Site icon News Gujarat

જીવના જોખમે કર્યુ દિલધડક રેસ્કયુ, દમણના દરિયામાં વાયુસેનાએ હેલિકોપ્ટરથી 70 જીંદગીઓ ડૂબતી બચાવી

અત્યંત શક્તિશાળી ચક્રવાતી તોફાન તાઉતે સોમવારે ગુજરાતના દરિયાકિનારે ટકરાયું હતું. ત્યારથી મંગળવાર રાત સુધી રાજ્યભરના અલગ અલગ જિલ્લામાં કહેર વર્તાવી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને ગુજરાતમાં જનજીવન અસરગ્રસ્ત થયું છે.

image source

વાવાઝોડાના કારણે સૌથી વધુ અસર દરિયાકાંઠાના વિસ્તારોને થઈ હતી. જેમાં કેટલીક જગ્યાઓએ દરિયામાં લોકો ફસાયેલા પણ હોવાનું સામે આવ્યું હતું. તોફાની વરસાદમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ ભારતીય નૌસેનાએ કર્યું હતું. નૌસેનાએ ગુજરાતમાં વિવિધ જગ્યાએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યા હતા અને દરિયામાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

આ રેસ્ક્યૂ ઓપરેશનનના વીડિયો પણ ભારતીય નેવીના ટ્વીટર પેજ પર શેર કરવામાં આવ્યા હતા. આ રેસ્ક્યૂ જોઈ નેવીના જવાનોને ખરેખર સલામ કરવાની ઈચ્છા થઈ જાય તેવું છે. પોતાના જીવને વાવાઝોડામાં જોખમમાં મુકી આ જવાનો સામાન્ય લોકોને બચાવી રહ્યા છે.

image source

છેલ્લા 24 કલાકથી તાઉતે વાવાઝોડું ગુજરાતને ધમરોળી રહ્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું હતું તો કેટલીક જગ્યાએ દરિયામાં ખલાસીઓ ફસાયા હતા. આ રીતે ફસાયેલા લોકોને બચાવવાની ઉત્તમ કામગરી કોસ્ટલ ગાર્ડે કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.

image source

કોસ્ટલ ગાર્ડના જવાનોએ પાણીમાં ફસાયેલા 70થી વધુ લોકોને એરલિફ્ટ કર્યા હતા. વાવાઝોડાના કારણે દરિયો સોમવારથી તોફાને ચઢ્યો હતો. તેવામાં કેટલાક લોકો દરિયામાં ફસાયા હતા. વાયુસેનાના જવાનોએ આ લોકોને મધદરિયેથી બચાવ્યા હતા. જવાનોએ હેલિકોપ્ટરની મદદથી લોકોને એરલિફ્ટ કર્યા હતા.

આ દિલધડક રેસ્ક્યૂનો વીડિયો ટ્વીટ પર શેર કરવામાં આવ્યો છે જેને લાખો વ્યુ મળી રહ્યા છે. આ વીડિયો દમણનો હોવાનું સામે આવ્યું છે. દમણ તરફ આગળ વધતું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા જ નેવીના જવાનો સતર્ક થયા અને દરિયામાં ફસાયેલા 70 લોકોને એરલિફ્ટ કર્યા હતા. આ રીતે નેવીએ અનેક જીવન બચાવ્યા અને તેની સાથે તેમનો પરીવાર વીખાતો પણ બચાવ્યો હતો.

image source

દરિયામાં સાક્ષાત મોતને જોનાર આ લોકોએ પણ નેવીના જવાનોનો આભાર માન્યો હતો. આવી જ રીતે આજે વેરાવળ ખાતે પણ લોકો દરિયામાં ફસાયા હતા જેને પણ બચાવી લેવામાં આવ્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના જોખમને લઈ રાજ્યભરમાંથી 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડા સાથે વરસાદની આગાહીના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને કાચા મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાને રાખવામાં આવ્યા હતા. અહીં તેમના રહેવા ઉપરાંત જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સ્થળાંતરની પ્રક્રિયામાં કોરોનાના ભયને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો અને તમામ સતર્કતા દાખવવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version