પણ છે. આ યાદીમાં અગાઉ કોઈ પણ મુસ્લિમને ટિકિટ આપવામાં આવી ન હતી. એવું માનવામાં આવતું હતું કે પાર્ટી કોઈ પણ મુસ્લિમને હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવા ટિકિટ નહીં આપે. લોકસભાના સાંસદ જગન્નાથ સરકાર પણ વિધાનસભાની ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય કૃષ્ણ નગર ઉત્તરથી ચૂંટણી લડશે. તેમના પુત્ર શુભ્રાંગશુ રોયને પણ ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિંહાને પાર્ટીએ હબરાથી ઉમેદવારી આપી છે.

અરૂણ ગોવિલ ગુરુવારે પાર્ટીમાં જોડાયા

image source

બંગાળમાં ચાલતા ઘણાસાણ વચ્ચે દિલ્હીથી ભાજપ માટે એક સારા સમાચાર આવ્યા છે. રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવીને દેશભરમાં પ્રખ્યાત થયેલા અભિનેતા અરૂણ ગોવિલ ગુરુવારે પાર્ટીમાં જોડાયા હતા. બંગાળમાં પાર્ટી માટે તેઓ પ્રચાર કરી શકે છે. અરૂણ સાથે રામાયણ સીરિયલમાં સીતા બનેલી દીપિકા ચીખલીયા પણ ભાજપમાં છે.

બંગાળમાં અત્યાર સુધીમાં 5 સાંસદોને ધારાસભ્યની ટિકિટ

image source

ભાજપે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી સહિત 5 બેઠકના સાંસદોની નિમણૂક કરી છે. આ વખતે પણ જાણીતી હસ્તીઓને મેદાનમાં ઉતારવામાં આવી છે. હરિનાઘટા બેઠક પરથી ફોક આર્ટિસ્ટ આશિમ સરકાર અને પૂર્વસ્થલી ઉત્તરના સાયન્ટિસ્ટ ગોબર્ધનદાસને ટિકિટ મળી છે. પ્રખ્યાત અભિનેત્રી પોરનો મૈત્રાને બારાનગરથી નોમિનેટ કરવામાં આવી છે.

આ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ મળી

ગોલપોખરના ગુલામ સરવર, ચોપરાના મોહમ્મદ શાહીન અખ્તર, હરિશ્ચંદ્રપુરથી મોહમ્મદ મતીઉર રહેમાન, ભાગવાંગોલાના મહબૂબ આલમ, સુમપુરથી એડ્વોકેટ એસ.કે.જિાઉદ્દીન, ડોમકલથી રુબિયા,ખાતૂન, સાગરદિધીથી માફુજા ખાતુન, રાનીનગરથી માસુહારા ખાતૂનને ટિકિટ મળી છે.

પ્રથમ યાદીમાં 57 ઉમેદવારો

ભાજપે 57 નામોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આમાં મોટું નામ શુભેન્દુ અધિકારીનું હતું. તેમને મમતા બેનર્જી સામે નંદિગ્રામથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 57 નામોમાં એક પણ મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ થયો નથી. આ યાદી બહાર આવ્યાના એક દિવસ પહેલા જ પાર્ટીમાં જોડાયેલા તન્મય ઘોષને વિષ્ણુપુરથી મેદાનમાં ઉતાર્યા હતા. આ યાદીમાં 12 એસસી, 7 એસટી ઉમેદવારોના નામ પણ હતા.

બીજી યાદીમાં 63 નામ

image source

પાર્ટીએ 14 માર્ચે ઉમેદવારોની બીજી સૂચિ જાહેર કરી હતી. તેમાં ભાજપના સાંસદ લોકેટ ચેટરજી અને કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો સહિત 63 નામો હતા. આસનસોલના સાંસદ બાબુલ સુપ્રિયોને ટોલીગંજથી ટિકિટ મળી. અભિનેત્રી અને હુગલીના સાંસદ લોકેટ ચેટર્જીને ચુંચુરાથી, રાજ્યસભાના સાંસદ સ્વપ્નદાસ ગુપ્તાને તારકેશ્વરથી અને કૂચબિહારના સાંસદ નિશિથ પ્રમાણિકને ડિંહાટામાંથી નિમણૂક કરવામાં આવી હતી. પ્રામાણિક ડિંહાટાના જ રહેવાસી છે. આ સાથે ભાજપે અલીપુરદ્વારથી અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિરીની ટિકિટ આપી છે.

બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી

image source

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થશે. 294 સીટોવાળી વિધાનસભા માટે વોટિંગ 27 માર્ચથી માર્ચ (30 બેઠકો), 1 એપ્રિલ (30 બેઠકો), 6 એપ્રિલ (31 બેઠકો), 10 એપ્રિલ (44 બેઠકો), 17 એપ્રિલ (45 બેઠકો), 22 એપ્રિલ (43 બેઠકો), 26 એપ્રિલ(36 બેઠકો), 29 એપ્રિલ (35 બેઠકો) પર યોજાવાની છે. 2 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!