જૂનાગઢની હોટલમાં સિંહે એન્ટ્રી લેતા ચકચાર મચી, CCTVમાં કેદ થઈ સેકન્ડ ટુ સેકન્ડની ઘટના, લોકોમાં ડરનો માહોલ

અવાર નવાર સિંહ રસ્તા પર આંટાફેરા કરતા જોવા મળે છે અને લોકોના ફોનમાં ફોટો વીડિયો તરીકે કેદ થાય છે. ત્યારે આ પહેલાં પણ સિંહનો હેરાન કરી આપનાર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જેન જોઈને લોકો ફફડી ઉઠ્યા હતા. આ વીડિયોમાં બે સિંહને કારની સાથે ચાલતા જોવા મળ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર કંઈક આવો જ વીડિયો વાયરલ થયો છે અને લોકો હાફડા ફાફડા થઈ ગયા છે. શિકારની શોધમાં સિંહ અવાર નવાર જંગલ બહાર નીકળી આવે છે. એમાંય જૂનાગઢ અને સાસણ આસપાસના રહેણાંક વિસ્તારોમાં સિંહોના આટાફેરા વધી ગયા છે.

image source

જો છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં સિંહો અનેક વખત દેખાઈ ચૂક્યાં છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે કોઈ રસ્તા પર નહીં પણ એક હોટલના કમ્પાઉન્ડમાં સિંહ જોવા મળ્યો હતો. જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જૂનાગઢ રેલવે સ્ટેશનની નજીક આવેલી સરોવર હોટલનો ગેટ કૂદીને એક સિંહ જતો જોવા મળી રહ્યો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી અને હવે વીડિયો ચારેકોર વાયરલ થઈ રહ્યો છે.

image source

જો ઘટના ક્યારે બની અને કયા કયા કારણો દર્શાવવામાં આવી રહ્યા છે એના વિશે વાત કરીએ તો સિંહ વહેલી સવારે હોટલના કોરિડોરમાં જોવા મળ્યો હતો. તેના પાછળનું એક કારણ એ પણ હતું કે એ સમયે લોકોની અવરજવર નહતી. જો કે તેના ફૂટેજ પણ સામે આવ્યા છે અને એમાં CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 40 સેકન્ડ સુધી હોટલના કોરિડોરની વિઝીટ કરી આગળ જવાનો રસ્તો ના મળતા સિંહ ગેટ કૂદી જઈ રહ્યો છે. પણ આ રીતે સિંહોની નગરી, નવાબી નગરી જૂનાગઢ શહેરમાં સિંહને જોઈ બધા હેરાન રહી ગયા છે.

image source

પાણી અને શિકારની શોધમાં શહેરી વિસ્તારમાં આંટાફેરા મારીને અંતે સિંહો જંગલમાં જતા રહ્યાની ઘટના સીસીટીવીના કારણે બહાર આવી છે. તેમાય ખાસ કરીને સોમવારે એક સિંહ રસ્તો ભટકી જતા જંગલ તરફ જવા માટે જૂનાગઢ શહેરમાં લટાર મારી હતી. ગત સોમવારે વહેલી સવારે 4.45 કલાકે એક સિંહ જૂનાગઢ શહેરના પોર્સ વિસ્તાર એવા જોષીપરામાં ઘુસ્યો હતો, અહીની સરદારપરા સોસાયટીમાં અનેક શેરી-ગલીમાં આંટાફેરા મારીને આ સિંહ ત્યાંથી નીકળીને રેલ્વે સ્ટેશનના ખંડેર મકાનોમાં થઈને 7 ફૂટની દીવાલ કુદીને રેલ્વે સ્ટેશન રોડ ઉપર ચડયો હતો.

આ સિવાય કેટલાક સમય પહેલાં બે સિંહો ભારે ચર્ચામાં આવ્યા હતા. જૂનાગઢમાં સિંહો વચ્ચે સમલૈંગિકતાના સમાચારથી લોકો ચોંકી ગયા હતા. જૂનાગઢના ગીર વિસ્તારમાં આશરે 600 સિંહો જોવા મળે છે, જેમાં ઘણા સિંહો સમલૈંગિક સંબંધ બનાવી રહ્યા છે. જૂનાગઢનાં ગીર જંગલમાં હાલમાં લગભગ 600 સિંહો છે, જેમાં 340 માદા (ફિમેલ) સિંહો છે અને 100 નર (પુરૂષ) સિંહો છે. આ સાથે જ, ત્યાં 240 સિંહ બાળ પણ છે જેમની ઉંમર 2 થી 8 વર્ષની વચ્ચે છે. જો કે સિંહો પર સંશોધન કરનાર વન્યપ્રાણી નિષ્ણાંત નિશાંતે જણાવ્યું હતું કે સિંહોનું સમલૈંગિક હોવું સામાન્ય વાત છે અને આ પહેલા પણ આવી રહ્યું છે.

જૂનાગઢના ફોરેસ્ટ ઓફિસર, ડો. ડી ટી વસાવાડાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે નર (પુરુષ) સિંહો વચ્ચે આ પ્રકારનું નિરીક્ષણ જોવા મળ્યું છે અને તેઓ એકબીજાની વચ્ચે સંબંધ બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!