મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારત લાવવા પહોંચી આ મહિલા CBI ઓફિસર

જો પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત છેતરપિંડીના આરોપી મેહુલ ચોક્સીને ડોમિનિકાની અદાલત ભારતને સોપી દેશે તો આ કેસની તપાસ અધિકારી શારદા રાઉત તેને દિલ્હી લાવશે. તે ડોમિનિકામાં હાજર 6 સભ્યોની સીબીઆઈ ટીમનું નેતૃત્વ કરી રહી છે. શારદા રાઉત મેહુલ ચોક્સીને પકડવા માટેના એક ઓપરેશનનું નેતૃત્વ કરી રહી છે.

डोमिनिका में मौजूद सीबीआई टीम को शारदा राउत ही लीड कर रही हैं
image source

સૂત્રો કહે છે, જો ત્યાંની કોર્ટ મેહુલ ચોક્સીને તેના દેશમાંથી દેશનિકાલ કરવાનો આદેશ આપે છે, તો સીબીઆઈની ટીમ મેહુલને એક ખાનગી જેટમાં દિલ્હી લાવશે. ભારતીય ભૂમિ પર ઉતર્યા બાદ શારદા રાઉત તેની ધરપકડ કરશે.

એક રિપોર્ટ અનુસાર સુનાવણી પેહલા ભારતીય અધિકારીઓએ ડોમિનિકન અધિકારીઓ સાથે ઘણી બેઠક યોજી હતી. જાણવા મળ્યું છે કે મેહુલની ગુનાહિત પ્રવૃત્તિઓની વિગતો સાથે ઇડીનું એફિડેવિટ ડોમિનિકન કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું છે. જેમાં તે કહેવામાં આવ્યું છે કે તે કેવી રીતે ભારતીય નાગરિક છે અને કયા આધારે તેને ભારત દેશનિકાલ કરવામાં આવે.

image source

સૂત્રોએ જણાવ્યું છે કે ડોમિનિકન ફરિયાદી દ્વારા ઇડી અને સીબીઆઈ કોર્ટને ખાતરી આપવાનો પ્રયત્ન કરશે કે તેમની કસ્ટડીમાં રહેલી વ્યક્તિ જાન્યુઆરી, 2018 થી ભારતમાં વોન્ટેડ આરોપી છે. ઇન્ટરપોલની રેડ નોટિસના આધારે તેને તાત્કાલિક પાછા ભારત મોકલવા જોઈએ. મેહુલ ચોક્સીને નવેમ્બર 2017 માં એન્ટિગુઆ નાગરિકતા આપવામાં આવી હતી. આ હોવા છતાં, તેમણે ક્યારેય ભારતીય નાગરિકત્વ સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને આજે પણ તે ભારતીય નાગરિક છે.

સૂત્રો કહે છે કે કેન્દ્રીય નાણાકીય તપાસ એજન્સી ડોમિનિકામાં હાજર સીબીઆઈ અધિકારીઓ સહિતના ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે અને મેહુલ ચોક્સી વિરુદ્ધ નક્કર પુરાવા તેમની સાથે શેર કર્યા છે.

image source

એજન્સી અધિકારીઓ પણ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ડોમિનીકામાં ચોક્સીનો કેસ કાનૂની મુશ્કેલીમાં ન આવે, નહીં તો ભારતને લાંબી રાહ જોવી પડશે.

શું હતી ઘટના?

image source

મેહુલ ચોક્સી, જે 23 મેના રોજ એન્ટિગુઆથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો, તેને ડોમિનિકન પોલીસે ગેરકાયદેસર રીતે તેમના દેશમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. મેહુલે આરોપ લગાવ્યો કે સંભવત તેને ભારતીય અને એન્ટિગુઆન અધિકારીઓએ એન્ટિગુઆથી અપહરણ કર્યું હતું. તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તેમને ષડયંત્ર હેઠળ ધરપકડ કરી હતી. નોંધનિય છે કે આ પહેલા હોસ્પિટલમાંથી મેહુલની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાતેના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેમના વકિલેદાવો કર્યો હતો કે મેહુલ ચોક્સીનું અપહરણ કરી માર મારવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *