ફેક્ટરી આજુબાજુ રખડતા કૂતરાઓનો બદલતો રંગ જોઈને લોકોએ કહ્યું- આ શું, કઈ રીતે, આવું હોતું હશે, હવે શું થશે

રશિયામાં કૂતરાઓની ચામડીના કલરને લઈને કંઈક અલગ જ ચર્ચા થઈ રહી છે. ત્યાંના રખડતા કૂતરાઓની પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર આ કૂતરાઓની ત્વચાનો રંગ સંપૂર્ણ વાદળી થઈ ગયો હતો. આજકાલ આ કૂતરાઓના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ બધા કૂતરા રશિયાના એક શહેર ડેરઝિંસ્કમાં જોવા મળ્યાનું જાણવા મળ્યું છે.

रूस में मिले कुत्ते
image source

આ ઘટના બાબતે એવું માનવામાં આવે છે કે કોઈ પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાને કારણે તેમના રંગમાં પરિવર્તન આવી રહ્યું છે. સોવિયત યુનિયનના સમયનો એક રાસાયણિક પ્લાન્ટ આ શહેરમાં આવેલ છે. જ્યાં તે એક વિશાળ રાસાયણિક ઉત્પાદન ક્ષમતાની સુવિધા હતી અને જેમાં હાઇડ્રોસાયકનિક એસિડ અને પ્લેક્સી કાચ બનાવવામાં આવ્યા હતા.

image source

આ સાથે જ વાત કરીએ તો એવું પણ માનવામાં આવે છે કે અહીંથી નીકળતાં રાસાયણિક કચરાને લીધે જ આ કૂતરાઓની પરિસ્થિતમાં આવો ફેરફાર જોવા મળી રહ્યો છે. જો કે મળેલ માહિતી મુજબ કોઈક કારણોસર છ વર્ષ પહેલા ફેક્ટરી બંધ થઈ હતી. આ કિસ્સામાં, રાસાયણિક પ્લાન્ટના માલિક આંદ્રેનું માનવું છે કે કૂતરાઓની ચામડી વાદળી રંગની થઈ જવાની માહિતી તદન ખોટી છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તે માત્ર લોકોમાં અફવા માટે આવી વાતો બનાવવામાં આવી રહી છે અને લોકોને બેવકૂફ બનાવાઈ રહ્યાં છે.

image source

જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે જો આ કૂતરાઓની ખરેખર આવી હાલત હોય, તો તેનું કારણ માટે જવાબદાર તેમણે કૂતરાઓ તેઓ કોપર સલ્ફેટ નામના રસાયણના સંપર્કમાં હોવા જોઈએ તેવું જણાવ્યું હતું.

image source

નિષ્ણાતોના કહેવા મુજબ માનીએ તો શરીર પર કોપર સલ્ફેટ લગાવવાથી ખૂબ જ બળતરા થાય છે અને જેનાથી ખંજવાળની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. આવા ફોટો આજ પેહલી વખત સામે આવ્યાં નથી આ પેહલા પણ આવા ફોટો સામે આવતા રહેલ છે. આ કૂતરાઓની તસવીરો આ કેમિકલ પ્લાન્ટ નજીક રહેતા સ્થાનિક લોકોએ ક્લિક કરી હતી. આ પહેલા પણ કેટલાક વર્ષો પહેલા રશિયામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યારે કેટલાક પ્રાણીઓનો રંગ સામાન્ય કરતા તદ્દન અલગ હતો.

image source

આ કિસ્સામાં સ્થાનિક પ્રશાસનના પ્રવક્તાએ કહ્યું છે કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, આ કૂતરાઓને હવે પકડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી કરીને ત્યારબાદ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, કારણોને જાણવામાં આવશે. ત્યારબાદ તેમના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવશે અને તેમની હાલત, આ રીતે રંગ પરિવર્તન થવાનાં તમામ બાબતોની જાણકારી તપાસ દ્વારા મેળવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!