અહીં બની રહી છે વિશ્વની સૌથી મોટી ટુ વ્હિલર ફેકટરી, આટલા બધા લોકોને મળશે નોકરી, જાણી લો જલદી તમે પણ

મોબાઈલ એપ આધારિત ટેક્સી સર્વિસ આપનારી કંપની Ola (ઓલા) એ હવે તમિલનાડુમાં પોતાના દ્વિચક્રી વાહનોના નિર્માણ માટે પ્લાન્ટ શરૂ કરી દીધો છે. મુંબઇ ખાતે સ્થિત મોબિલિટી કંપની ઓલાએ ડિસેમ્બર 2020 માં જાહેરાત કરી હતી ઓએ તે ભારતમાં ઇલેક્ટ્રિક સ્કુટર્સનું ઉત્પાદન કરવા માંગે છે. તેના માટે કંપનીએ ડિસેમ્બરમાં જ તમિલનાડુ સરકાર સાથે પોતાના કરાર કર્યા હતા. ઓલાનો આ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો દ્વિચક્રી ઉત્પાદન પ્લાન્ટ હશે જે 500 એકરની જમીન પર ફેલાયેલો હશે. આ માટે જાન્યુઆરી 2021 માં ભૂમિ અધિગ્રહણનું કામ પૂરું થયું હતું. ઓલાએ જાહેરાત કરી છે કે પ્લાન્ટનું કામ જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી થોડા મહિનામાં જ પ્લાન્ટનો પહેલો વિભાગ શરૂ પણ થઈ જશે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે ઓલાના આ પ્લાન્ટ વિશે વધુ વિગત જાણીશું.

image source

ઓલા કેબ્સ એ મે 2020 માં નેધરલેન્ડ ખાતેની ઇલેક્ટ્રિક સ્કૂટર કંપની Etergo નું અધિગ્રહણ કર્યું હતું. આગામી સમયમાં આવનારી ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર Etergo AppScooter પર આધારિત હોવાની શક્યતા છે. તેમાં એક સ્વેપ થઈ શકે તેવી હાઈ એનર્જી ડેન્સીટી બેટરી પેક મળે છે અને કંપનીના દાવા મુજબ આ બેટરી ફૂલ ચાર્જ કરવા પર 240 કિલોમીટરનું અંતર કાપી શકે છે. Etergo AppScooter માત્ર 3.9 સેકન્ડમાં જ 0 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કુટરમાં સીટની નીચે 50 લીટર સ્ટોરેજ ક્ષમતા આપવામાં આવી છે.

એક કરોડથી વધુ માનવ કલાકો

image source

ઓલા ના દાવા મુજબ આ પ્લાન્ટ આગામી થોડા સમયમાં જ તૈયાર થઈ જશે. અને થોડા મહિનાઓમાં જ ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોનું ઉત્પાદન પણ શરૂ થઈ જશે. કંપની એવો પણ દાવો કરી રહી છે કે પ્લાન્ટને રેકોર્ડ સમયમાં ચાલુ કરવા માટે 10.મિલિયન (એક કરોડ) થી વધુ માનવ કલાકની યોજના બનાવવામાં આવી છે.

20 લાખ યુનિટનું શરૂઆતી ઉત્પાદન

image source

કંપનીના કહેવા મુજબ ઓલાનો દ્વિચક્રી પ્લાન્ટ તેના પ્રથમ ચરણમાં દર વર્ષે 20 લાખ યુનિટ તૈયાર કરશે. પહેલા ચરણમાં આ પ્લાન્ટ ઓલાના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કામ કરશે જ્યાં ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોની એક મોટી રેન્જનું ઉત્પાદન કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક સ્કુટરને ફક્ત ભારતમાં જ નહીં પણ યુરોપ, બ્રિટન, લેટિન અમેરિકા, એશિયા પ્રશાંત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની બજારોમાં પણ વેંચવા માટે મોકલવામાં આવશે.

10,000 લોકોને રોજગાર

image source

ઓલાના દાવા મુજબ ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજી અપનાવી હોવા છતાં આ મેગા ફેકટરીમાં 10,000 નોકરીઓની જગ્યા મળશે. કંપનીનો એવો પણ દાવો છે કે આ પ્લાન્ટ સ્થિરતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે. કંપની એ વાત પર વિશેષ ધ્યાન રાખી રહી છે કે વૃક્ષોને કાપવામાં ન આવે. પ્લાન્ટની અંદર પણ એક મોટું વન ક્ષેત્ર હશે. સાથે જ પ્લાન્ટમાં ખોદકામ દરમિયાન નીકળેલી માટી અને ચટ્ટાનને ફરીથી ઉપયોગ કરવાની પણ યોજના છે.

ઓટોમેટિક ફેકટરી

image source

ઓલા ઇલેક્ટ્રિક દ્વિચક્રી પ્લાન્ટને ભારતનો સૌથી વધુ ઓટોમેટિક પ્લાન્ટ હોવાનો દાવો કરાય રહ્યો છે. ઓલાના કહેવા મુજબ પ્લાન્ટને ઓલાએ તેના AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) એન્જીન અને ટેક સ્ટેક દ્વારા સંચાલિત કરવામાં આવશે જે બધા કારખાનાના સંચાલનમાં ઊંડાણથી ઈંટીગ્રેટેડ હશે. ફેકટરી સંપૂર્ણ ચાલુ થવાથી ફેકટરીમાં 5,000 રોબોટ અને ઓટોમેટેડ ગાઈડેડ વ્હિકલ્સ (સ્વચાલીત નિર્દેશિત વાહનો) થી કામ લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!