અમદાવાદમાં પવન સાથે ભારે વરસાદ, આખા ગુજરાતમાં સંપૂર્ણ પરિવહન બંધ, અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ

ઝડપી પવન

અમદાવાદ શહેરમાં ૭૦ કિમીણી ઝડપે પવન ફૂંકાયો, વરસાદના લીધે શહેરમાં પાણી પાણી, આ સાથે જ ઝીરો વિઝીબિલીટી.

image source

‘તાઉ તે’ વાવાઝાડાનો પ્રભાવ આખા ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓએ ભારે પવન ફુંકાવાની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યના એસટી વિભાગ તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડાના કરને આખા ગુજરાત રાજ્યમાં એસટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આખા ગુજરાત રાજ્યમાં આવનાર ચાર કલાક સુધી એસટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. ત્યાર બાદ ‘તાઉ તે’ વાવાઝોડાના પ્રભાવને ધ્યાનમાં રાખતા આવનાર સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ‘તાઉ તે’ વાવાઝોડાના લીધે અમરેલીના રાજુલા વિસ્તારમાં અકસ્માત થયો હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે.

‘તાઉ તે’ વાવાઝોડાની ક્ષણેક્ષણની જાણકારી:

image source

અમદાવાદ શહેરમાં ૬૦ થી ૭૦ની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ વરસાદના લીધે અમદાવાદમાં ઝીરો વિઝીબિલીટી થઈ ગઈ છે. રસ્તાઓ પર વાહન ચલાવનાર વ્યક્તિઓને ફરજીયાત લાઈટ ચાલુ કરી પડે છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
‘તાઉ તે’ વાવાઝોડાથી રેલ્વે સેવા પ્રભાવિત થવાથી ચેતવણીના લીધે ઘણી બધી ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે. રેલ્વે વિભાગ દ્વારા પાલનપુર- જોધપુર, ભીલડી-જોધપુર જઈ રહેલ ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે. મહેસાણા- આબુરોડ મેમુ પણ કેન્સલ કરી દેવામાં આવી છે . આ સાથે જ અમદાવાદ-કેવડીયા જન શતાબ્દી સ્પેશિયલ ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરના ઘણા બધા વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ કરવામાં આવતા અંધારપટ છવાઈ ગયું છે. જયારે સાણંદમાં વીજવાયર પડી હતા ભાઈ અને બહેનનું મૃત્યુ થઈ ગયું છે.

image source

અમદાવાદ શહેરના મેયર કંટ્રોલ રૂમમાં પહોચી ગયા, ‘તાઉ તે; વાવાઝોડાને સંબંધિત અમદાવાદ શહેરની વર્તમાન સ્થિતિણી સમીક્ષા કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં અથડાયું તાઉ તે વાવાઝોડું, વાવાઝોડાની આંખનો સ્પર્શ અમદાવાદ શહેરને થયો, અમદાવાદ શહેરથી એકાદ કલાકમાં જ પસાર થઈ શકે છે. સાંજના ૫ વાગ્યા પછી તાઉ તે વાવાઝોડું મહેસાણા પહોચી શકે છે.

image source

હાલમાં તાઉ તે વાવાઝોડાની ઝડપમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આખા રાજ્યમાં તાઉ તે વાવાઝોડાના લીધે પરિવહન સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના માર્ગ પરિવહન નિગમ તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ એસટી બસ સેવા આખા રાજ્યમાં બંધ રાખવામાં આવી છે. વાવાઝોડું જ્યાં સુધી ફંટાશે નહી ત્યાં સુધી સમગ્ર રાજ્યમાં પરિવહન સેવા બંધ રાખવામાં આવશે. તદુપરાંત ઉના-રાજુલા- મહુવામાં શેડને આંશિક નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્ય માટે એસટી બસની ફાળવણી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!