અભિષેક બચ્ચને બદલી નાખ્યુ નામ, નવા નામની પાછળ ખાસ લગાવ્યો ‘આ’ શબ્દ, જાણો આખરે કેમ આવું કર્યું…

એકટર અભિષેક બચ્ચને બોલીવુડમાં એક લાંબો સફર ખેડયો છે. એમને હિટ અને ફ્લોપ બંને ફિલ્મોમાં કામ કર્યું છે. ક્યારેક એમને જબરજસ્ત સક્સેસ મળી તો ક્યારેક નેપોટીઝના બાણોએ એમનું કરિયર બગાડવાના પ્રયત્ન કર્યા. પણ સક્સેસ મેળવવાની ચાહમાં ફકત મહેનત કે સારી એક્ટિંગ જ મહત્વની નથી. ઘણા એવા સેલેબ્સ છે જે જ્યોતિષ વિદ્યામાં ઘણો જ વિશ્વાસ રાખે છે.જેમને નંબરના ખેલમાં જરૂરત કરતા વધુ ભરોસો હોય છે. જ્યારે એ ભરોસો અતૂટ થઈ જાય છે તો સેલેબ્સ પિતાનું નામ બદલવાનું શરૂ કરી દે છે.

અભિષેક બચ્ચને બદલ્યું પોતાનું નામ?

image source

હવે અભિષેક બચ્ચને પણ કંઈક આવું જ કર્યું છે. પોતાના કરિયરમાં પહેલીવાર અભિષેકે પોતાના નામમાં પરિવર્તન કર્યું છે. એક્ટરની ફિલ્મ બિગ બુલનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં જો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જશે કે એક્ટરે હવે પોતાના નામમાં એક એક્સ્ટ્રા A જોડી લીધો છે. હવે એ ફિલ્મોમાં abhishek bachchanને બદલે abhishek A bachchan લખવી રહ્યા છે. હવે કહેવા માટે તો એક્ટરે બસ પોતાના નામમાં એક અક્ષર જોડયો છે પણ ન્યુમરોલોજીની દુનિયામાં એને અલગ જ રીતે જોવામાં આવે છે.

ફ્લોપ થવાનો ડર કે પછી ગુડ લક?

image source

કહેવામાં આવે છે કે પોતામાં નામમાં એક્સ્ટ્રા A જોડવાથી જિંદગીમાં પોઝિટિવ રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જાય છે. એને ગુડ લકની રીતે પણ જોવામાં આવે છે. એવામાં બિગ બુલનું ટ્રેલર જોઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અભિષેક પણ હવે આ ન્યુમરોલોજીમાં વિશ્વાસ કરવા લાગયા છે… એમને પણ પોતાની જિંદગીમાં એ લક ફેક્ટરની જરૂરત આવી પડી છે. આમ તો આ કઈ પહેલીવાર નથી જ્યારે અભિષેકે પોતાનું નામ બદલ્યું હોય. આ પહેલા જ્યારે એક્ટરની ફિલ્મ લુડો રિલીઝ થઈ હતી એ સમયે પણ એમનું નામ abhishek A bachchan લખવામાં આવ્યું હતું. ફિલ્મને ઘણા વખાણ પણ મળ્યા હતા.

image source

જો કે નામમાં આ પરિવર્તન હમણાં તો ફિલ્મો સુધી જ સિમિત છે, સોશિયલ મીડિયા પર એક્ટરનું નામ abhishek bachchan જ છે.

નામ બદલવું એ જૂની પરંપરા.

image source

તમને જણાવી દઈએ કે બોલિવુફમાં નામ બદલવાનો ટ્રેન્ડ બહુ જૂનો છે અને ઘણા સેલેબ્સ સારા લક માટે એવું કરી પણ ચુક્યા છે. આ લિસ્ટમાં આયુસમાન ખુરાના, રાની મુખર્જી, તુષાર કપૂર, અજય દેવગન, વિવેક ઓબરોય, ઋત્વિક રોશન જેવા ઘણા નામ સામેલ છે. કોઈએ પોતાના નામમાંથી કોઈ અક્ષર હટાવ્યો તો કોઈએ જોડી લીધો છે. આ પરિવર્તનથી મળતી સફળતાનું એકતા કપૂરની kથી શરૂ થતી સિરિયલ મોટું સબુત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!