Site icon News Gujarat

સામાન્ય ખેડૂતની પુત્રીએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય… આ કહેવત સાચી સાબિત કરી છે માલણપુર નામના ગામના ખેડૂતની પુત્રીએ. માત્ર 23 વર્ષની ઉંમરે આ દીકરીએ એવું કામ કર્યું છે જેના કારણે તેના પર પરિવારને જ નહીં ગ્રામજનોને પણ ગૌરવ થઈ રહ્યું છે. ખાસ વાત તો એ છે કે તેણે મેળવેલી સિદ્ધિ પહેલા તે ક્યારેય ચર્ચામાં પણ આવી નથી. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કંઈ ખાસ કરે તો તેની તૈયારીઓની ચર્ચાઓ પણ અગાઉથી થવા લાગે છે. પરંતુ આ દીકરીએ તો શાંતિથી એવું કામ કરી બતાવ્યું કે જેના પર સૌ કોઈ ગૌરવ અનુભવી રહ્યા છે.

image source

હવે જાણીએ કે આ દીકરીએ કર્યું છે શું… ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા થોડા સમય પહેલા લેવાયેલી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ આવ્યા બાદ નામ જે અવ્વલ નંબરે ચમક્યું છે તે છે પાટડીના માલણપુરની 23 વર્ષની દીકરી દેવ્યાનીબા બારડ.

image source

દેવ્યાનીબા એક સામાન્ય ખેડૂત પુત્રી છે. તે આ પરીક્ષામાં પોતાના કેન્દ્રમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી છે. આ પરિણામના કારણે તેણે ઈતિહાસ રચી દીધો છે કારણ કે નોકરી કરવાની સાથે સાથે તેણે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી અને તે તેમાં રાજ્યમાં અવ્વલ આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલણપુરના દેવ્યાનીબા અભ્યાસમાં પહેલાથી જ હોશિયાર છે. તેની અભ્યાસમાં કરેલી મહેનત સતત તેના પરિણામોમાં જોવા મળે છે. સામાન્ય ખેડૂત પરીવારમાંથી આવતા દેવ્યાનીબા આ વખતે તો રાજ્યમાં મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે અને તેણે પોતાના તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

image source

સામાન્ય પરીવારની દીકરી તરીકે વધારે સુખ-સુવિધા ન હોવા છતાં દેવ્યાનીબા બારડ બોર્ડના ધોરણ 10માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે આવ્યા હતા. ત્યારબાદ તેઓ ધોરણ- 12 માં 88 ટકા મેળવી ઉત્તીર્ણ થયા હતા. ધોરણ 12 પછી તેમણે બીકોમ અમદાવાદથી કર્યું અને સ્નાતકની ડીગ્રી મેળવી. બી.કોમ.ના અભ્યાસ દરમિયાન જ દેવ્યાનીબાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂઆત કરી દીધી હતી. ગ્રેજ્યુએટ થયા બાદ તેણે સૌથી પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી. જેમાં તે પ્રથમ પ્રયાસમાં જ સફળ થયા અને ત્યારબાદ તેમણે અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષાની પણ તૈયાર ચાલુ કરી દીધી હતી.

image source

દેવ્યાનીબાના ખંત અને લગનનું પરિણામ એ આવ્યું કે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરે ગુજરાત જાહેર સેવા આયોગની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં મહિલાઓની શ્રેણીમાં રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા. દેવ્યાનીબા હવે તેમના વિસ્તારના અન્ય યુવાનો માટે પણ પ્રેરણા બની ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version