Site icon News Gujarat

આ બોલર પણ અદ્ભૂત સ્ટાઈલ સાથે કરે છે બોલિંગ, એક-બે-ત્રણ નહીં પણ પાંચ વખત હાથ ફેરવીને ફેંકે છે બોલ

બોલરનો વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ બોલર એક હદ સુધી ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહની એક્શનની નકલ કરી રહ્યો છે, પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આ બોલર પાંચ વખત હાથ ફેરવ્યા બાદ બોલિંગ કરી રહ્યો છે, જેનાથી બેટ્સમેન પણ થોથવાઈ જાય એવું છે. હરભજનસિંહે આ વીડિયો શેર કર્યો અને કહ્યું કે બોલ ફરશે કે નહીં તે ખબર નહીં પણ માથું જરૂર ફરશે. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું, “આ મારું શ્રેષ્ઠ વર્ઝન છે. આ વીડિયો મોકલવા બદલ ગગન ગુજરાતનો આભાર. બોલ ફરશે કે નહીં, પણ માથું ચોક્કસ ફરશે”

image source

તે જ સમયે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજસિંહે તેને હરભજન સિંહનું એક હાઈબ્રિડ વર્જન ગણાવ્યું હતું. ભજ્જીની પોસ્ટ પર ટિપ્પણી કરતાં તેમણે લખ્યું, ‘હાઇબ્રિડ વર્ઝન.’ ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2021ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ઓફ સ્પિનર હરભજન સિંહને તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. કેકેઆરએ ભજ્જીને તેના બે કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ માટે ખરીદ્યો. હરભજને કોરોના રોગચાળાની વચ્ચે રમાયેલી આઈપીએલ 2020માં ભાગ લીધો ન હતો. તે જ સમયે, આઈપીએલ 2019 માં તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે હરભજનસિંહે માર્ચ 2016માં ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. 1998માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ભજ્જીએ 103 ટેસ્ટમાં 417, 236 વનડેમાં 269 અને 28 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 25 વિકેટ ઝડપી છે. આ સિવાય ભજ્જીએ આઈપીએલની 160 મેચોમાં 150 વિકેટ ઝડપી છે. આ પહેલાં 2018માં પણ આઈપીએલની સિઝનમાં મનોજ તિવારીને કિંગ્લઈલેવન પંજાબ તરફથી પહેલી વખત રમવાનો અવસર મળ્યો છે.

image source

બેટિંગમાં તો મનોજ તિવારી ખાસ સારું પ્રદર્શન કરી શક્યો નથી પણ તેની બોલિંગના કારણે ચર્ચામાં આવી ગયો છે. મનોજ તેની બોલિંગ એક્શનના કારણે ચર્ચામાં આવ્યો છે. તેણે મેચમાં માત્ર એક જ ઓવર નાખી હતી પણ તેની બોલિંગ એક્શન સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી અને લોકોએ તેની ખૂબ જ મજાક ઉડાવી હતી.

લોકોએ તેની એક્શનની સરખામણી મલિંગા સાથે કરી હતી તો કોમેન્ટેટર્સે પણ તેની બોલિંગ એક્શનની મજાક ઉડાવી હતી. કેટલાંક લોકોએ કેદાર જાધવ સાથે પણ તિવારીની તુલના કરી હતી. મનોજ તિવારીએ પોતાની આ ઓવરમાં 10 રન આપ્યા હતા. જો કે તેને કોઇ સફળતા મળી શકી નહતી. તે બાદ અશ્વિને બીજી વખત તેને ઓવર આપી નહતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version