2000 અને 500ની અસલી નોટને આ રીતે ઓળખી લો, નહિં તો કોઇ છેતરી જશે, જોજો હોં અમદાવાદની 11 બેંકોમાંથી નકલી નોટો પકડાઈ

મિત્રો, આજથી થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કાળા નાણા અને નકલી નોટોના ચલણી વ્યવહારને અટકાવવા માટે આપણા દેશમા નોટબંધી લાગુ કરી હતી. તેમછતા હાલ, અમદાવાદની અગિયાર જેટલી બેંકોમાં ૬.૭૧ લાખ રૂપિયાની નકલી નોટો કબજે કરવામા આવી હતી, જેમા બે હજાર રૂપિયા, પાંચસો રૂપિયા અને બસ્સો રૂપિયાની નોટ એ નોટબંધી બાદ રજૂ કરવામા આવેલી નોટો છે. ત્યારે આજે આપણે આ લેખમા નકલી નોટને કેવી રીતે ઓળખાવી તેના વિશે માહિતી મેળવીશુ.

image source

અહી આપણે નકલી નોટ વિશે માહિતી મેળવવા માટે ઉદાહરણ સ્વરૂપે બે હજારની નોટ લઈશુ. આર.બી.આઈ, ના ધારા-ધોરણો મુજબ બે હજારની નોટનો બેઝ કલર એ મેજન્ટા હોય છે. આ નોટનુ કદ એ ૬૬ મી.મી. બાય ૧૬૬ મી.મી. છે. આ નોટની આગળના ભાગમા મહાત્મા ગાંધીની તસવીર છે તથા પાછળના ભાગમા મંગળયાન દોરવામા આવેલુ છે.

image source

જ્યારે આ નોટને પ્રકાશની સામે મૂકવામા આવશે ત્યારે તેમા ૨૦૦૦ લખેલુ સ્પષ્ટપણે વંચાશે. અહી તમને આંખ સામે ૪૫ ડિગ્રીના ખૂણા પર ૨૦૦૦ લખેલુ જોવા મળશે. આ ઉપરાંત દેવનગરી ભાષામા ૨૦૦૦ લખેલુ પણ જોવા મળે છે. આ સિવાય આ ચલણી નોટની મધ્યમા મહાત્મા ગાંધીનુ ચિત્ર જોવા મળે છે.

image source

આ ઉપરાંત ભારત અને INDIA સાવ બારીક અક્ષરોમા લખેલુ જોવા મળી શકે છે. આ સિવાય આ ચલણી નોટ પર એક સિક્યોરિટી થ્રેડ છે, જેના પર ભારત, આર.બી.આઈ. અને ૨૦૦૦ લખેલુ જોવા મળે છે. જો તમે આ નોટને થોડી વાળશો તો આ થ્રેડનો રંગ લીલા રંગથી વાદળી રંગમા બદલાય જશે. આ સિવાય ગેરંટી ક્લોઝ, ગવર્નરની સહી, પ્રોમિસ ક્લોઝ અને આર.બી.આઈ. નો લોગો એ તમને જમણી તરફ જોવા મળશે.

આ સિવાય તમને આ ૨૦૦૦ની ચલણી નોટમા મહાત્મા ગાંધીનુ ચિત્ર અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક જોવા મળે છે. ઉપર ડાબી અને જમણી બાજુએ નીચે લખેલા નંબરો ડાબેથી જમણે મોટા થઈ જાય છે. અહીં લખેલા ૨૦૦૦ નંબરનો રંગ અવારનવાર બદલાતો રહેતો હોય છે. તેનો રંગ લીલો અને વાદળી થતો રહેતો હોય છે.

image source

આ ઉપરાંત જમણી બાજુએ અશોક સ્તંભ પણ જોવા મળે છે. જમણી બાજુ લંબચોરસ બોક્સ પર ૨૦૦૦ લખેલા જોવા મળે છે તથા જમણી અને ડાબી બાજુએ સાત લીટીઓ પણ જોવા મળે છે, જે રફ છે. આ સિવાય પાછળની તરફ નોટ પ્રિન્ટિંગનુ વર્ષ પણ લખવામા આવેલુ છે. આ સિવાય સૂત્ર સાથે સ્વચ્છ ભારતનો લોગો પણ અહી જોવામા આવી શકે છે. કેન્દ્ર બાજુ પર ભાષા પેનલ અને મંગળ યાનનો નમૂનો તથા દેવનાગરી ભાષામા ૨૦૦૦ રૂપિયા લખેલા પણ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!