Site icon News Gujarat

આ બોલિવૂડ અભિનેતાને પોલીસે ફટકાર્યો દંડ, હેલમેટ વગર ચલાવતો હતો બાઇક, જાણો કઇ-કઇ કલમો અંતર્ગત નોંધ્યો કેસ

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય આજકાલ પોતાના એક વીડિયોના કારણે ચર્ચામાં છે. અભિનેતાનો આ વીડિયો વેલેન્ટાઇન ડેનો છે જે હાલમાં જ સામે આવ્યો હતો અને વાયરલ થયો હતો. જો કે આ વીડિયોના કારણે વિવેક ઓબેરોય મુશ્કેલીમાં મુકાયો છે. કારણ કે આ વીડિયોમાં અભિનેતા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળી રહ્યો છે.

image source

આ વીડિયો સામે આવ્યા પછી મુંબઇની ટ્રાફિક પોલીસે આ મુદ્દે અભિનેતા સામે કાર્યવાહી કરી છે. વાયરલ વીડિયોમાં વિવેક ઓબેરોય વેલેન્ટાઇન ડેની ઉજવણી ફિલ્મી સ્ટાઈલમાં બાઈક ચલાવીને કરતો જોવા મળે છે. જો કે આ સમયે તેણે ન તો હેલ્મેટ પહેરી છે ન તો માસ્ક પહેર્યું છે.

image source

આ કારણે તેનો આ વીડિયો ચર્ચામાં છે. અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિવેક ઓબેરોયનો આ વીડિયો 14 ફેબ્રુઆરીનો છે જેને તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તે રાત્રે મુંબઇના રસ્તાઓ પર બાઇક ચલાવતો નજરે પડે છે. જો કે તેમાં ન તો હેલ્મેટ પહેર્યું છે ન તો તેના મોઢા પર માસ્ક જોવા મળે છે. આ સાથે જ તેની ફિલ્મ ‘સાથિયા’ નું સંગીત પણ બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે.

image source

ફિલ્મી સ્ટાઈલમાં વિવેક ઓબેરોય તેની પત્ની પ્રિયંકા સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતો જોવા મળે છે. તે સમયે તો વિવેક ખૂબ ખુશ હતો પરંતુ હવે તેના હોશ ઉડી ગયા છે. કારણ કે આ વીડિયો સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસે તેમની સામે આઈપીસીની કલમ 188, 269, મોટર વ્હીકલ એક્ટની કલમ 129, 177 અને એપિડેમિક એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી છે. સાથે જ હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવવા બદલ 500 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

image source

આમ થવાનું કારણ છે કે એક સામાજિક કાર્યકર્તા બીનૂ વર્ગીસે આ વીડિયો ટ્વીટ કર્યો અને તેમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ, મુંબઈ પોલીસ અને મુંબઈ મહાનગર પાલિકાને ટેગ કરી હતી. સાથે જ તેણે અભિનેતા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આ વીડિયો ચર્ચામાં આવ્યા બાદ સાંતાક્રૂઝ ટ્રાફિક પોલીસે વિવેક ઓબેરોયને હેલમેટ પહેર્યા વિના બાઈક ચલાવવા બદલ દંડ ફટકાર્યો હતો.

સામાજિક કાર્યકર્તાએ એમ પણ કહ્યું હતું કે વિવિક ઓબેરોય જવાબદાર નાગરિક છે, તેના ફોલોવર્સ ઘણા છે તેવામાં તેણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ રીતની બેદરકારી યોગ્ય નથી. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે તેવામાં માસ્ક વિના બહાર નીકળવું યોગ્ય નથી, સાથે જ હેલમેટ વિના બાઈક ચલાવવું પણ ગંભીર ભુલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version