લગ્નની પહેલી જ રાત્રે પતિને થયો કડવો અનુભવ, 12 વાગ્યે સસરાને ફોન કરીને કહ્યું કે તમારી દીકરી તો…

લગ્નનો એક વિશેષ કિસ્સો હાલમાં સામે આવ્યો છે. આ પહેલાં પણ આપણે અનેક એવા કિસ્સા જોયા છે કે જેમાં વરરાજા કે વહુ છેતરાઈ ગયા હોય. કારણ કે લગ્ન પહેલાં અમુક વાતો જાણવા ન મળતી હોય, તેથી બધું જ જાણી શકાયું ન હોય. ત્યારે હાલમાં એવો જ એક દગાખોરીનો કેસ સામે આવ્યો છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં લગ્નની આ વિચિત્ર ઘટના સામે આવી છે. કે જેની હવે ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. એક યુવકે સાસરી પક્ષ પર કિન્નર સાથે લગ્ન કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે અને હવે હાહાકાર મચાવ્યો છે.

image source

વિગતે વાત કરીએ તો યુવકે એસસી કાર્યાલય શિવપુરીમાં હાલમાં આ બાબકે ફરિયાદ દાખલ કરાવી છે કે તેની સાથે દગો કરવામાં આવ્યો છે. આ ઘટના શિવપુરીના ભાવખેડી ગામનો છે. વિનોદ જાટવ નામના યુવકે તેની ફરિયાદમાં કહ્યું છે કે તેના જેની સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે તે છોકરી નહીં, પરંતુ કિન્નર છે પહેલાં તો બધા સાંભળીને છક રહી ગયા પણ પછી આખી ઘટના સામે આવી હતી.

image source

પુરી વિગત સાથે વાત કરતાં યુવકે જણાવ્યું હતું કે આ વાત તેને લગ્નની પહેલી રાતે જ ખબર પડી ગઈ હતી. વિનોદ જાટવે એ દિવસે રાતે જ 12 વાગે તેના સસરાને ફોન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને આખું ગામ જોતું રહી ગયું હતું. ઉલ્લેખનીય છે કે વિનોદ જાટવની ઉંમર 23 વર્ષ છે. એસપી કાર્યાલયમાં ફરિયાદ દાખલ કરાવતી વખતે તેણે જણાવ્યું હતું કે લગ્નના બીજા જ દિવસે તે તેની પત્નીને લઈને હોસ્પિટલ ગયો હતો અને મહિલા ડોક્ટર સાથે તેની તપાસ કરાવી હતી. તપાસ કર્યા પછી ડોક્ટરોએ જણાવ્યું હતું કે વિનોદની પત્નીમાં મહિલા જેવાં કોઈ લક્ષણ જ નથી.

image source

ત્યારબાદની જો વાત કરવામાં આવે તો વિનોદે તેના સાસરી પક્ષ અને પત્ની મનીષા સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી છે. વિનોદે તેની સાથે દગો થયો હોવાની ફરિયાદ કરીને તેની પત્નીને પણ પિયર મોકલી દીધી હતી, પરંતુ સાસરીપક્ષવાળા મનીષાને તેની સાથે જ રાખવાનું દબાણ કરતા હતા. વિનોદે જણાવ્યું હતું કે ત્યારે તેના સસરાએ તેના હાથ-પગ તોડી નાખવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ મેટર મોટી થઈ ગઈ હતી.

મનીષાએ પણ તેની પતિ વિરુદ્ધ મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે.

image source

જો મનીષા વિશે વાત કરવામાં આવે તો તેણે ફરિયાદમાં લખાવ્યું છે કે પતિએ સાથે ના રાખવાની વાત કરી છે. આ ઉપરાંત મનીષાએ ભરણપોષણની પણ વાત કરી અને પોતાના વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં વિનોદે એસપી કાર્યાલયમાં પણ એક ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હાલ બંનેના આરોપ પાયાવિહોણા લાગે છે. કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી. આ સાથે જ હવે આ વાત ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો પણ પોતાની રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *