ચાંદીના ભાવના કારણે દેશ-વિદેશમાં વખણાતી કચ્છની આ કળાની પથારી ફરી ગઈ! રિપોર્ટ જાણીને દુ:ખ થશે

આપણા દેશમાં અને રાજ્યમાં અનેક કળાઓને સ્થાન છે અને ઘણું કામ ચાલી રહ્યું છે. એક વાત ચોખી છે કે જેટલું કામ વધારે થાય એટલી રોજગારી વધારે મળતી હોય, તો એ જ રીતે જો કામ ઘટે તો રોજગારી પણ ઘટી જાય. ત્યારે હાલમાં કંઈક એવું જ જોવા મળ્યું છે ચાંદી પરના નકશીકામમાં. કે જેમાં કામ કરતાં લોકોને હવે રડવાના દિવસો આવ્યા છે અને ધંધાની પથારી ફરી ગઈ છે. તો આવો વાત કરીએ ભુજના શિવજીભાઈની કે જેઓ આ પરિસ્થિતિની શિકાર બન્યા છે. એમના બે દીકરાઓ મગનભાઈ અને મનસુખભાઈનાં કુટુંબોના સભ્યો આ કામ કરે છે. પણ પરિસ્થિતિ એવી છે કે પરિવારમાં આ કામ કરતાં સભ્યોની સંખ્યા 8-10 તો માંડ છે. કારણ કે નવી પેઢી ઓછું વળતર, વધુ મહેનત અને હાડમારીના કારણે આ કામમાં આવવા તૈયાર થતી નથી.

image source

તો આવો વિગતે વાત કરીએ કે આખરે આ કામમાં શું વાંધો આવ્યો અને શા માટે તેમા મંદી આવી હતી. છેલ્લાં 40-45 વર્ષથી ચાંદી પર નકશીકામ કરનારા કારીગર નવીનભાઈ પોમલ આ અંગે વાત કરતાં જણાવે છે કે, ‘અત્યારે આ કામમાં જેટલી મહેનત છે તેટલું વળતર પણ પુરતું મળતું નથી. અને જેના કારણે નવી પેઢી આ કામ કરવા ઇચ્છતી નથી. તેમાં પણ છેલ્લા થોડા સમયથી ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી ઓછા વજનની વસ્તુઓ પર નકશીકામ કરવું પડી રહ્યું છે અને જેના લીધે મહેનતમાં સખત વધારો થઈ રહ્યો છે.

image source

કઈ રીતે કામ થાય એના વિશે નવીનભાઈ વાત કરે છે એ વિશે જો મુદ્દા પ્રમાણે આપણે વાત કરીએ તો જ્યારે કોઈ પણ વાસણ, દરવાજા, ટ્રે કે કોઈ ટ્રોફી પર જ્યારે નકશીકામ કરવાનું હોય ત્યારે..

પહેલાં એ વસ્તુને ખૂબ તપાવવી પડે

image source

તપીને ચાંદી નરમ થાય ત્યારે તેને એસિડમાં નાખીને એકદમ સફેદ બનાવવાની

પછી પીળી માટી લગાવવાની

પછી કોઈ વાસણ કે જગ હોય તો તેની અંદર ડામર ભરવાનો

image source

પછી બીજા દિવસે માટીને ધોઈ નાખીને ચાંદીની વસ્તુ પર ડિઝાઇન દોરવાની

આટલું થયા પછી ટાંકણાથી તે ડિઝાઇન પર કોતરકામ કરવાનું

બધું કોતરકામ થઈ જાય પછી તે વસ્તુને ગરમ કરીને તેમાં ભરેલો ડામર કાઢી નાખવાનો

પછી તેના પર પૉલિશ કરવાની

પૉલિશ કરેલી વસ્તુ પરની ડિઝાઇન નિખરી શકે

આ સાથે જ જો વાત કરવામાં આવે તો ચાંદી ખૂબ નરમ હોવાથી ડિઝાઇન કરતી વખતે તેમાં ગોબા ન પડે તે માટે તેમાં ડામર નાખવામાં આવે છે. આ બધું કામ કરવામાં નાની વસ્તુ બનાવવામાં 2-4 દિવસ લાગે તો તલવાર જેવી વસ્તુ પર નકશી કરવામાં એકાદ અઠવાડિયાનો સમય લાગે છે. તો મંદિરના દરવાજા બનાવવામાં તો 12 મહિનાનો સમય પણ ઓછો પડે છે. આમ વધુ સમય લાગે, ખૂબ મહેનત પડે. પરંતુ અફસોસની વાત એ છે કે આટલું કામ કરવા છતાં 50 ટકા પણ વળતર મળતું નથી. આ કામમાં ઘર ચલાવવા પૂરતું વળતર તો માંડ માંડ મળે છે. વધારાની બચત કરવા જેટલું કે વધુ આવક થાય તેટલું વળતર તેમાંથી ન મળે.

image source

નવીનભાઈ પોતાના વિશે વાત કરે છે કે મે અનેક વસ્તુઓ પર નકશીકામ કર્યું છે. 51 શક્તિપીઠ પૈકીના એક એવા મહારાષ્ટ્રના નાશિક પાસે આવેલા સપ્તશૃંગી માતાના દાગીનાનું કરેલું કામ ખૂબ જ ઝીણવટપૂર્વક મેં કર્યું હતું. માતાજીનો 4 ફૂટનો કમરપટ્ટો અને તેમના દોઢ-દોઢ ફૂટનાં પગલાંના માપનાં કડલાં બનાવ્યા હતાં. આ કામ વિશે પણ તેઓ માિતી આપતા જણાવે છે કે આ કામ શુદ્ધ સોનામાંથી કરેલું હતું, પરંતુ મંદિરના વહીવટદારોએ મેં ચાંદી પર કરેલું કામ જોઈને મને માતાજીનું કામ સોંપ્યું હતું.

નવીનભાઈ આ સિવાય પણ ઘણા કામ કર્યા છે એના વિશે વાત કરતાં ગોધરાના અંબેધામના માતાજીનો મુગટ, ભગવાન શંકરની મૂર્તિ, શિવલિંગ, માંડવીના કોટેશ્વર અને મા આશાપુરા મંદિરના દરવાજા, જૈન દેરાસરના 14 સપના, અનેક મૂર્તિઓના મુગટ, દેરાસરની મૂર્તિઓના મુગટો, આંગીઓ, જલમંદિર, ચાંદીની તલવાર, જગ, કળશ, નાળિયેર, ગરબા, આર્મીની વિવિધ ટ્રોફીઓ, આર્મીની વિઝિટિંગ બુકનું ઉપરનું ચાંદીનું કવર જેવી અનેક વસ્તુઓ મેં બનાવી છે.

image source

તો જો આ બધી પરિસ્થિતિની વાત કરીએ અને સરવૈયું કાઢીએ તો કચ્છની વિશેષતા એવી શુદ્ધ ચાંદી પરની નકશીકામની કલાના કારીગરો હવે ખૂબ ઓછા થઈ ગયા છે. જે કારીગરો છે તેઓ બીજાને શીખવવા તૈયાર છે, પરંતુ યુવા પેઢી એમાં જવા માગતી જ નથી. આ સાથે જ બીજા એક શખ્સની કહાની સાંભળીએ તો ચાંદી પરના નકશીકામ અંગે વાત કરતાં ભુજના ચાંદીના વેપારી કૌશિકભાઈ સોનીનું કહેવુ છે કે, ‘કચ્છમાં જે કામ થાય છે, તેમાં સો ટકા શુદ્ધ ચાંદી વપરાતી હોવાથી અને તેના પર હાથેથી બારીક કામ થતું હોવાથી તેની ભારે માગ રહેતી હતી. અહીંની ડિશ, ટ્રે, બાઉલ, ગ્લાસ, લેમન સેટ, ટ્રોફી, મૂર્તિના મુગટ, મંદિરના દરવાજા, તલવારો પરનું નકશીકામ વખણાય છે. ત્યારબાદ અફસોસની વાત કરતાં તેઓ જણાવે છે કે અત્યારે માત્ર એક જ પરિવાર આ કામમાં છે. બીજા કોઈ આ કામ કરવા માટે તૈયાર જ થતું નથી. ત્યારે હવે આ વાત સાંભળી લોકો દુખ વ્યક્ત કરી રહ્યા છે કે આખરે આ ધંધામાં ક્યારે તેજી આવશે અને આવા પરિવારને રોજી રોટી મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત